By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    12 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    14 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    14 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    5 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    14 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    14 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે
ગુજરાત

ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે

Khaskhabar Editor
Last updated: 2026/03/11 at 4:40 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

કચ્છના ખાવડા ખાતે વિશ્ર્વનો સૌથી મોટો 37,350 મેગાવોટ ક્ષમતાવાળો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસિત થઈ રહ્યો છે

ગુજરાતમાં 11.44 લાખથી વધુ ઘરો પર રુફટોપ સોલાર છે જે 6.5 ગીગાવોટથી વધુ ક્ષમતા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને યાત્રાધામોને ગ્રીન એન્ડ સેફ ઝોન તરીકે વિકસાવાશે, ખેડૂતોને એક શિફ્ટમાં દિવસે વીજળી આપવામાં આવશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.11

ગુજરાત સરકાર ઊર્જા સુરક્ષા અને ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશને નેતૃત્વ આપવાના દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહી છે. રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની રિન્યુએબલ એનર્જી (છઊ), ગ્રીન હાઈડ્રોજન અને પમ્પ્ડ સ્ટોરેજની ત્રિવેણી દેશ માટે ગ્રોથ એન્જિન સાબિત થશે અને ઊર્જા સુરક્ષાના સંકલ્પને સાકાર કરશે.
રાજ્ય સરકારની ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે વર્ષ 2026-27માં રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સૂર્ય ઊર્જાની ઉપલબ્ધતા વધતા હવે બે શિફ્ટના બદલે સવારે 7થી સાંજે 5 દરમિયાન એક જ શિફ્ટમાં ખેડૂતોને આઠ કલાક દિવસ દરમિયાન વીજળી આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આદિજાતિ, સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં કૃષિ માટે નવા વીજ જોડાણો આપવા રૂ. 1,166.31 કરોડની જોગવાઈ સાથે 68,195 નવા જોડાણો આપવામાં આવશે. ગરીબ અને નબળા વર્ગના લાભાર્થીઓને રૂ. 22.43 કરોડના ખર્ચે 36,795 નવા ઘરવપરાશના વીજ જોડાણો પણ અપાશે. ધાર્મિક સ્થળો, પર્યટન વિસ્તારો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વીજ સુરક્ષા વધારવા માટે અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક યોજના અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ 2025-26માં રૂ. 74.60 કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે વર્ષ 2026-27 માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત અને તોફાની પવનો દરમિયાન વીજ પુરવઠો અવિરત રહે તે માટે ઓવરહેડ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરવા પણ રૂ. 100 કરોડ ફાળવાયા છે.
રાજ્યના યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે તે માટે વર્ષ 2026-27માં નવી યોજના રૂપે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત યાત્રાધામોને ગ્રીન એન્ડ સેફ ઝોન તરીકે વિકસાવવામાં આવશે. શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠાની ગુણવત્તા વધારવા અને શહેરોની સુંદરતા જાળવવા માટે ગુજરાત વાયર ફ્રી સિટી મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત 66 ઊંટ, 11 ઊંટ અને કઝ જેવી ઓવરહેડ લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરવામાં આવશે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને તબક્કાવાર વાયર ફ્રી સિટીમાં રૂપાંતરિત કરવા માટે રૂ. 500 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. દેશની આઝાદીના 100 વર્ષ પૂરા થાય તે વર્ષે એટલે કે 2047 સુધીમાં ગુજરાતમાં 187 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઈન્ટિગ્રેશનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સાથે સાથે 10,000 મેગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી સ્થાપિત કરવાની યોજના છે. રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બની રહ્યું છે. વર્ષ 2001માં માત્ર 165 મેગાવોટ રહેલી રિન્યુએબલ ક્ષમતા આજે વધીને 43,997 મેગાવોટ સુધી પહોંચી છે. કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો 37,350 મેગાવોટ ક્ષમતાવાળો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસિત થઈ રહ્યો છે, જેમાંથી 13,000 મેગાવોટ ક્ષમતાના પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં હાલમાં 11.44 લાખથી વધુ ઘરો પર રુફટોપ સોલાર સ્થાપિત થયેલા છે, જે કુલ 6.5 ગીગાવોટથી વધુ ક્ષમતા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

58 બોર્ડર આઉટ પોસ્ટને અવિરત વીજ પુરવઠો અપાશે
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં પણ વીજ માળખું મજબૂત બનાવવામાં આવશે. 11 ઊંટ ડકઙઊ કેબલ નેટવર્ક દ્વારા 58 બોર્ડર આઉટ પોસ્ટને અવિરત વીજ પુરવઠો આપવા માટે રૂ. 100 કરોડ ફાળવાયા છે. આ યોજના હેઠળ ભુજ અને અંજાર સર્કલના ખાવડા, દયાપર અને બાલાસર સબ-ડિવિઝનમાં 322.78 સર્કિટ કિલોમીટરનું વીજ નેટવર્ક સ્થાપિત કરાશે.
900 નવા સબસ્ટેશન અને 50,000 સર્કિટ કિમી નવી ટ્રાન્સમિશન લાઈનો ઉભી કરાશે
રાજ્ય સરકારે વર્ષ 2030 સુધીમાં ગુજરાતને 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાવાળું રાજ્ય બનાવવા લક્ષ્ય નક્કી કર્યું છે, જે દેશની કુલ સ્થાપિત ક્ષમતાના આશરે 20 ટકા હશે. આ માટે 900 નવા સબસ્ટેશન અને 50,000 સર્કિટ કિમી નવી ટ્રાન્સમિશન લાઈનો ઉભી કરવામાં આવશે. ઉપરાંત 500 મેગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી અને 11 ગીગાવોટ એનર્જી સ્ટોરેજ ક્ષમતા ઊભી કરાશે. રાજ્યની 75મી વર્ષગાંઠ સુધીમાં ગુજરાતને ગ્લોબલ ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્ષ 2035 સુધીમાં ગુજરાતમાં દર વર્ષે આશરે 3 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની યોજના છે. આ ઉપરાંત 75 પમ્પ સ્ટોરેજ યુનિટ સ્થાપિત કરીને 75 ૠઠવ ઊર્જા સંગ્રહ ક્ષમતા ઉભી કરવામાં આવશે.
છેલ્લા 25 વર્ષમાં ગુજરાતે ઊર્જા ક્ષેત્રે ઐતિહાસિક વિકાસ નોંધાવ્યો છે
વર્ષ 2001માં કુલ 71 લાખ વીજ જોડાણ હતા, જે 2025માં વધીને 1.84 કરોડથી વધુ થયા છે.
કુલ વીજ વપરાશ 31,960 મિલિયન યુનિટથી વધીને 1,14,013 મિલિયન યુનિટ થયો છે.
કૃષિ ક્ષેત્રે વીજ જોડાણો 5.8 લાખથી વધીને 21 લાખથી વધુ થયા છે.
ઉદ્યોગ ક્ષેત્રે વીજ વપરાશ 6,195 મિલિયન યુનિટથી વધીને 52,410 મિલિયન યુનિટ થયો છે.

- Advertisement -

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે

ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં રૂ.3707 કરોડના સાયબર ફ્રોડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
Next Article 2029 સુધીમાં ગુજરાત બનશે ‘રેલવે ફાટકમુક્ત રાજ્ય’: 367માંથી 130 ફાટક પર બ્રિજનું કામ પૂર્ણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?