ચૂંટણીના પંદર દિવસ દરમિયાન કોઈપણ નેતા કે કાર્યકર્તાઓ જાહેરનામાનો ભંગ કરતા પોલીસને ન દેખાયા હોય પ્રજામાં રોષ ફેલાયો
- Advertisement -
ગોંડલ
દેશમાં ફરી કોરોના ફેણ ચઢાવી રહ્યો હોય માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ જરૂરી છે ત્યારે ગોંડલ શહેરમાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોય શહેર પોલીસ દ્વારા લાલ આંખ કરી જાહેરનામા ભંગના ગુન્હાઓ ધડો ધડ નોંધી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નાની બજાર વચલી શેરીમાં જાહેર રોડ ઉપર માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કર્યા વગર બેઠેલા ચંદ્રગોપાલભાઈ ભુપતભાઈ લાઠીગરા, જયભાઈ બાબુગીરી ગોસાઈ, ધવલ કમલેશભાઈ જડીયા, પારસ ગોરધનભાઈ જડીયા, સરકારી હોસ્પિટલ ચોકમાં મંગલ અમરશીભાઈ સોલંકી સહિતનાઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
આ તકે શહેરીજનોમાં ચર્ચા થવા લાગી હતી કે ગોંડલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા ને એક સપ્તાહ જેટલો સમય થયો છે શહેરના વિવિધ સોસાયટીઓમાં અને જાહેર સભાઓમાં નેતાઓ કાર્યકર્તાઓ અને લોકોના ટોળા એકઠા થયા હતા ત્યારે પોલીસને કેમ જાહેરનામા ભંગ થતો દેખાયો ન હતો નેતાઓ કાર્યકર્તાઓ દ્વારા જાહેર સભાઓ અને વિજય સરઘસ ના અઢળક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતા જેમાં સરેઆમ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હતો તો પોલીસ તે સમયે શા માટે ચૂપ રહી તેવો ગોંડલની જનતા પ્રશ્ન કરી રહી છે


