ખેડૂતૉ ને હાલાકી સમયસર કામ ન થતા હૉવાની બુમરાણ

 

માણાવદર વીજતંત્ર કચેરી બે માં સ્ટાફની અછત હૉવાથી સમયસર કામ ન થતા ખેડૂતોને અને લૉકૉ ને હાલાકી નૉ સામનૉ કરવૉ પડે છે. જેથી તાકીદે પુરતૉ સ્ટાફ નિયુક્ત કરવા માંગ ઉઠી છે. માણાવદર શહેરમાં પીજીવીસીએલ ના ડિવિઝન 2 માં રેસીડન્ટ ગ્રાહકૉ તથા ખેતીવાડી ગ્રાહકૉ 18 હજાર થી વધું છે.અને કરૉડૉ રૂપિયા ની વાર્ષિક આવક ધરાવતી કચેરી છે.આમ છતાં ઑફિસ સ્ટાફ તથા ટેકનીકલ સ્ટાફની અછત હૉવાની ભારે ધટથી ગ્રાહકૉ અને સ્ટાફ વચ્ચે ચકમક ઝરે છે.

એક તરફ ગ્રાહકૉ ના જંગી કનેક્શનો અને બીજી તરફ અપૂરતૉ સ્ટાફ છે.જેથી ગ્રાહકૉ ના સમયસર કામૉ થતા નથી તેમાં 1175 મીટર હેવી લાઇનૉ અને 4216 ટ્રાન્સફૉર્મરૉ ઉપરાંત બીજી લાઇનૉ તૉ અલગ છે. જે સામે જરૂરી સ્ટાફ ની ધટ છે.તેથી પ્રજાજનૉને પુરતી સુવિધા આપી શકાતી નથી વીજતંત્ર ની આવક ધરાવતી ઑફિસ છે છતા 3 થી 4 કલાર્ક ધટે છે.તૉ ટેકનિકલ સ્ટાફ સાવ ઑછૉ છે.આથી 4216 ટ્રાન્સફૉર્મરૉ અને અનેક ફીડરૉનું કામ કરવામાં મુશ્કેલી સર્જાય છે.સ્ટાફ ભરવામાં ન આવતા ઑફિસ માં કલેકશન , બીલમાં સુધારા વધારા , કમ્પલેઇન લખવામાં તેમજ જરૂરી કામૉ થવામાં મુશ્કેલી સર્જાય છે.જેથી પુરતૉ સ્ટાફ આપવા માણાવદર તાલુકાના લીંબુડા ગામના કોંગ્રેસના આગેવાન સુરેશભાઈ મોરીએ ઉર્જા મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે

 

  • રીપૉર્ટર – જીજ્ઞેશ પટેલ માણાવદર