અરવલ્લી જીલ્લાના સાઠંબા ગામે આવેલ નવીનગરી વિસ્તારમાં એક કસાઈ અને દેવિપુજક પરિવાર વચ્ચે હાડકાં તથા પીંછાં જાહેરમાં કેમ નાખો છો તેમ કહેતાં કસાઈ દ્વારા દેવિપુજક પરીવાર પર ઘાતક હુમલા સાથે મારામારી કર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સાઠંબા નગરમાં નવીનગરીના આ જ વિસ્તારમાં થોડાક મહિનાઓ પહેલા ગાયની હત્યા કરી તેનું માંસના વેપારની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ ચોપડે ગુનો દાખલ થયેલ છે. ત્યારે ફરી પાછી આજ વિસ્તારમાં ગેરકાયદે કતલખાનાઓ સાથે સંકળાયેલી મારામારીની ઘટના સામે આવી છે. નવીનગરી સાઠંબાના રહીશ કિશન નારણભાઈ વાઘેલા (દેવીપૂજક) સાઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ, નવીનગરી વિસ્તારમાં કસાઈ મહેબુબમિયાં શેખ નામનો શખ્સ મરઘી મટનનો વેપાર કરતો હોય મરઘીના પીંછાં, હાડકાં વિગેરે કચરો જાહેરમાં અમારા ઘરની આસપાસ નાખતો હોય અમો ફરિયાદીના પરિવારે આમ ગંદકી કેમ કરો છો તેમ કહેતાં કસાઈના પરિવાર દ્વારા સાગમટે એક થઈ અમો ફરિયાદીના પરિવારની મહિલાઓ સહિત તમામ સભ્યો પર લાકડાના દંડા તેમજ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સાઠંબા પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ મહેબુબમિયાં શેખ, ફેજલમિયાં શેખ, ડોસુમિયાં શેખ, સઈદાબેન શેખ સામે ગુના રજી. નં. ૧૧૧૮૮૦૧૧૨૦૦૩૨૧/૨૦૨૦. ઈ. પી. કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી. પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ સાઠંબા પોલીસ સ્ટેશનના અ. હે. કો. મુકેશસિહ ભીખુસિહ ચલાવી રહ્યા છે.

અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.