ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણીની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણીની પસંદગી કરવામાં આવી છે. ત્યારે સોનિયાબેન ગોકાણી મૂળ જામનગરના વતની છે. ત્યારે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં અનેક સીમા ચિન્હરૂપ ચૂકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે. ત્યારે 24 મી ફેબ્રુઆરી સુધી જ એટલે કે 15 દિવસ સુધી જ તેઓ ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે. 24 મી ફેબ્રુઆરીએ વય મર્યાદાના કારણે સોનિયા ગોકાણી નિવૃત થશે.
- Advertisement -
એક- બે દિવસમાં તેઓ વિધિવત રીતે ચાર્જ સંભાળશે
અમદાવાદ હાઈકોર્ટમાં હાલ મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા અરવિંદ કુમારની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ તરીકે નિમણૂંક કરવા માટે કોલેજીયમે ભલામણ કરી છે. ત્યારે અરવિંદ કુમારની સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવે તે ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી ન રહે તે માટે હાઈકોર્ટમાં જ સીનીયર જજ તરીકે ફરજ બજાવતા સોનિયાબેન ગોકાણીની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે એક-બે દિવસમાં તેઓ વિધિવત રીતે ચાર્જ સંભાળશે.