By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રાઝિલમાં ભારે તોફાન બાદ 79 ફૂટની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી રેપ્લિકા તૂટી, વીડિયો થયો વાયરલ
    3 minutes ago
    ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે સેન્ટ્રલ મેક્સિકોમાં નાનું પ્લેન ક્રેશ થતાં 7નાં મોત, 130નું રેસ્ક્યું
    1 hour ago
    બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
    23 hours ago
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    4 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યોજનાઓના નામ બદલવા અંગે તથા MGNREGA મુદ્દે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને કર્યા આકરા પ્રહારો
    13 minutes ago
    ગુજરાતીઓને કાઠિયાવાડી, મેહોણી, કચ્છી, આદીવાસી જેવી સ્થાનિક ભાષામાં 10 સેક્ધડમાં જવાબ મળશે!
    22 hours ago
    લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસનો અંતિમ દિવસ: દિલ્હીમાં સન્માન
    22 hours ago
    100થી વધુ નકલી કંપની બનાવી 1000 કરોડની સાયબર છેતરપિંડી
    22 hours ago
    પિતાએ 5 બાળકો સાથે ગળે ફાંસો ખાધો, 4નાં મોત
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલી અને રોહિત શર્મા ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં જોવા મળશે
    45 minutes ago
    ભારતે ત્રીજી ઝ20ઈં 7 વિકેટથી જીતી: ટીમે 2-1ની લીડ લીધી, અભિષેક-ગિલની ફિફ્ટીની ભાગીદારી
    22 hours ago
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    3 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    3 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    4 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 week ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત HCમાં સુનાવણી, જાણો શું છે સમગ્ર મામલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત HCમાં સુનાવણી, જાણો શું છે સમગ્ર મામલો
ખાસ-ખબરગુજરાત

રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત HCમાં સુનાવણી, જાણો શું છે સમગ્ર મામલો

Khaskhabar Editor
Last updated: 2023/04/29 at 10:15 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

આજે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. રાહુલ ગાંધીએ સુરત કોર્ટના હુકમને પડકારતા સજા મોકૂફી મામલે અરજી કરી છે.

ગુજરાત હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. મહત્વનું છે કે, આ પહેલા સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકતી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ ગીતા ગોપીએ ‘નોટ બિફોર મી’ એટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો હતો.

- Advertisement -

શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?” જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.

20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી
જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.

વકીલે કહ્યું હતું કે, સેશન્સ કોર્ટના નિર્ણય સામે તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે
આ દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી છે. આ સજાના આધારે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું. હવે સેશન્સ કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે માંગ્યો હતો. રાહુલ પાસે હવે બચવાનો એક જ રસ્તો બચ્યો છે. સેશન્સ કોર્ટના નિર્ણય સામે તે હાઈકોર્ટમાં જઈ શકે છે. જો હાઈકોર્ટ દ્વારા પણ તેમની અરજી ફગાવી દેવામાં આવે તો તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

- Advertisement -

ગુજરાત હાઈકોર્ટમાં કરી છે અરજી
જે બાદ રાહુલ ગાંધીએ સુરત કોર્ટના હુકમને પડકારતા સજા મોકૂફી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

You Might Also Like

રાજકોટ બાર એસો. ચૂંટણીમાં ‘સમરસ પેનલ’ને બ્રહ્મ અને પાટીદાર વકીલોનું જંગી સમર્થન

અણીયારા ગામે તુવેર વચ્ચે થતું ગાંજાનું વાવેતર ઝડપાયું : 1.11 કરોડના 223 કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ

લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો

આજથી રાજકોટમાં વિશ્ર્વની પ્રથમ જલકથા: વર્લ્ડ રેકોર્ડમાં મળશે સ્થાન

ટ્રક-પિકઅપ વચ્ચે અકસ્માત થતાં જ બ્લાસ્ટ: મહિલા-પુરુષ જીવતા સળગ્યાં, મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ

TAGGED: application, GUJARATHIGHCOURT, PELA, rahulgandhi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 30 રાજકોટિયન્સની વતન વાપસી
Next Article ‘…તો હું પણ મહારાષ્ટ્રના CM બનવા તૈયાર’, કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેનું મોટું નિવેદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં ભારે તોફાન બાદ 79 ફૂટની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી રેપ્લિકા તૂટી, વીડિયો થયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
યોજનાઓના નામ બદલવા અંગે તથા MGNREGA મુદ્દે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને કર્યા આકરા પ્રહારો
Appleની નવી સુવિધા મેક સ્ક્રીનને સ્માર્ટ રિંગ લાઇટમાં ફેરવે છે
2026માં જાણો કઈ કઈ રાશિના જાતકોને થશે લાભ
વિરાટ કોહલી અને રોહિત શર્મા ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં જોવા મળશે
ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે સેન્ટ્રલ મેક્સિકોમાં નાનું પ્લેન ક્રેશ થતાં 7નાં મોત, 130નું રેસ્ક્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ બાર એસો. ચૂંટણીમાં ‘સમરસ પેનલ’ને બ્રહ્મ અને પાટીદાર વકીલોનું જંગી સમર્થન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

અણીયારા ગામે તુવેર વચ્ચે થતું ગાંજાનું વાવેતર ઝડપાયું : 1.11 કરોડના 223 કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?