By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    17 hours ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    19 hours ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    19 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    20 hours ago
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    17 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    17 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    17 hours ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    17 hours ago
    181 દિવસ પછી ખુલ્યાં કેદારનાથ ધામનાં કપાટ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    17 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    7 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજથી ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > આજથી ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ
સુરેન્દ્રનગર

આજથી ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2024/09/06 at 5:09 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

મેળામાં પહેલીવાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે

તરણેતરના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન

- Advertisement -

ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે તરણેતરનો મેળો, શ્રેષ્ઠ ઓલાદના પશુઓનો મેળો આકર્ષણનું કેન્દ્ર છે

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં યોજાતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. લોકવાયકા મુજબ, દ્રૌપદી સ્વયંવર સમયે તરણેતર સ્થિત ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અર્જુને જલકુંડમાં માત્ર માછલીનું પ્રતિબિંબ જોઈને મત્સ્યવેધ કર્યો હતો અને દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા. તેથી આ ભૂમિને પાંચાળ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ જલકુંડમાં સ્નાન કરવાનું ધાર્મિક મહત્વ પણ છે. એક માન્યતા અનુસાર, ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીએ અહીં ગંગા મૈયાનું અવતરણ થાય છે. પૌરાણિક કથા અનુસાર અહીં પ્રાચીનકાળથી તરણેતર મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓ જેમ કે, ભરવાડ, આહિર, રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો તેમના પરંપરાગત પોશાકમાં તરણેતરના મેળામાં ભાગ લે છે. રંગબેરંગી ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભાતભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં ફરતા જોવા મળે છે. તો છોકરીઓ રંગબેરંગી ઘેરવાળી ચણિયાચોળીમાં જોવા મળે છે. ગરબા અને દાંડિયા રમતી યુવતીઓને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. આ મેળામાં યુવકોને આકર્ષક છત્રી નૃત્ય કરતા જોવા એ પણ અનેરો લ્હાવો છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તરણેતરમાં પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગીર અને કાંકરેજ વર્ગની ગાય, જાફરાબાદી અને બન્ની જાતિની ભેંસ વગેરેનું પ્રદર્શન કરવામાં આવે છે અને સારી ઓલાદના પશુ માટે સ્પર્ધા યોજવામાં આવે છે. વિજેતા પશુને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પશુમેળાના આયોજનનો ઉદ્દેશ સારી ઓલાદના પશુઓના પાલનને પ્રોત્સાહન આપવાનો છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ખેલ પ્રતિભાઓને ઓળખીને તેને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ કાર્યરત છે અને આ માટે વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. આમાં તરણેતરના મેળામાં યોજાતા ગ્રામીણ ઓલિમ્પિકનું પણ મહત્વ છે. તેના અંતર્ગત મેળામાં વિવિધ વયજૂથના શાળાના બાળકો માટે 100 મીટર, 200 મીટર, 800 મીટર દોડ, લાંબી કૂદ, દોરડા કૂદ અને લંગડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. દોડ ઉપરાંત, યુવાનો માટે ગોળા ફેંક, લાંબી કૂદ, 4ડ્ઢ100 મીટર રિલે દોડ, નાળિયેર ફેંક, કુસ્તી, વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, સ્ટ્રોંગેસ્ટ મેન, સાતોડી (નારગોલ) અને ખાંડના લાડવા ખાવાની હરીફાઈનું આયોજન કરવામાં આવશે. આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

- Advertisement -

તરણેતરના મેળામાં પહેલી વાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, લોક કલા અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે 24 વિવિધ પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં વેશભૂષા, છત્રીની સજાવટ, પરંપરાગત ભરતકામ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક-ડમરુ ગાયન, વાંસળી, ભવાઈ, શહેરી અને ગ્રામીણ રાસ, હુડો રાસ, લોકનૃત્ય, શહેનાઈ અને સોલો ડાન્સ જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે.

તરણેતરના મેળામાં રાજકોટ એસટી વિભાગની એક્સ્ટ્રા 100 બસો દોડશે

6 સપ્ટેમ્બરના તરણેતર ખાતે વિશ્વ પ્રસિઘ્ધ ચાર દિવસીય મેળાની શરૂઆત થનાર છે. આ મેળામાં દેશ-વિદેશથી લાખો સહેલાણીઓ અને શ્રઘ્ધાળુ ઉમટી પડશે આથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા આ મેળામાં જવા આવવા માટે એકસ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરાયું છે. રાજકોટ એસ.ટી.નાં વિભાગીય નિયામક જે.બી.કલોતરાનાં જણાવ્યા મુજબ આવતીકાલથી તા.9 સુધી રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 100 એકસ્ટ્રા બસો તરણેતરના મેળા માટે દોડાવવામાં આવનાર છે. રાજકોટ બસપોર્ટ ઉપરાંત ચોટીલા, સુરેન્દ્રનગર, થાન અને હળવદ ડેપો ખાતેથી પણ તરણેતર સ્પેશ્યલ મેળાની બસો દોડાવવામાં આવશે.

You Might Also Like

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ

લખતરના સદાદ ગામે ગેરકાયદે રેતીના વૉશ પ્લાન્ટ પર કાર્યવાહીમાં ઢીલી નીતિ

ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો

પાટડીના સેડલા ગામે વિદેશી દારૂ સહિત રૂ. 1.01 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા

TAGGED: SURENDRANAGAR, Swimmer s Fair, Taranetar Lok Mela
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાયલા તાલુકામાં અતિ ભારે વરસાદને લીધે પાક નુકસાની બાદ ખેડૂતોની દયનિય સ્થિતિ
Next Article ધ્રાંગધ્રામાં કરોડોના ખર્ચે નિર્માણ થયેલ એસ.ટી બસ સ્ટેન્ડ સુવિધાનો અભાવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ
રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ
પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું
આચારસંહિતા ‘કાગળ પર…’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સુરેન્દ્રનગર

લખતરના સદાદ ગામે ગેરકાયદે રેતીના વૉશ પ્લાન્ટ પર કાર્યવાહીમાં ઢીલી નીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?