અરવલ્લી જિલ્લા ની મળતી માહિતી મુજબ આજરોજ બાયડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન જી ગોહિલ સાહેબ ને બાતમી મળતા સ્ટાફ સહિત રડોદરા ગામે રહેતા લક્ષ્મીબેન વા/ ઓ ગોવિંદભાઈ પુનાભાઈ વાઘરી તથા ગોવિંદભાઈ પુનાભાઈ વાઘરીના રહેણાક વિસ્તારમાં રેઈડ કરી વિદેશી દારૂ તથા બિયર ટીન તેમજ દેશી મદિરા ની બોટલો મળી કુલ બોટલો નંગ ૫૪ જેની કિંમત રૂપિયા ૩૬૫૫/-, નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીઓના નામ (૧) લક્ષ્મીબેન, ગોવિંદભાઈ પુનાભાઈ વાઘરી(૨) ગોવિંદભાઈ પુનાભાઈ વાઘરી બંને રહેવાસી રડોદરા તાલુકો બાયડ જીલ્લૉ અરવલ્લી આમ બાયડ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહી કેસ શોધવામાં સફળતા મળી છે.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


