અંતરનાં ઝરુખેથી પુસ્તકમાંથી કાર્યકર્તાઓને રાજકીય પ્રેરણા મળશે. ભાજપનાં કાર્યકર્તાઓ માટે જ્ઞાનયજ્ઞ બનશે: નરોતમભાઈ પટેલ
નિતીન ભારદવાજ કમલેશ મીરાણી, ઉદય કાનગડ, પ્રદીપ ડવ, રાજુભાઈ ધ્રુવ, ડો. વલ્લભભાઈ કથીરીયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા સહિતનાં ઉપસ્થિત રહયા.
ભાજપા સરકારનાં પૂર્વ કેબીનેટ મંત્રી નરોતમભાઈ પટેલ દવારા લીખીત અંતરનાં ઝરુખેથી પુસ્તક વિતરણનો કાર્યક્રમ રાજકોટ શહેરનાં પારસ હોલ ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદવાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ, ઉદય કાનગડ, મેયર પ્રદીપ ડવ, સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ગૌ સેવા આયગ ચેરમેન, ડો.વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્ય, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ થવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતનાં સાથે કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહયા હતા.
આ કાયક્રમનું સંચાલન નૈષદ ભટ્ટે કર્યુ હતુ. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદવાજે જણાવ્યું હતુ કે નરોતમભાઈ દવારા લીખીત અંતરનાં ઝરુખેનાં પુસ્તકમાં નરોતમભાઈ ની જિંદગીનો નિચોડ છે. જૈફ વયે પણ સ્ફૂર્તિથી લોકસેવાનું કાર્ય આજે પણ કરી રહયા છે. આ પુસ્તકમાં તેમનાં જીવનનાં જુદા જુદા પાસાઓ જોવા મળે છે. સમયની આટલી વ્યસ્તતા વચ્ચે પણ આવા પુસ્તકનાં નિર્માણથી કાર્યકર્તાઓને એક સીખ મળી છે. આ તકે ડો. વલ્લભભાઈ કથીરીયાએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતુ કે આજનાં સમયમાં સમય વધુ કિમતી છે અને સમયની સાથે ચાલતુ તે નરોતમભાઈ પટેલે પોતાનાં પુસ્તકમાં વિગતવાર વર્ણન કર્યુ છે. ત્યારે કાર્યકર્તાઓને આપવામાં આવેલ આ પુસ્તકનું વાંચન કરવાથી આપણા જીવનનું પણ ઘડતર થશે અને સમાજસેવા અને રાષ્ટ્ર સેવા માટે આપણને નવો રાહ મળશે. આ તકે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતુ કે ભારતીય જનતા પાર્ટી એ વાંચન અને વિચારોની પાર્ટી છે.
- Advertisement -
જનસંઘનાં સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડીત દીન દયાલ ઉપાધ્યાયજી, અટલ બીહારી વાજપેયીજી થી લઈ દેશનાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા અનેક મહાનુભાવોએ પન્ન પોતાના જીવન ક્વન અંગે પુસ્તકોમાં ઉલ્લેખ કરી એક પાર્ટીની વિચારધારાને મજબૂત બનાવી છે ત્યારે સંવેદનશીલ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં રાજયમાં જાહેર જીવનની સાથે આવા પુસ્તકોનું પણ નિર્માણ થાય અને એ રાજકોટની ભૂમિ પરથી આ પુસ્તકનું વિતરણ થયું છે તે આવકારદાયક છે. આ તકે બક્ષીપંચ મોરચાનાં પ્રદેશ ભાજપ પ્રમુખ ઉદયભાઈ કાનગડે જણાવ્યુ હતુ કે નરોતમભાઈ પટેલ દવારા આ પુસ્તકમાં અનેકવિધ જાહેર જીવનનાં પ્રસંગોનું વર્ણન કર્યુ છે ત્યારે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ પાર્ટીને વટવૃક્ષ બનાવવામાં અનેક આંદોલન, અવિરત સંઘર્ષ અને અનેક યાતાનાઓ ભાગવી છે ત્યારે કાર્યકર્તાઓને પણ આ પુસ્તકમાંથી શીખવાની પ્રેરણા મળશે. આ તકે શહેરનાં મેયર પ્રદિપભાઈ ડવે જણાવ્યું હતુ કે નરોતમભાઈ પટેલ જનસંઘથી લઈ ભાજપ સુધી અનેક જવાબદારીઓ સંભાળી ચુકયા છે ત્યારે તેના જીવનને હંમેશા પાર્ટી સમર્પિત બનાવ્યું છે અને છેવાડાનાં માનવીને જનકલ્યાણકારી યોજનઓ પહોંચે અને સાથો સાથ ગુજરાતનાં ગામડાઓમાં ઘર ઘર સુધી પાણી મળે તે માટે પોતે જળ સિંચાઈ મંત્રીની જવાબદરી સંભાળતા ત્યારે તેમણે આ બાબતને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે આ પુસ્તકથી યુવા કાર્યકર્તાઓને લોકસેવા કરવાનું એક માર્ગદર્શન મળશે.
આમ, ઉપરોકત અગ્રણીઓએ અંતરનાં ઝરુખેનાં પુસ્તક વિતરણ કાર્યક્રમમાં જણાવ્યું હતુ. આ કાર્યક્રમમાં શહેર ભાજપનાં તમામ વોર્ડમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.


