ડાન્સરના પ્રેમમાં પાગલ ઋભવ ઋષિ દર મહિને પ્રેમિકાને 10 લાખ ચૂકવતોઃ વિદેશ પ્રવાસો કર્યાં, ભોગ-વિલાસની હદ વટાવી દીધી
શેલ કંપનીઓ દ્વારા પત્ની અને પોતાના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી સરકારી ખાતામાંથી નકલી લેવડદેવડ કરનાર પર ગાળિયો કસાયો
- Advertisement -
ઋભવ ઋષિએ ડાન્સર પ્રેમિકાને 4 કરોડનો બંગલો પણ લઈ દીધો
7657 કરોડના કૌભાંડમાં ઋભવની ડાન્સર ગર્લફ્રેન્ડ જ મુખ્ય સાક્ષી બની ગઈ!
હરિયાણા અને ચંડીગઢમાં થયેલી ૬૫૭ કરોડના બેન્ક કૌભાંડ પાછળ એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કૌભાંડનો મુખ્ય આરોપી ઋભવ ઋષિ પરિણીત હોવા છતાં એક ડાન્સરના પ્રેમમાં આંધળો થઈને સરકારી ખાતાને ચૂનો લગાવ્યો છે. સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે કૌભાંડના મોટા ભાગના રુપિયા પોતાની ગર્લફ્રેન્ડને ફરવા અને જલસા કરવા પાછળ ખર્ચી નાખ્યા છે. તેનો આ મોંઘો પ્રેમ જ બેન્ક ડૂબવાનું કારણ છે.
ધ ટ્રિબ્યૂનમાં છપાયેલ ખબર અનુસાર, ઋભવ ઋષિ પહેલાથી પરિણીત હતો, ખાલી માર્ચ-એપ્રિલ ૨૦૨૫માં મળેલી એક છોકરીના ચક્કરમાં એવો ઉતાવળીયો થયો કે આટલી મોટી હેરાફેરી કરી નાખી. આ ઘટનામાં સીબીઆઈની સાક્ષી બનેલી ઋભવની ગર્લફ્રેન્ડે તપાસમાં જણાવ્યું કે, સૌથી પહેલા ચંડીગઢની એક ઈવેન્ટમાં ઋભવ સાથે મુલાકાત થઈ હતી. આ ઈવેન્ટમાં તે ડાન્સર તરીકે ગઈ હતી. જ્યાં તેની વાત ઋભવ સાથે નહોતી થઈ, પણ તેણે નોટિસ કર્યું હતું. તે બિહારના સિવાનની રહેવાસી છે. છોકરીએ જણાવ્યું કે, મે ૨૦૨૫માં જયપુરના એક ફાર્મહાઉસમાં થયેલી પાર્ટીમાં બંનેની ફરી મુલાકાત થઈ. ત્યાં ઋભવે તેની સાથે વાત કરી. ત્યાર બાદ ૫ જુલાઈ ૨૦૨૫ના રોજ મુંબઈની સેન્ટ રેઝિસ હોટલમાં તેમની ત્રીજી વાર મુલાકાત થઇ અને ઋભવે પ્રેમનો ઈઝહાર કર્યો. તે સમયે તેણે ખુદને ઈવેન્ટ પ્લાનર અને બેન્કનો બ્રાન્ચ મેનેજર હોવાનું જણાવ્યું હતું. સાથે જ ચોખાની આયાત-નિકાસનો ધંધો કરતો હોવાનો પણ દાવો કર્યો હતો.
- Advertisement -
ઋભવે ગર્લફ્રેન્ડને વિશ્વાસ અપાવ્યો હતો કે તેની પત્ની દિવ્યા અરોડાથી છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરશે. તેણે છોકરીને ડાન્સ પણ છોડાવી દીધો અને તેને ફરવા લઈ ગયો. તેણે જણાવ્યું કે, ડાન્સ છોડવાના બદલામાં તેણે ઓગસ્ટ ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ સુધી દર મહિને છોકરીને ૧૦ લાખ રુપિયા આપ્યા. આવી રીતે તેની પાસે કુલ ૫૬ લાખ ખર્ચી નાખ્યા. પછી ઋભવે ૧૮ જુલાઈ ૨૦૨૫ના રોજ દિલ્હીના દ્વારકામાં ગર્લફ્રેન્ડ માટે એક ઘર ખરીદવાની વાત પણ કહી અને તેના માટે ૧ લાખ રુપિયાની ટોકન રકમ પણ આપી દીધી. ઓળખાવનાર ઘરની કુલ કિંમત ૪ કરોડ હતી. તેમાં ગર્લફ્રેન્ડે ખાલી ૪૯ લાખ આપ્યા. બાકી રકમ ઋભવે ચૂકવી. તેણે જણાવ્યું કે, તે ર જાન્યુઆરી ૨૦૨૬થી એ ઘરમાં રહે છે. સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું કે, આ દરમ્યાન બંનેએ કેટલીય લક્ઝરી હોટલમાં સમય વિતાવ્યો. તેમાં ચંડીગઢ અને દિલ્હીની કેટલીય નામી ફાઈવ સ્ટાર હોટલ સામેલ છે. તેની સાથે જ ગોવાની એક મોટી હોટલમાં પણ રોકાયા હતા. ઓગસ્ટ ૨૦૨૫માં તે બંને મકાઓ અને થાઈલેન્ડ પણ ફરીને આવ્યા છે. નવેમ્બર ૨૦૨૫માં દુબઈના બુર્જ અલ અરબમાં પણ રોકાયા હતા. ઋભવે જણાવ્યું કે, તેમણે એક નવો વિલા પણ જોયો છે, ૫-૧૦ વર્ષ બાદ બંને ત્યાં રહેવા જશે. જાન્યુઆરી ૨૦૨૬માં ફરી દુબઈ જઈ ટોયાટો લેન્ડ ક્રૂઝર બુક કરાવી. આ દરમ્યાન ઋભવે જીવનની હર વિલાસિતાની મજા લૂંટી અને ઝેડ મેનરમાં કેટલીય પાર્ટીઓનું આયોજન કર્યું. તેમાં હરિયાણા સરકારના અધિકારી અને અન્ય આરોપી પણ સામેલ થતાં પાર્ટીમાં ડાન્સરો પર નોટો ઉડાવતા. દરેક પાર્ટીમાં સરેરાશ ૧૫-૨૦ લાખનો ખર્ચો કરતો. આ ૬૫૭ કરોડની લવસ્ટોરીના કૌભાંડમાં હવે સીબીઆઈએ ગાળીયો ટાઈટ કર્યો છે. આરોપી ઋભવની ગર્લફ્રેન્ડ સીબીઆઈની મુખ્ય સાક્ષી બની ગઈ છે. એટલું જ નહીં આઈએએસ અધિકારી પંકજ અગ્રવાલ પણ આ મામલામાં આરોપી છે. જેના વિભાગથી ૬૦.૫૪ કરોડની હેરાફેરીનો આરોપ છે. હાલમાં સીબીઆઈને લાગી રહ્યું છે કે ઋષભે શેલ કંપનીઓ દ્વારા પોતાના અને પત્નીના ખાતામાં કરોડો રુપિયા કેવી રીતે ટ્રાન્સફર કર્યા અને કયા સરકારી ખાતામાંથી નકલી લેવડદેવડ કરી છે.
IASની પાર્ટીઓ પર 20-20 લાખ ખર્ચાતા હતા
હરિયાણા અને ચંડીગઢના સરકારી વિભાગોના ૬૫૭ કરોડના બેંક કૌભાંડમાં મુખ્ય આરોપી તથા બેંક અધિકારી ઋભવ ઋષિની ગર્લફ્રેન્ડ હવે આ કેસમાં મહત્વની કડી બની છે. બિહારના સિવાનની રહેવાસી અને હાલ દિલ્હીમાં રહેતી આ પ્રોફેશનલ ડાન્સર યુવતી કેસમાં સંડોવાયેલા હરિયાણાના એક વરિષ્ઠ આઈએએસ અધિકારી વિરુદ્ધ સીબીઆઈની મુખ્ય સાક્ષી બની ગઈ છે. યુવતીએ સીબીઆઈ સમક્ષ ખુલાસો કર્યો છે કે ઝીરકપુર સ્થિત એક લક્ઝરી વિલામાં હરિયાણા સરકારના અધિકારીઓ માટે મોંઘી પાર્ટીઓ યોજાતી હતી, જે પૈકી દરેક પાર્ટી પાછળ ₹૧૫થી ₹૨૦ લાખનો ખર્ચ થતો હતો. આ પાર્ટીઓમાં ડાન્સરો પર ઉડાડવામાં આવતા લાખો રૂપિયાની વ્યવસ્થા પણ ઋભવ જ કરતો હતો. યુવતીના જણાવ્યા મુજબ હરિયાણાના એક વરિષ્ઠ IAS અધિકારી આવી ૬થી ૭ પાર્ટીઓમાં સામેલ થયા હતા, જ્યાં તેઓ ડાન્સરો પર પૈસા ઉડાડતા હતા અને એસ્કોર્ટ્સની સેવાઓ પણ લેતા હતા, જેને પગલે સીબીઆઈએ સંબંધિત અધિકારીનો ફોલ્ડ ફોન જપ્ત કર્યો છે. આ ઉપરાંત બંનેએ મકાઉ, થાઈલેન્ડ અને દુબઈના પ્રવાસે પણ ગયા હતા, જયાં દુબઈમાં તેમણે લક્ઝરી કાર બુક કરાવી હતી અને ભવિષ્યમાં રહેવા માટે ચાર બેડરૂમનો ડુપ્લેક્સ પણ પસંદ કર્યો હતો. સીબીઆઈની ચાર્જશીટ અનુસાર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ખાતામાંથી થયેલી આશરે ૧૬૦ કરોડની છેતરપિંડીની તપાસ દરમિયાન તત્કાલીન ચેરપર્સનને ૫૦-૫૦ ગ્રામના બે સોનાના સિક્કા પહોંચાડવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે. આ સમગ્ર કૌભાંડ હરિયાણા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને લેબર બોર્ડ સહિત રાજ્યના આશરે ૮ થી ૯ સરકારી વિભાગોના કરોડો રૂપિયાના ભંડોળની ગેરરીતિ સાથે જોડાયેલું છે.




