દુુર્લભ પ્રજાતિની માછલીના સંરક્ષણ અને સંવર્ધન માટે કામગીરી હાથ ધરવામાં આવી
12 કિલોમીટર દૂર જાળમાં ફસાયેલી 28 ફૂટ લાંબી વ્હેલનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.1
- Advertisement -
ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર સમુદ્ર કિનારા પર વિશ્વની સૌથી વિશાળકાય માછલી, વ્હેલ શાર્ક પોતાને સાનુકૂળ પરિબળો અને જૈવિક જરૂરિયાતો મળી રહેવાથી ગુજરાતનાં દરિયામાં આ દુર્લભ પ્રજાતિની માછલી વસવાટ કરવાનું પસંદ કરે છે. ગુજરાતના દરિયા કિનારે આ મહાકાય દુર્લભ પ્રજાતિની માછલીના સંરક્ષણ અને સંવર્ધન તેમજ તેના પરિભ્રમણ માટેની પેટર્ન્સ સમજવાનો ઉદ્દેશ્ય સાથે, વન વિભાગ ગુજરાત રાજય અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત ઉપક્રમે કાર્યરત વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત પાંચ (5) સેટેલાઇટટેગ લગાવવામાં આવનાર છે.
નાયબ વન સંરક્ષક, જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ અક્ષય જોશી ના સીધા માર્ગદર્શન હેઠળ તા. 28 માર્ચ, 2024ના દિવસે વેરાવળ ફિશિંગહાર્બરથી 12 કિમી દૂર આકસ્મિક રીતે માછીમારીની જાળમાં ફસાયેલ 27 ફૂટ લાંબી નર વ્હેલશાર્કને રેસ્ક્યું ઓપરેશન વડે સુરક્ષિત પરત છોડી મૂકતાની સાથે તેના પર જઙઘઝ 257ઉ સેટેલાઇટ ટેગ લગાવવામાં આવેલ છે.
વેરાવળના રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમ તેમજ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની ફીલ્ડ ટીમ દ્વારા આ વ્હેલશાર્ક પર સેટેલાઈટ ટ્રાન્સમીટર લગાવવાનું કામ સંપાદિત કરવા માટે કામગીરી કરાઈ હતી. તે પ્રક્રિયાનું પૂર્ણ થવા અને આ દરિયાઈ વન્યપ્રાણીને સમુદ્રમાં પ્રકૃતિ સંપન્ન સ્થિતિમાં છોડવામાટે 25 મિનિટનો સમય લાગ્યો. વર્ષ 2011 થી2017 દરમિયાન, જૂનાગઢ વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત જુદા જુદા આઠ જેટલા સેટેલાઈટટેગ લગાવવામાં આવેલ હતા. આ વૈજ્ઞાનિક સંશોધન કાર્ય દ્વારા વ્હેલશાર્કના ગુજરાતનાં દરિયામાં પરિભ્રમણ અને તેના વસવાટ અનુસંધાને ખુબજ મહત્વની માહિતી પ્રાપ્ત થયેલ છે.
- Advertisement -
છેલ્લા બે દાયકાના સમયગાળા દરમિયાન લગભગ 930 થી પણ વધુ આકસ્મિક રીતે માછીમારીની જાળમાં ફસાયેલ વ્હેલ શાર્ક માછલીઓને ગુજરાતનાં સાગરખેડુઓ દ્વારા પોતાની અમુલ્ય જાળને કાપીને સુરક્ષિત છોડી મૂકી તેનો જીવ બચાવી લીધેલ છે અને જૂનાગઢ વન વિભાગ દ્વારા તેમને પોતાની જાળના નુક્શાન પેટે આર્થિક વળતર ચૂકવવામાં આવેલ છે.