હિન્દુ ધર્મસેનાનાં પ્રમુખ તરીકે ડી.વી. રાણા (પિન્ટુભાઈ ખાટડી)ની વરણી
વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને શાકોત્સવનું આયોજન : ભારતના 137 મતપંથ અને સર્વસંપ્રદાયના સંતો એક મંચ પર ઉપસ્થિત રહેશે.
અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મસેના રાજકોટ દ્વારા દિનાંક 13-03-2022 ને રવિવારના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ (ફનવર્લ્ડ પાસે) વિરાટ ધર્મસંમેલન- શાકોત્સવ તેમજ હિન્દુ ધર્મ સેના લોન્ચીંગ તેમજ સી. આર. પાટિલના જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણીનું આયોજન રાખેલ છે. જેમાં ગુજરાતના સંતો-મહંતો, મહામંડલેશ્ર્વરોની હાજરી રહેશે.
આ સમગ્ર કાર્યક્રમ અમારી હિન્દુ ધર્મ સેના-રાજકોટ મહાનગરના નવનિયુક્ત પ્રમુખ એવા ડી. વી. રાણા (પિંટુભાઈ ખાટડી) તથા મહામંત્રી વિક્રમભાઈ શિયાળીયાને પદાધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ તેમજ સમગ્ર ટીમ આ પ્રોગ્રામનું સંચાલન કરશે.
- Advertisement -
જેમાં પ.પૂ. આચાર્ય અવિચલદાસજી મહારાજ (અ.ભા.સ.સ.) રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ. નૌતમસ્વામીજી (અ.ભા.સ.સ.) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ- વડતાલ વિશેષ ઉપસ્થિતિ સી. આર. પાટિલની હોય જેમાં સી.આર. પાટિલના 67માં જન્મદિવસ નિમિત્તે સવિશેષ હાજર રહી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરશે. માજીમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશે. જેમાં સંતો સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતીજી (રાષ્ટ્રીય મહામંત્રી અ.ભા.સ.સ.), ભરવાડ સમાજના રામબાપુ (બાવળીયાળી), મુક્તાનંદબાપુ (ચાંપરડા), ધર્મભૂષણ સંત રાજેન્દ્રદાસબાપુ (નકલંગધામ તોરણીયા), સંત યતિબ્રહ્મદેવજી (મહંતશ્રી ગુરુદત્ત મઠ કુવાડવા), મહામંડલેશ્ર્વર 1008 નરેન્દ્રબાપુ (આપાગીગા ઓટલો ચોટીલા), મહામંડલેશ્ર્વર કનીરામબાપુ (રબારી સમાજ ધર્મગુરુ બુધરેજ), ભયલુબાપુ (વિસામણ બાપુની જગ્યા પાળીયાદ), મહંત ત્યાગી મનમોહનદાસજી (મહામંત્રી અ.ભા.સ.સ. રાજકોટ), મહંત મોહનદાસજી મહારાજ (સાંઈધામ મંદિર અ.ભા.સ.સ. ગુજરાત ઉપાધ્યક્ષ), મહામંડલેશ્ર્વર 1008 મહંત રમજુબાપુ (નવાસાંગણા), મહંત રામચંદ્રદાસજી મહારાજ (ભાવનગર, ડાકોર), મહંત વિજયબાપુ (સતાધાર) હિન્દુ ધર્મના લોકોને સંગઠીત કરવા, રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, ગૌગંગા રક્ષા તથા સંસ્કૃતિ પરંપરાને જીવંત કરવા સમગ્ર ગુજરાતમાં સંતો દ્વારા આવા જનજાગરણરૂપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતના 137 મત પંથ અને સંપ્રદાયના સંતો-મહંતો એક મંચ પર બિરાજમાન થઈ રહ્યા છે.
આ સમગ્ર કાર્યક્રમ માધવપ્રિય સ્વામી (સંરક્ષક હિન્દુ ધર્મસેના ગુજરાત પ્રદેશ), ભક્તિસ્વામી (અ.ભા.સ.સ. રાજકોટ જિલ્લા પ્રમુખ), તથા શ્યામસુંદર સ્વામી ભોજપરા દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડી રહ્યા છે. આ વિરાટ ધર્મસંમેલન, શાકોત્સવ તેમજ સી. આર. પાટિલના જન્મોત્સવમાં પધારવા અઢારેય વરણના ધર્મપ્રેમી લોકોને લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.
‘હિન્દુ ધર્મ સેના’નો ઉદ્દેશ્ય રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, ગંગારક્ષા અને ગૌરક્ષા
કાર્યક્રમમાં સી.આર. પાટીલના જન્મદિવસની ઉજવણી કરાશે
- Advertisement -
‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે આવેલા ભક્તિસ્વામી તથા માધવપ્રિયસ્વામીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ સેનાનાં મુખ્ય ચાર ઉદ્દેશ્ય છે – જેમાં રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, ગંગારક્ષા અને ગૌરક્ષાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મનાં તમામ જ્ઞાતિ, જાતિ અને સંપ્રદાયનાં લોકો સંગઠિત થાય એવી અમારી નેમ છે. આ તકે સી.આર. પાટીલના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવશે. આમ તો તેમનો જન્મદિવસ 16 તારીખે છે પરંતુ આ કાર્યક્રમમાં 13 તારીખે જ તેમનાં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.


