ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે દેશભરમાં તાપમાનમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે. આગામી દિવસોમાં પારો 40ઓઈ થી 42ઓઈ ને પાર કરી શકે છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ’લૂ’ (ઇંયફિૂંફદય) ની સ્થિતિ સર્જાશે. બુધવારે મહારાષ્ટ્રના અકોલા અને કર્ણાટકના કલબુર્ગીમાં દેશનું સૌથી વધુ 44ઓઈ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે દેશના વિવિધ હિસ્સાઓ માટે ચેતવણી જાહેર કરી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર (વિદર્ભ), ઉત્તર કર્ણાટક, છત્તીસગઢ અને તેલંગાણામાં આ અઠવાડિયે કાળઝાળ ગરમી અને લૂ ચાલશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટીય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને કેરળમાં ગરમીની સાથે અસહ્ય બફારો લોકોને પરેશાન કરશે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં 18 એપ્રિલ સુધી તાપમાનમાં 3-4ઓઈ અને મધ્ય ભારતમાં 20 એપ્રિલ સુધી 2-3ઓઈ નો વધારો જોવા મળી શકે છે. દિલ્હીમાં પારો 42ઓઈ સુધી પહોંચવાની ધારણા છે.
પહાડી વિસ્તારો માટે થોડા રાહતના સમાચાર છે. 16 એપ્રિલની રાતથી એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ: 16 થી 19 એપ્રિલ વચ્ચે મધ્યમ વરસાદની શક્યતા છે. હિમાચલ અને ઉત્તરાખંડ: 17 એપ્રિલના રોજ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, આની અસર મેદાની વિસ્તારોના તાપમાન પર ખાસ જોવા નહીં મળે. માત્ર ઉત્તર કે મધ્ય ભારત જ નહીં, પરંતુ ઉત્તર-પૂર્વ ભારતમાં પણ 16 એપ્રિલથી ગરમીનો પારો ચઢશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ આખું અઠવાડિયું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહેવાની શક્યતા છે.
બિહારમાં પણ આંધી-વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 18 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 50 થી 70 કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે 72 કલાક સુધી ભારે પવન સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે. વીજળી પડવાની સાથે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે.
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. રાજસ્થાનના અનેક હિસ્સામાં છેલ્લા બે દિવસમાં થયેલા વરસાદ-કરાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડમાં કેટલીક જગ્યાએ કરા, વરસાદની શક્યતા છે.
આ દરમિયાન હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક જિલ્લામાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.



