By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 day ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    2 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    2 days ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    1 day ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    1 day ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    1 day ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    1 day ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    6 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો
રાજકોટ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

Khaskhabar Editor
Last updated: 2026/06/08 at 4:41 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

1300થી વધુ વાહનચાલકો પર કરાયેલા સંશોધનમાં ટ્રાફિકની ગંભીર માનસિક અસરો બહાર આવી

સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રો. યોગેશ જોગસણ અને ડો. ધારા દોશીના માર્ગદર્શન હેઠળ ઉન્નતી દેસાઈ, રિંકલ વિંઝુડા, ગડારા બંસી અને નેહા બેડીયા દ્વારા સર્વેક્ષણ 

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રો. યોગેશ જોગસણ અને ડો. ધારા દોશીના માર્ગદર્શન હેઠળ સંશોધક ટીમ ઉન્નતી દેસાઈ, રિંકલ વિંઝુડા, ગડારા બંસી અને નેહા બેડીયા દ્વારા સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં એક અત્યંત મહત્વપૂર્ણ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ સંશોધન ટ્રાફિક સિગ્નલ પરના પ્રતીક્ષા સમય અને વાહનચાલકોની બેદરકારીની તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોને ઉજાગર કરે છે. પ્રશ્નાવલી, ક્ષેત્રીય નિરીક્ષણ અને ઇન્ટરવ્યૂ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ટીમ દ્વારા સૌરાષ્ટ્રના પ્રમુખ શહેરોના 1300 થી વધુ વાહનચાલકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ દર્શાવે છે કે બદલાતી જીવનશૈલી વચ્ચે રસ્તાઓ પર વધતી અધીરાઈ માનવ સ્વાસ્થ્ય માટે ’ધીમું ઝેર’ સાબિત થઈ રહી છે. સર્વેક્ષણ દરમિયાન વાહનચાલકોની માનસિક સ્થિતિને સમજવા માટે મુખ્ય ચાર પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા, જેના પરિણામો ચોંકાવનારા છે. જ્યારે વાહનચાલકોને પૂછવામાં આવ્યું કે સિગ્નલ પર 30 સેક્ધડથી વધુનો વેઇટિંગ ટાઈમ હોય ત્યારે તમારી માનસિક સ્થિતિ કેવી હોય છે, ત્યારે 65% લોકોએ સ્વીકાર્યું કે તેઓ તીવ્ર અધીરાઈ અનુભવે છે અને વારંવાર ઘડિયાળ કે સિગ્નલના ટાઈમર સામે જુએ છે. આ ઉપરાંત, સમયસર ન પહોંચવાના ડરથી 22% લોકોમાં હૃદયના ધબકારા વધવા અને પરસેવો વળવા જેવા ચિહ્નો જોવા મળ્યા હતા, જ્યારે માત્ર 13% લોકો જ આવી સ્થિતિમાં શાંત રહી શકતા હતા. કાઠિયાવાડી સ્વભાવની સહજતા ટ્રાફિક સિગ્નલ પર આવતા જ એક અજંપામાં બદલાઈ જતી આ આંકડાઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.
આ અધીરાઈની વચ્ચે જ્યારે સિગ્નલ પર પાછળનું વાહન ગ્રીન લાઈટ થતા પહેલાં જ સતત હોર્ન વગાડે, ત્યારે કેવો અનુભવ થાય છે તેવા બીજા પ્રશ્નના જવાબમાં સૌરાષ્ટ્રના ’બિનજરૂરી હોર્ન કલ્ચર’ની વરવી વાસ્તવિકતા બહાર આવી હતી. 74% વાહનચાલકોએ જણાવ્યું કે આનાથી તેમને તીવ્ર ગુસ્સો આવે છે અને ઘણીવાર તેઓ પાછળના ચાલક સાથે દલીલમાં ઉતરી પડે છે. જ્યારે 18% લોકોએ એવું સ્વીકાર્યું કે અચાનક થતા આવા તીવ્ર અવાજથી તેમનું માથું દુખવા લાગે છે અથવા માનસિક સંતુલન બગડે છે, જે રસ્તા પર તાત્કાલિક અશાંતિ ઊભી કરે છે.
આ ગુસ્સો આગળ જતાં હિંસક સ્વરૂપ લે છે કે નહીં તે જાણવા માટે જ્યારે ત્રીજો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે શું તમે ટ્રાફિક જામ અથવા કોઈની ખોટી ઓવરટેક કરવાની આદતના કારણે ક્યારેય રસ્તા પર ઝઘડો કર્યો છે અથવા અપશબ્દો બોલ્યા છો, ત્યારે રોડ રેજની બાબતમાં મોટો જાતિગત તફાવત જોવા મળ્યો હતો. 54% પુરુષ વાહનચાલકોએ સ્વીકાર્યું કે તેઓ અવારનવાર રોડ રેજનો ભોગ બને છે, ગુસ્સામાં બૂમો પાડે છે કે ઝઘડા પર ઉતરી આવે છે. તેનાથી વિપરીત, 40% સ્ત્રી વાહનચાલકોએ જણાવ્યું કે આવી સ્થિતિમાં તેઓ ઝઘડવાને બદલે ભારે માનસિક તણાવ, ડર અને ચિંતાનો અનુભવ કરે છે, જે સાબિત કરે છે કે પુરુષોમાં અહમ અને ગુસ્સો રસ્તા પર વધુ પ્રગટ થાય છે. ટ્રાફિકની આ નકારાત્મક અસરો માત્ર રસ્તા પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ જ્યારે ચોથા પ્રશ્ન તરીકે પૂછવામાં આવ્યું કે લાંબા ટ્રાફિકમાંથી પસાર થઈને જ્યારે તમે ઘર કે ઓફિસે પહોંચો છો, ત્યારે તમારા કાર્ય અને સ્વભાવ પર શું અસર થાય છે, ત્યારે એ જાણવા મળ્યું કે ટ્રાફિકનો તણાવ ગંતવ્ય સ્થાન સુધી પીછો કરે છે. 80% લોકોએ નોંધ્યું કે ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી પણ આગામી 31 થી 45 મિનિટ સુધી તેઓ માનસિક થાક અનુભવે છે અને નાના કામમાં પણ ચિડચિડાઈ જાય છે.
વળી, 62% લોકોની એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં ટ્રાફિકના માનસિક બોજને કારણે મોટો ઘટાડો થતો જોવા મળ્યો હતો, જે તેમની રોજિંદી કાર્યક્ષમતા અને કૌટુંબિક શાંતિને પણ હણે છે.

શારીરિક સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો

- Advertisement -

હૃદય પર દબાણ: ટ્રાફિક દરમિયાન ડ્રાઇવરના હૃદયના ધબકારા સામાન્ય કરતા 15% થી 20% વધી જાય છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

શ્વસનતંત્રની બીમારીઓ: સિગ્નલ પર વાહન ચાલુ રાખવાના ધુમાડાથી અસ્થમા અને બ્રોન્કાઈટિસ જેવી ગંભીર સમસ્યાઓ થાય છે.

શ્રવણ શક્તિ નબળી પડવી: ઠઇંઘ અનુસાર સતત 85 ડેસિબલથી વધુ અવાજ (હોર્ન કલ્ચર) વચ્ચે રહેવાથી સાંભળવાની ક્ષમતા ઘટે છે.

ઊંઘની સમસ્યા: આવા લોકોમાં સામાન્ય નાગરિકો કરતા ડિપ્રેશન અને અનિદ્રાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

મનોવિજ્ઞાન ભવન દ્વારા સૂચવવામાં આવેલા સરળ ઉકેલો

1. નિયત સમય કરતા 15-20 મિનિટ વહેલા નીકળવાની આદત પાડો, જેથી મોડા પડવાનો ડર ન રહે.

2. વાહન ચલાવતી વખતે મનને શાંત રાખવા માટે હળવું સંગીત, ભજન કે કોઈ પ્રેરણાદાયી પોડકાસ્ટ સાંભળો.

3. બિનજરૂરી હોર્ન વગાડવાનું સંપૂર્ણપણે બંધ કરો અને જો સિગ્નલ લાંબો હોય તો વાહનનું એન્જિન ઓફ કરી દો.

4. ટ્રાફિકમાં અધીરાઈ આવે ત્યારે ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા કરો, જે ત્વરિત તણાવ મુક્ત કરી બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે.

આ સંશોધન સ્પષ્ટ કરે છે કે ટ્રાફિક નિયમોનું પાલન અને રસ્તા પર સંયમ એ માત્ર કાયદાકીય ફરજ નથી, પરંતુ આપણા પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય અમૃત છે.

You Might Also Like

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
Next Article રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?