By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    4 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    5 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    4 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જનરેશન ગેપ હકીકત કે આભાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જનરેશન ગેપ હકીકત કે આભાસ
Author

જનરેશન ગેપ હકીકત કે આભાસ

Khaskhabar Editor
Last updated: 2024/04/01 at 6:52 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

જનરેશન ગેપ એટલે બે પેઢી વચ્ચે સમય અને સમજનું અંતર…. પ્રેમ નહિ પરંતુ વિચારોની અસમાનતા. બે પેઢીના આગવા દ્રષ્ટિકોણ અને વિચારોની ભિન્નતા વિકસતી જતી ટેકનોલોજીને કારણે છેલ્લા વીસ વર્ષનો ગાળો બહુ સ્પષ્ટ દેખાય છે. અલગ મંતવ્યોને કારણે અંતરમાં દૂરી ના આવે તે માટે બંને પેઢીએ એકબીજાના વિચારોને અને પરિસ્થિતિઓને સમજવી જોઈએ. મોટાભાગની ગેરસમજ વાતને પ્રસ્તૃત કરવાની અને સમજાવટના અભાવને કારણે થાય છે, ઉંમર સાથે ટેકનોલોજીનો વપરાશ પણ ગેપ ઉભી કરે છે. છતાં એજ્યુકેશન બેલેન્સ જાળવી શકે છે.

આજની જનરેશન ખુબજ અગ્રેશીલ હોય છે. બહુ ઝડપથી આગળ આવવાનું તેમનું સ્વપ્ન સાકાર કરવાની તેમની ઝડપ અને આવડત અને વિચારોમાં સ્પષ્ટતા દાદ માંગે છે. તેમની આદતને ઉદ્ધતાઈ ના માનતા તેની પાસેથી નવું શીખવામાં નાનામ નથી એવી ભાવના વડીલો અપનાવે તો મનભેદની સ્થિતિ સર્જાય નહિ.
સમા પક્ષે નવી જનરેશને વડીલોના વિચાર અને તેમનાં સૂચનોને પ્રાધાન્ય આપવું જોઈએ. બાળકોને યોગ્ય જગ્યાએ પહોચાડવા તેમની મહેનત અને લાગણીને ઘ્યાનમાં રાખવી જોઈએ.

- Advertisement -

મોટાભાગે બાળકોની વાતને આપણે મજાકમાં ઉડાવવાને બદલે તેમની વાતને સાભળીને તેમની જગ્યાએ રહીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો શરૂવાતથી બાળકો સાથે આ પ્રમાણેનું વર્તન કરવામાં આવશે તો મોટા થયા પછી પણ તેઓ આપણી સાથે વિચાર વિમર્સ કરતા ખચકાશે નહિ. અને જનરેશન ગેપ જેવા ભારેખમ શબ્દોનો ખાસ માર નહિ પડે. પ્રાઈવેસી મેળવવા કે પ્રાઈવેસી આપવા માટે નાનપણથી બાળકોને અલગ રૂમ આપવામાં આવે છે. એજ બાળક જ્યારે મોટો થાય ત્યારે તેની પ્રાઈવસીમાં કોઈ દાખલ ના કરે એ ભાવ થી તેની અંગત રૂમનું બારણું બંધ કરતો થઇ જાય ત્યારે પેરેન્ટ્સને એ વાત ખુંચે છે. આપણે જ્યારે ઇચ્છીએ કે બાળકો ફેમીલી સાથે સમય પસાર કરે, ત્યારે તે પોતાની રૂમમાં ભરાઈ રહેવાનું પસંદ કરે છે.

નાનપણથી માતાપિતા પોતાના કામોને આટોપવા માટે બાળકોના હાથમાં ગેઝેટ પકડાવી તેમને બીઝી કરી દેતા હોય છે. જે ઘણી વખત જરૂરિયાત કરતા દેખાડો પણ વધુ હોય છે. મારા બાળકને નાનપણમાં ટેકનોલોજીનું કેટલું જ્ઞાન છે તે બતાવી પોરસાતા હોય છે. એજ ગેઝેટ ઓનલાઈન ચેટીંગ અને નેટ સર્ફિંગ તેમની આદત બની જાય તછે ત્યારે રીયલ વર્લ્ડથી તેને દુર કરવામાં ભાગ ભજવે છે. ખરેખર તો મોટા થયા પછી બાળકોને ટેકનોલોજી સાથે તેમને કદમ મિલાવતા વાર નથી લાગવાની.
એક સાથે કામ કરતી બે પેઢી વચમાં નાનો મોટો ટકરાવ જરૂર રહેવાનો. જૂની પેઢીના વયસ્કોને યુવાનોની ઝડપ નડે છે. પરિણામે બંને પક્ષે પોતપોતાની રીતે સચ્ચાઈ હોવા છતાં એક દીવાલ રચાઈ જાય છે. જે લોકોએ વર્ષો સુધી ખુબ મહેનત કરી જે પદ પ્રતિષ્ઠા મેળવી હોય તે બધું આજની જનરેશન આસાનીથી પામી લે તો સંઘર્ષ રહેવાનો જ.
સામાન્ય રીતે મળેલી સગવડ અને શિક્ષણને આધારે આજની જનરેશન ગીલાકની પેઢીની સરખામણીમાં વધુ કમાય છે, વાપરે છે અને મોજભર્યું જીવન જીવે છે. એનો અર્થ એ પણ નથી કે આગલી પેઢીની મહેનત ઓછી હતી.

રોજરોજ બદલાતી જતી ટેકનોલોજી યુવાનોને હસ્તક હોય છે જેના કારણે તેઓ ઝડપી છે. વડીલોએ અહં છોડી એ શીખવા માટે મોટું મન રાખવું જોઈએ. સામા છેડે આગલી પેઢી પાસે અનુભવની ખાણ છે. યુવા પેઢીને આ અનુભવો ઉપરથી ઘણું શીખવા જેવું મળી આવશે. આથી તેઓ પણ આ વાતને નજર અંદાજ નાં કરે એ ખુબ મહત્વનું છે. પરસ્પર સહયોયથી બધુજ આસાન થઇ રહે છે.

- Advertisement -

સમય સાથે પરિસ્થિતિ પ્રમાણે વિચારો બદલાય છે આ બદલાવને ગેપ પણ કહી શકાય છે. આવીજ મોટી ગેપ ફેશનમાં આવી છે. આજથી માત્ર ત્રીસ વર્ષ પાછળ જઈએ તો તે સમયમાં પાવડર લીપ્સ્ટીક અને કાજળ બિંદી… બસ આજ મેકઅપના હાથવગા સાધનો હતા. જ્યારે આજે નાની બાળકીઓ પણ ફાઉન્ડેશન થી લઇ મશ્કરા અને આઈસેડો વિષે અધધ જ્ઞાન ધરાવતી થઇ ગઈ છે. મેનીક્યોર પેડીક્યોર બાબતે સભાન થઇ રહી છે. આઠ દસ વર્ષની બાળકી યુ ટ્યુબ વિડીયો જોઈ સુંદર મેકઅપ જાતે કરતી થઇ ગઈ છે. તેની મમ્મીને મેકઅપ કરવાની ટીપ્સ આપે છે, ક્યારેક ટોકે પણ છે.

‘મમ્મી તને મેકઅપ કરતા નથી આવડતું.’ સમય હતો કે લગ્ન કરતી યુવતીને તેની માતા કેમ સાડી પહેરાવી તે શીખવતી હતી. આજે બાળકો યુવાન માતાને પણ કેવા કપડાં ક્યા પહેરાય, કેવા સારા લાગે તે શીખવે છે. દરેક એક પેઢી એ પોતાની જુવાનીના દિવસોમાં જરૂરીયાત મુજબ સંધર્ષ કર્યો હોય છે. જેનાથી આવનારી પેઢી કાં તો અજાણ હોય છે કા લાપરવાહ હોય છે. જુવાનીનો આવેગ તેમને મરજી મુજબ જીવવા પ્રેરતો હોય છે. તેમને મરજી મુજબ જીવવું હોય છે મોજમઝા કરાવી હોય છે. આવા સમયમાં તેમની મુક્તતા જૂની પેઢીને કઠે છે. તેઓ માને છે કે પોતે કરેલા પરિશ્રમની આ લોકોને દરકાર નથી કે લાગણીઓનું મુલ્ય નથી.

બાળકો આપણી ભાવનાઓને સમજતા નથી કહી જનરેશન ગેપ નામનો શબ્દ આગળ ધરે છે. સામા છેડે ઉગતી નવી પેઢી મને છે કે વડીલો જિંદગીને જીવન કેમ જીવવું એ નથી આવડતું, તેમની જરૂરીયાત અને મોજશોખ સીમિત હતા તેઓ જીવનનો આનંદ નથી લઇ શક્યા એમાં અમારો શું વાંક. વીસ પચ્ચીસ વર્ષના સમયગાળા દરમિયાન અંતર વયની સાથે સાથે વિચારોનો ભેદ પણ રહેવાનો, તેમાય ઝડપથી વિકસી રહેલી ટેકનોલોજીને કારણે આ જનરેશન ગેપ બહુ ઝડપી વધતી લાગે છે. પહેલા વ્યક્તિ માત્ર અનુભવથી શીખી શકતો એ બધુજ હવે માત્ર એક ક્લિક થી જોઈ જાણી અને સમજી શકાય છે. હવે શીખવા સાથે કોઈ વયમર્યાદા રહી નથી. પરિણામે નાના બાળકો પણ તેમની ઉંમર કરતા ઘણું વિચારે છે જાણે છે.

એક સમય હતો જ્યારે પુખ્તવયના બે વ્યક્તિઓ સેક્સ કે જાતીય આવેગો વિષે વાત કરતા સંકોચ અનુભવતા હતા, એના બદલે કિશોરાવસ્થા થી જ આવા વિષયો ઉપર મુક્તપણે ચર્ચા કરતા કે કોમેન્ટ્સ કરતા જોવા મળે છે. આ બધા માટે ઈન્ટરનેટના માધ્યમને કારણે બધુજ ખુલ્લું થઈ ગયું છે. આવા સમયમાં માતાપિતાએ બાળકોને સમય રહેતા જરૂરી જ્ઞાન આપવું રહ્યું. સંકોચને છોડી બાળકોના મિત્ર બનવાની ખાસ જરૂર છે. આમ કરવાથી જનરેશન ગેપ પણ ઘણી ઓછી લાગશે.

કેટલાક તો કહે છે અમે ત્રીસ વર્ષ મોડા જન્મ્યા હોત તો સારું રહેત.આ તેમની અપૂર્ણ રહેલી ઇચ્છાઓ જ છે. આનો દેખીતો અર્થ છે કે આપણને આ બધું ગમે છે અને ના મેળવ્યાનો અફસોસ છે. આ પણ એક કારણ છે બે પેઢી વચ્ચેના સંઘર્ષનું ” જેને મળ્યું છે તેને બધાનો ભરપુર ઉપયોગ કરવો છે તો બીજાને નથી મળ્યું તેનો વસવસો પજવે છે.”
નવી અને જૂની પેઢીના રિવાજો બદલાતા રહ્યા છે. જેમ મુક્તતાને આપણે સ્વછંદતા કહીએ છીએ તેવીજ રીતે આજના યુવાનો જુના વિચારોને માન્યતાને કુરિવાજો કહે છે. જેમ શિક્ષણને કારણે વિચારોની સ્વતંત્રતા વધે છે તેમ આગળ વધુ વિચારવાની શક્તિ અને પરિપક્વતા વધે છે.

કોઈ પણ કાર્ય પાછળના સારા અને ખોટા બંને પાસાઓને ઘ્યાનમાં લેવાય છે. જે લોકો પહેલાના સમયમાં સદીઓથી ચાલી આવતા રીવાજોને સંસ્કારોને ઘ્યાનમાં લઈને આગળ વધતા રહ્યા છે તેમને આજના વિચારોની સ્વતંત્રતા નડવા સ્વાભાવિક છે. અહી સંસ્કારો સિદ્ધાંતોની લડાઈ રહેવાની. સાવ એવું નથી કે બાળકોને તેમની સ્વચ્છંદતા કે સ્વતંત્રતા વિશે ટોકવા નહિ. તેમની ભૂલ સામે કડક થઈને આંગળી પણ ચીંધવી પડે. પરંતુ એક વખત તેમના પોઈન્ટ ઓફ વ્યુ ને પણ સમજવા જોઈએ. “વિચારોની સમાનતા સાથે જનરેશન ગેપનો હાઉ પાણીનો પરપોટા સમાન બની સમય સાથે હવામાં વિલીન થઇ જશે.”

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

TAGGED: Generationgap
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રાંસલી તથા પ્રાચીમાં રૂ.73 લાખનો અનાજનો જથ્થો કલેક્ટર દ્વારા સીઝ
Next Article વેરાવળ: ગુજરાતના દરિયામાં વ્હેલશાર્કની તમામ હિલચાલ પર નજર રાખવા સેટેલાઇટ ટેગ લગાવાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?