આઈપીએલની 15મી સિઝનનો 12મો મુકાબલો સોમવારે સનરાઇઝર્સ હૈદ્રાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ડીવાઇ પાટિલ સ્પોટ્ર્સ એકેડમી, મુંબઈ ખાતે સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ વર્ષે લીગ મેચોમાં ટોસ જ બોસ છે, તેવા સંજોગોમાં બન્ને કેપ્ટનમાંથી જે ટોસ જીતશે તે પહેલાં બોલિંગ કરવાનું જ પસંદ કરશે.
હૈદ્રાબાદને પોતાની પ્રથમ મેચમાં રાજસ્થાન સામે 61 રનથી પરાજયનો સામનો કરવો પડયો છે બીજી તરફ લખનઉને પણ પ્રથમ મુકાબલામાં ગુજરાત સામે પરાજય મળ્યો હતો જો કે તેણે બીજી મેચમાં ચેન્નાઇને છ વિકેટે હરાવીને વિજયનું ખાતું ખોલી નાખ્યું છે. પાટિલ સ્ટેડિયમની પિચ બોલર્સ માટે સારી છે, આ મેદાન પર ફાસ્ટ બોલર્સને બાઉન્સ પણ મળશે. 180થી ઉપરનો સ્કોર પીછો કરનારી ટીમ માટે ટફ થઇ જાય છે. પિચમાં સ્પિનર્સ માટે પણ મદદ છે. જો શરૂઆતમાં વિકેટ બચાવવામાં આવે તો મિડલ ઓર્ડરમાં ભારે ફટકાબાજી કરીને મોટો સ્કોર ખડો થઇ શકે તેમ છે.



