ગોંડલ
રાજકોટના રેલવે સ્ટેશન પાસે રહેતા પરપ્રાંતીય શ્રમિક નો છ વર્ષનો માસૂમ બાળક ગોંડલ નેશનલ હાઈવે પર બિનવારસી મળી આવતા શહેર પોલીસે તપાસ હાથ ધરી તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સિટી પોલીસ ને નેશનલ હાઈવે શ્રી હોટલ પાસેથી અનિલ જગદીશભાઈ પ્રસાદ ઉમર વર્ષ 6 રહે રાજકોટ રેલવે સ્ટેશન પાસે બિનવારસી હાલતમાં મળી આવતા સીટી પોલીસના એ.એસ.આઇ રીનાબેન માલવિયાએ તેના માતા-પિતાની શોધખોળ કરી હતી અને તેના માતા-પિતા રાજકોટ રેલવે સ્ટેશન પાસે મળી આવતા બાળકે તેના પિતાને ઓળખી બતાવતા પોલીસ દ્વારા બાળકનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો માસૂમ બાળકના પિતા જગદીશભાઈ પ્રસાદ રાજકોટ રેલવે સ્ટેશન પાસે રહી કડિયા કામ કરતા હોય માસુમ બાળક રમતા-રમતા અનાયાસે ગોંડલ પહોંચી જવા પામ્યો હતો પોલીસની તકેદારીથી માસુમ બાળકનું તેના પરિવારજનો સાથે મિલન થવા પામ્યું હતું