By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    1 hour ago
    બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત
    2 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    1 day ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત
    2 hours ago
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    24 hours ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    24 hours ago
    UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર
    24 hours ago
    પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    2 hours ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    24 hours ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    3 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 hours ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    6 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જીના ઇસીકા નામ હૈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > જીના ઇસીકા નામ હૈ
AuthorShailesh Sagpariya

જીના ઇસીકા નામ હૈ

Khaskhabar Editor
Last updated: 2022/03/26 at 1:38 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE
રત્નાબાપાએ કહ્યું, સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડીઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું. 

શૈલવાણી
– શૈલેષ સગપરિયા 

એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનિટાઇઝર આપતા પૂછ્યું, દાદા, કેટલા વરસ થયા? દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ 99મું ચાલે છે. કોરોનાકાળ ચાલતો હતો અને દાદાના કપડાં જોતા સાવ સામાન્ય પરિસ્થિતિના જરૂરિયાતમંદ માણસ લાગ્યા એટલે ચોકીદારે પૂછ્યું, કોઈ મદદ લેવા આવ્યા છો ? દાદાએ કહ્યું, ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. મારી પાસે અંગત બચતની થોડી રકમ પડી હતી તેમાંથી 51,000નો ચેક કલેક્ટર સાહેબને આપવા આવ્યો છું. દાદાની વાત સાંભળીને બે ઘડી તો ચોકીદાર પણ અવાક થઈ ગયો.

Contents
રત્નાબાપાએ કહ્યું, સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડીઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું. શૈલવાણી – શૈલેષ સગપરિયા 

આ દાદાનું નામ હતું રત્નાભાઈ મનજીભાઈ ઠુંમર. દેખાવ પરથી સામાન્ય લાગતા આ દાદા ખરેખર અસામાન્ય હતા. તમને જાણીને આશ્વર્ય થશે કે 99 વર્ષના આ દાદા 1975થી 1980ના સમયગાળા દરમિયાન મેંદરડા-માળિયા મતવિસ્તારમાંથી ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ જેટલો સમય ધારાસભ્ય તરીકે ગુજરાત રાજ્યની સેવા કરી એટલો સમય ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને નિવૃત્તિ બાદ ધારાસભ્યને મળતું પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.

- Advertisement -

ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલબહાદૂર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે અપીલ કરી હતી. શાસ્ત્રીજીની એ અપીલના આધારે દેશને આત્મનિર્ભર બનાવવા કેટલાય લોકોએ અઠવાડિયામાં એક દિવસ એક ટંકનો ઉપવાસ શરુ કર્યો હતો. રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ 99 વર્ષની જૈફ વયે પણ એમણે તૂટવા નથી દીધો.
51,000નો ચેક જૂનાગઢના એડિશનલ કલેક્ટરને અર્પણ કર્યો ત્યારે રત્નાબાપાએ કહ્યું, સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડીઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું. ભારત મહાન છે કારણ કે ભારત પાસે રત્નાબાપા જેવા મુઠ્ઠી ઊંચેરા માણસો પણ છે. રત્નાબાપાની આ વાત ભારતના વડાપ્રધાન સુધી પહોંચી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સામેથી ફોન કરીને રત્નાબાપા સાથે વાત કરીને એમના ખબર અંતર પૂછ્યા હતા. જેની પાસે ચારિત્ર્યની ચમક હોય એને બીજા કોઈ દેખાડાની જરૂર નથી અને જેની પાસે ચારિત્ર્યની ચમક નથી એ ગમે એટલા દેખાડા કરે તો પણ એની કોઈ અસર થતી નથી. કસ્તુરીની જેમ ચારિત્ર્યની સુવાસ ફેલાયા વગર રહે જ નહીં.

You Might Also Like

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અભ્યાસ દ્વારા મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી શકાય
Next Article અપહરણ-2 અનદેખી કરવા જેવી નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઓપરેશન મ્યુલ હંટ 2.0; ગુજરાતમાં આજથી મ્યુલ એકાઉન્ટ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 46 seconds ago
લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત
AI કંપનીઓનું જોર : તાઇવાન બાદ દક્ષિણ કોરીયાનું શેરબજાર ભારતથી આગળ
`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?