રાજકોટ ટ્રાફિક પોલીસ સીસીટીવી કેમેરાના માધ્યમથી ભૂલ કરનાર વાહન ચાલકોને ધડાધડ મેમા ફટકારી રહી છે ત્યારે જે વ્યક્તિ કોઈ દિવસ બાઈક પર રાજકોટ આવી નથી તેને પણ હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારતા ટ્રાફિક પોલીસનો વધુ એક જ છબરડો બહાર આવવા પામ્યો છે.

- Advertisement -
ગોંડલ શહેરના ભોજરાજપરા માં રહેતા અને રૈયાણી ઓઇલ મીલ ધરાવતા રાજેશભાઈ ખીમજીભાઈ રૈયાણી કોઈ દિવસ બાઈક ઉપર રાજકોટ આવ્યા નથી અને તેમ છતાં પણ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા હીરો હોન્ડા સાઈન મોટરસાયકલ પર હેલ્મેટ પહેર્યા વગર નીકળવાનો રૂપિયા 500નો મેમો ફટકારવામાં આવ્યો છે અલબત્ત ઉદ્યોગપતિને અપાયેલ મે મામા ક્યાંય પણ હીરો હોન્ડા સાઈન મોટરસાયકલ જણાતું નથી એકટીવા મોટરસાયકલ દેખાઈ રહ્યું છે ટ્રાફિક પોલીસના કોમ્પ્યુટર ઓપરેટરો એ આંખ ના નંબર વાળા ચશ્મા પહેરી મેમો ચેક કરી વાહન ચાલકોને રવાના કરવાની જરૂરું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે.
ઉદ્યોગપતિ રાજેશભાઈ રૈયાણી દ્વારા અનેકવાર ચલણની રજૂઆત બાબતે મેમામા અપાયેલ ટેલીફોન નંબર ઉપર સંપર્ક કરવાના પ્રયત્નો કરાયા હતા પરંતુ આ ટેલીફોન નંબર રિસીવ થયો ન હતો


