શહેર યુવા ભાજપ અગ્રણી પૃથ્વિસિંહ વાળા, હિરેન રાવલ તથા કિશન ટીલવાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે કોરોના કાળમાં કોરોના વોરીયર્સ તરીકે લોકોની વચ્ચે રહી કામગીરી બજાવનાર સમાજ સેવકોનું શહેર યુવા ભાજપ દવારા સન્માનીત કરવાનો કાર્યક્રમ તબ્બકાવાર યોજવામાં આવી રહયો છે. જેમાં પોલીસ, સફાઈ કામદાર, તેમજ વિવિધ સંસ્થા દવારા કરવામાં આવેલ સેવાયજ્ઞનોનાં સેવાભાવીઓનું સન્માન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ દવારા કરવામાં આવ્યું હતુ. તે અંતર્ગત વિધાનસભા ૭૧માં શહેરનાં મેયર પ્રદિપ ડવ, ભાજપ અગ્રણી ભાનુબેન બાબરીયા, રાજુભાઈ બોરીચા, મગનભાઈ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, મીતલબેન લાઠીયા, વિજયભાઈ કોરાટ, મનસુખ વેકરીયા, દશરથસિંહ જાડેજા, સહીતનાં આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિધાનસભા-૭૧નાં કોરોના વોરીયર્સનું સન્માન પ્રમાણપત્ર આપીને કરવામાં આવ્યું હતું. આ તકે શહેરનાં મેયર પ્રદિપ ડવ સહિતનાં અગ્રણીઓએ પ્રાસંગિક ઉદબોધન કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા પૃધ્ધિસિંહ વાળા, કિશન ટીલવા, અમિત બોરીચા, પૂર્વેશ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, સતિષ ટોળિયા, કશ્યપ મેંદપરા, યુવરાજસિંહ ઝાલા, વૈભવ બોરીચા, જયેશ કુંભારવાડીયા, જય ગજજર, રાકેશ રાદડીયા, હિતેશ ઢોલરીયા, મૌલિક કપુરીયા, એલિશ રાઠોડ સહિતનાંએ જહેમત ઉઠાવી હતી.


