By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    12 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    13 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    2 days ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 days ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    13 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    13 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    13 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    14 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શેર માર્કેટની શુભ શરૂઆત: સેન્સેક્સ 1750 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23000 ક્રોસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > શેર માર્કેટની શુભ શરૂઆત: સેન્સેક્સ 1750 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23000 ક્રોસ
બિઝનેસ

શેર માર્કેટની શુભ શરૂઆત: સેન્સેક્સ 1750 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23000 ક્રોસ

Khaskhabar Editor
Last updated: 2025/04/15 at 11:38 AM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

બેંક, ઓટો,આઈ.ટી, સ્ટીલ સહિત તમામ ક્ષેત્રોનાં શેરોમાં ઉછાળો : બીએસઈનું માર્કેટ કેપ ફરી 410 લાખ ડોલરને આંબી ગયુ

રેસીપ્રોકેટ ટેરિફ લાગુ કરવામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પીછેહઠ તથા 90 દિવસની મુદત આપવાના એલાનથી તેજીનો વળાંક લઈ લેનારા શેરબજાર આજે પણ ગ્રીનઝોનમાં ધમધમતું હતું સેન્સેકસમાં 1300 પોઈન્ટથી અધિકનો ઉછાળો નોંધાયો હેતો. માર્કેટ કેપ ફરી વખત 410 લાખ ડોલરને આંબી ગયુ હતું. શેરબજાર ત્રણ દિવસની લાંબી રજા બાદ આજે શરૂઆતથી જ તેજીનો ધમધમાટ હતો. માર્કેટ ગેપથી ખુલ્યુ હતું. હેવીવેઈટથી માંડીને મીડકેપ-સ્મોલકેપ સુધીનાં તમામ શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી તેજી આગળ ધપતી રહી હતી. વિદેશી નાણા સંસ્થાઓની જંગી વેચવાલીને ડીસ્કાઉન્ટ કરવામાં આવી હતી.

- Advertisement -

નિફ્ટી 23000 ક્રોસ

નિફ્ટી50એ આજે 2 ટકાથી વધુ ઉછાળો નોંધાવી 23000નું અત્યંત મહત્ત્વની ટેકાની સપાટી ક્રોસ કરી રોકાણકારોમાં તેજીની આશાનું કિરણ દિપાવ્યું છે. 10.30 વાગ્યે નિફ્ટી 483.05 પોઈન્ટ ઉછળી 23311.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 1590.24 પોઈન્ટના ઉછાળા સાથે 76747.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ

- Advertisement -
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3865 સ્ક્રિપ્સ પૈકી 3073 સુધારા તરફી અને 567 સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. 278 શેરમાં અપર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં સામેલ 30 સ્ક્રિપ્સ પૈકી 28માં 6 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે માત્ર નેસ્લે 0.04 ટકા અને હિન્દુસ્તાન યુનિલીવરનો શેર 0.67 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્સડઈન્ડ બેન્કનો શેર 6.28 ટકા, ટાટા મોટર્સ 4.70 ટકા, એલએન્ડટી 4.51 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.07 ટકા, અદાણી પોર્ટ્સ 3.96 ટકા ઉછાળા સાથે ટોપ 5 ગેનર રહ્યા છે.

સ્મોલકેપ અને મીડકેપમાં કમાણી

સ્મોલકેપ અને મીડકેપમાં પણ ઘણા સમય બાદ રોકાણકારોને કમાણી થતી જોવા મળી છે. આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1105 પોઈન્ટ અને મીડકેપ 779.68 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. સેમીકંડક્ટર ચીપ્સ પર ટેરિફ મુદ્દે આ સપ્તાહે ટ્રમ્પ નિર્ણય લેવાના છે, જેને ધ્યાનમાં રાખતાં ઓટો શેર્સમાં પણ તેજી જોવા મળી છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓટો 3.36 ટકા, રિયાલ્ટી 4.82 ટકા, કેપિટલ ગુડ્સ 3.23 ટકા, બેન્કિંગ 2.28 ટકા, ફાઈનાન્સિયલ 2.48 ટકા, ટેલિકોમ 2.12 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.

શેરબજારમાં ઉછાળાના કારણો

ટેરિફમાં 90 દિવસની રાહતથી અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર ઉકેલોની સંભાવના વધી

ટેરિફવૉરના કારણે અમેરિકામાં ફુગાવો વધવાની વકી સાથે ફેડ રિઝર્વનું હોકિશ વલણ

ડોલર ઈન્ડેક્સ બે વર્ષના તળિયે, યુએસ બોન્ડ માર્કેટ પણ કડડભૂસ થતાં વિદેશી રોકાણ વધવાની વકી

સ્થાનિક સ્તરે આરબીઆઈ દ્વારા ફુગાવો કાબૂમાં રહેવાની સાથે પોઝિટિવ અર્થતંત્રનો આશાવાદ

જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ભારત સહિતનાં દેશોને રેસિપ્રોકલ વચ્ચે ટ્રેડવોરનું જોખમ ઉભુ છે. આ સિવાય મંદીના ભણકારા સહિતના વિપરીત કારણોની અસર નથી. વૈશ્વિક ઘટનાક્રમથરી ભારતને આર્થિક લાભ થવાના આશાવાદથી શેરબજારનું મોરલ મજબુત બની ગયુ હતું. શેરબજારમાં આજે બેંક, ઓટોમોબાઈલ્સ, આઈટી, ટેલીકોમ, સ્ટીલ સહીતનાં ક્ષેત્રોનાં શેરોમાં ઉછાળો હતો. અદાણી પોર્ટ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડૂસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, મહિન્દ્રા, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, સહીતના શેરોમા ઉછાળો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ફરી 77000 ની સપાટી હાંસલ કરવા આગેકુચ કરી રહ્યો હોય તેમ આજે 1602 પોઈન્ટના ઉછાળાથી 76760 સાંપડયો હતો તે ઉંચામાં 76907 તથા નીચામાં 76435 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 480 પોઈન્ટના ઉછાળાથી 23312 હતો તે ઉંચામાં 23368 તથા નીચામાં 23368 હતો.. અમેરિકાનાં ટેરીફનાં કારણે ભારત સહીત દુનિયાભરના શેરબજારોમા કેટલાંક દિવસો સુધી હલચલ રહ્યા બાદ ફરી તેજીનો માર્ગ પકડાતા ઈન્વેસ્ટરોએ રાહતના શ્વાસ લીધા છે. બીએસઈનું માર્કેટ કેપીટલાઈઝેશન આજે ફરી 410 લાખ કરોડને આંબી ગયુ હતું.

You Might Also Like

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

TAGGED: nifty, sensex, stock market
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાલિતાણાના થોરાળી ગામે અકસ્માતમાં મૃત્યુ પામેલાં યુવકોના પરિવારને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી
Next Article 2024-25માં જેમ્બ-જવેલરીની નિકાસમાં 11.72 ટકાનો ઘટાડો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?