રાજકોટ શહેરમાં પીએમના કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે શનિવારે આજી ડેમ ચોકડીથી ગોંડલ ચોકડી સુધી અંદાજે પાંચ કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થવાનું હોવાથી તેમના આગમન પૂર્વે પાંચ દિવસ માટે અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત મોરબી રોડથી મારવાડી યુનિવર્સિટી સુધી હેવી વાહનો માટે નો-એન્ટ્રી જાહેર કરાતા વાહન વ્યવહાર પર અસર પડી છે. આ સ્થિતિમાં જામનગરથી મોરબી કે અમદાવાદ તરફ જવા ઇચ્છતા વાહનચાલકોને ગોંડલ ચોકડી સુધી ફરીને જવું પડી રહ્યું છે. પરિણામે મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરવાસીઓને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવી છે.
શહેરની આજી ડેમ ચોકડીથી ગોંડલ ચોકડી પાંચ કિમી લાંબો ટ્રાફિકજામ

Follow US
Find US on Social Medias


