રાજકોટમાં તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું હતુ, પરિણામ જાહેર થતાં ભાજપનો ભગવો લહેરાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રંગીલા રાજકોટને ભગવો રંગ લાગ્યો છે. રાજકોટની તમામ આઠ બેઠક ઉપર કેસરીયો લહેરાયો છે. રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચીમ, રાજકોટ ગ્રામીણ, જસદણ, કુંવરજી બાવળિયા, ગોંડલ અને જેતપુરમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. રાજકોટમાં તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું હતું. જોકે આજે પરિણામ જાહેર થતાં ભાજપનો ભગવો લહેરાયો છે.
- Advertisement -
બેઠક વિજેતા ઉમેદવાર પાર્ટી
રાજકોટ ઇસ્ટ-68 ઉદય કાનગડ ભાજપ
રાજકોટ વેસ્ટ-69 દર્શિતા શાહ ભાજપ
રાજકોટ સાઉથ-70 રમેશ ટિલાળા ભાજપ
રાજકોટ રૂરલ(sc)-71 ભાનુ બાબરિયા ભાજપ
જસદણ-72 કુંવરજી બાવળિયા ભાજપ
ગોંડલ-73 ગીતાબા જાડેજા ભાજપ
જેતપુર-74 જયેશ રાદડિયા ભાજપ
ધોરાજી-7 મહેન્દ્ર પાડલિયા ભાજપ
રાજકોટની તમામ બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ, રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા, રાજકોટ પશ્ચીમ બેઠક પર દર્શિત શાહ અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાણું બાબરિયાનો વિજય થયો છે. મહત્વનું છે કે, રાજકોટ શહેરની દક્ષિણ બેઠક માટે ખોડલધામના નરેશ પટેલે રમેશ ટીલાળા માટે લોબિંગ શરૂ કર્યું હતું. આ સાથે જસદણ બેઠક ઉપર ભાજપના કુંવરજી બાવળિયાની જીત થઈ છે. તો ગોંડલ બેઠક ઉપર ગીતાબા જાડેજા, જેતપુરમાં જયેશ રાદડીયા અને ધોરાજી બેઠક પર મહેન્દ્ર પાડલિયાની જીત થઈ છે.