સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રિય મહારાજા ભગવતસિંહજી ના ગોંડલ રાજ્ય માં છેલ્લા 35 વર્ષથી વૃક્ષ ઉછેર અને પ્રકૃતિ સંરક્ષણ જાગૃતિ માટે અવિરત કાર્ય કરી રહેલ ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા વર્ષ 2020 ને અલવિદા કહેવા સાથે ગોંડલના મુક્તિધામ સ્મશાનમાં ટ્રીગાર્ડ સાથે વૃક્ષોનું વાવેતર કરી ગોંડલ શહેરને હરિયાળું અને રળિયામણું બનાવવાના અભિયાન અન્વયે વૃક્ષો નું વાવેતર કરવામાં આવેલ હતું ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ના પરિવારમાં દીકરી અંજલીના શુભ લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની ભેટ ની તમામ રકમ પર્યાવરણના કાર્યમાં ખર્ચ કરવાનો સંકલ્પ કરેલ હતો તે અન્વયે આ કાર્ય કરવામાં આવેલ છે ગોંડલને હરિયાળું અને રળિયામણું બનાવવાના આ શુભકાર્યમાં હિતેશભાઈ દવે, જતન દવે. કૃતિકા શેઠ, વેદાંત શેઠ, તેમજ મુક્તિધામ ના સંચાલકોએ સહયોગ કરેલ
ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા વૃક્ષો નું વાવેતર કરી વર્ષ 2020 ને કર્યું અલવિદા.
You Might Also Like
Follow US
Find US on Social Medias


