ગોંડલ
- Advertisement -
ગોંડલ જુના માર્કેટિંગ યાર્ડમાં એલ.સી.બી પોલીસે દરોડો પાડી યાર્ડ માં આવતા જતા માણસો પાસેથી પૈસાની લેતી-દેતી કરી વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમી રમાડતા એક શખ્સને પોલીસે રૂપિયા 6090 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો.
ગોંડલના બસ સ્ટેન્ડ પાસે આવેલ જૂના માર્કેટિંગ યાર્ડ તેમજ નેશનલ હાઈવે પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડમાં છાશવારે પોલીસની વિવિધ શાખાઓ દ્વારા જુગારના દરોડા પાડવામાં આવી રહ્યા હોય જેમાં એક વધારો થવા પામ્યો છે એલસીબી પોલીસના હેડ કોસ્ટેબલ અનિલભાઈ ગુજરાતી જયેન્દ્ર સિંહ વાઘેલા મહિપાલ સિંહ જાડેજા સહિતનાઓએ બાતમીના આધારે જુના માર્કેટિંગ યાર્ડમાં આદ્યશક્તિ ટી સ્ટોલની પાછળના ભાગે છાપરા પાસે આમદ ઉર્ફે ડાયો કાસમભાઈ ખીમાણી રહે પાંજરાપોળ મતવાના ઢોરા પાસે વાળાને વરલી ફિચરના જુગારના સાહિત્ય તેમજ રૂપિયા 6090 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.


