સતત 22માં વર્ષે જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો માટે સહાયનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા સતત 22માં વર્ષે આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારનાં વિદ્યાર્થીઓ તેમજ મનોદિવ્યાંગ બાળકોને આગામી 20 જુલાઇને રવિવારનાં રોજ સ્કૂલબેગ, ફૂલસ્કેપ બુક્સ, લંચબોક્સ, વોટરબોટલ, એક્ઝામ પેડ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. તેના માટે જરૂરિયાતમંદ પરિવારોને શોધી અને તેમને શૈક્ષણિક કિટનું કૂપન આપવામાં આવે છે અને તે કૂપન સાથે આવનાર બાળક અને તેનાં માંતા-પિતાને કૂપન રજૂ કર્યા બાદ આ શૈક્ષણિક કીટ આપવામાં આવે છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી કશ્યપભાઈ શૂકલ, કમલેશભાઇ મીરાણી, હેમાક્ષીબેન ઘોડાદરા, ડી. વી. મહેતા, ડો.મયંકભાઈ ઠક્કર, પંકજભાઈ ચગ, અલ્પેશભાઈ પલાણ, કલ્પકભાઈ મણીઆર, દિનેશભાઇ પાઠક, મનિષભાઈ રાડીયા, નેહલભાઈ શૂકલ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, સર્વાનંદભાઈ સોનવાણી, સંદીપભાઈ પટેલ, વિક્રમભાઈ પૂજારા, પ્રવીણભાઈ નિમાવત, નિરજભાઈ મહેતા, સાવનભાઈ ભાડલીયા સહિતનાં સમાજજીવન જાહેરજીવનનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સતત 22મો શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાશે.
ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ દ્વારા આયોજીત 22માં શૈક્ષણિક કીટ વિતરણમાં સ્વ.જગદીશચંદ્ર સુરેન્દ્રભાઈ ઘોડાદરા પરિવાર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ગિરિરાજ હોસ્પિટલ, સ્વ.બિપિનભાઈ દામોદરદાસ પલાણ પરિવાર, પંકજભાઈ ચગ, સ્વ. રમેશચંદ્ર ચુનીલાલ પટેલ પરિવાર, પ્રવિણાબેન પી. મહેતા પરિવાર, ક્લ્પનાબેન વડોદરિયા, ગૌ.વા.હંસાબેન મથુરભાઈ ઝીંઝુવાડિયા પરિવાર, કોકિલાબેન મહેતા પરિવાર, સ્વ. જયેન્દ્રભાઈ ગોહેલ પરિવાર, વર્ષાબેન કિરીટભાઈ પાંધી, કલ્પેશભાઈ મારડીયાનો સહયોગ પ્રાપ્ત થયો છે.
શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ સંસ્થાનાં સ્થાપક ભાગ્યેશ વોરાના માર્ગદર્શનમાં મનોજ ડોડિયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, નિમેશ કેસરીયા, નીતિન જરીયા, રસીક મોરધરા, રાજન સુરૂ, ચંદ્રેશ પરમાર, અલ્પેશ પલાણ, ધવલ પડીઆ, જયપ્રકાશ ફુલારા, પુનિત બુંદેલા, વિરલ પલાણ, રિતેશ ચોક્સી, રોહિત સિધ્ધપુરા, રાજ ચાવડા, યોગેશ વાળા, મયંક પાંઉ, અલ્પેશ ગોહેલ, અભિજીત શિયાર, મિલન વોરા, જીતેશ સંઘાણી, જીગ્નેશ આહીર, ધર્મેશ સોની, હર્ષદ ચોક્સી સહિતનાઓ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.



