રાજકોટનો પરિવાર દર્શન કરવા ઋષિકેશ ગયો અને કાળ 3 સભ્યોને ભરખી ગયો
દિવાળી પહેલાં જ રાજકોટનાં કારિયા પરિવાર પર કુદરતનો વજ્રઘાત
દીકરી સોનલ ઋષિકેશ ખાતે લાડકી સોંગ સાથે પોતાના પિતા સાથે મોબાઈલમાં વીડિયો ઉતર્યો હતો. પિતા અનિલભાઈના ચહેરા પર દીકરી માટેનો અપાર હેત જોવા મળે છે પણ ક્યાં ખબર હતી કે દીકરી સાથેની આ ખુશીની પળ તેની અંતિમ પળો બની રહેશે. છેલ્લે સોનલે ગંગા કિનારે ગંગાના પાણીને ઉછાળી એક વીડિયો ઉતર્યો હતો. આ અંતિમ વીડિયો જોઈ પરિવાર આંસુ રોકી શકતો નથી. પરિવારજનો ભારે શોકમાં ગરકાવ થયા છે.
ઋષિકેશમાં મોત પહેલા મૃતક સોનલબેહેને પોતાના પિતા સાથે વીડિયો બનાવ્યો હતો. વિડીયો બનાવતા સમયે દીકરી તેમજ તેના માતા-પિતાને ખ્યાલ પણ નહોતો કે આ તેમનો એક સાથે અંતિમ વીડિયો હોઈ શકે છે. જે તેમણે સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. આ વીડિયો જોવા અહીં ક્લિક કરો…
- Advertisement -
https://www.instagram.com/p/CVue6mlBXRy/
ખાસ-ખબર સંવાદદાતા
ઋષિકેશમાં રાજકોટના ત્રણ લોકોના નદીમાં પાણીમાં ડૂબવાના કારણે મોત થયા છે. રાજકોટના બજરંગ વાડી વિસ્તારમાં રહેતા દિલીપ કારિયા પોતાના પત્ની અને જમાઈ સહિત પરિવારના 6 સભ્યો સાથે ઉત્તરાખંડમાં ગયા હતા તે દરમિયાન આ ઘટના બની છે. ઘટના દરમિયાન સૌપ્રથમ દિલીપભાઈના 18 વર્ષીય પૌત્રીનો પગ લપસ્યો અને તેને બચાવવા જતા પત્ની અને બાદમાં જમાઈ પણ તણાયા હતા.
પિતા-પુત્રીની અંતિમ ખુશીની પળ
- Advertisement -
આ તરફ રાજકોટ ખાતે મૃતકોના શોક મગ્ન પરિવારજનોને સાંત્વન આપવા વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમીનભાઈ ઠાકર, અજયસિંહ, ભરતભાઇ ટોળીયા વગેરે ભાજપ આગેવાનો તેમના નિવાસસ્થાન પ્રેસ કોલોની ખાતે દોડી ગયા હતા. જયમીનભાઈએ ખાસ-ખબરને જણાવ્યું કે, દિલીપભાઈ સ્પીપામાં રેવન્યુ કર્મચારી છે. જ્યારે તેમના જમાઈ અનિલભાઈ ગોસ્વામી રીક્ષા ચલાવે છે અને રાજકોટમાં મોરબી હાઉસ પાસે રહે છે. ઉપરાંત દીકરી સોનલ અભ્યાસ કરે છે.
ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમો તણાયેલા લોકોની શોધખોળમાં લાગી હતી જેમાં 52 વર્ષીય દિલીપભાઇ પત્ની તરૂલતાબેનનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે પૌત્રી 18 વર્ષીય સોનલ અને જમાઈ અનિલભાઈના મૃતદેહની શોધખોળ શરૂ છે.
ઈન્સ્ટાગ્રામમાં ફેમસ થવાની લાલચે ગુમાવ્યો જીવ : એકની ભૂલ અને ત્રણ જિંદગી કુરબાન
રાજકોટના જામનગર રોડ વિસ્તારના રહેવાસી કારિયા પરિવાર ઉત્તરાખંડમાં તીર્થયાત્રાએ ગયા હતા. જ્યાં હેનવાલ નદીના સંગમ સ્થળ ફૂલચટ્ટી ખાતે ગંગામાં એક સાથે ત્રણ વ્યક્તિ ડૂબી ગયા છે. બનાવની વિગત મુજબ હેનવાલ નદીના સંગમ સ્થળ ફૂલચટ્ટી ખાતે ગંગામાં એક 18 વર્ષીય યુવતી સોનલે બેથી ત્રણ ઈન્સ્ટાગ્રામ રિલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. વધુ સાહસી રિલ મૂકી ઈન્સ્ટાગ્રામમાં ફેમસ થવાની લાલચે સોનલે નદીમાં થોડે ઊંડે ઉતરી રિલ બનાવવાની કોશિશ કરી હતી જ્યાં તેનો પગ લપસતા તે ડૂબવા લાગી હતી. પાણીના પ્રવાહમાં તણાઈ જતી સોનલને બચાવવા જતા અન્ય બે લોકો સહિત કુલ ત્રણ લોકો સોનલબેન, અનિલભાઈ અને તરુલતાબેનને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો હતો. આમ, સોનલની એક ભૂલે તેના પોતાના સહિત બે લોકોની જિંદગી કુરબાન કરી દીધી હતી.
સોનલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા અંતિમ વીડિયોની તસવીર…

‘ખાસ-ખબર’ની ખાસ અપીલ…
સેલ્ફી લેવાના અને વિડીયો બનાવવાના ચક્કરમાં જીવ ન જાય તે જોજો
દુનિયાભરમાં સેલ્ફી લેવાનો અને વીડિયો બનાવવાનો ખૂબ ક્રેઝ છે, સોશિયલ મીડિયા પર સેલ્ફી અને વીડિયો પોસ્ટ કરી ફેમસ થવા ઘણીવાર કેટલાક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. તાજેતરમાં આવી જ ઘટના રાજકોટના પરિવાર સાથે ઋષિકેશમાં બની છે જેમાં એક યુવતીને ઈન્સ્ટાગ્રામ રિલ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે એટલું જ નહીં તે યુવતીને બચાવવા જતા અન્ય બે લોકોને પણ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે ત્યારે ખાસ-ખબર તમામ સોશિયલ મીડિયા યૂઝર્સને અપીલ કરે છે કે, તહેવારોમાં ફરવા જતા સમયે સેલ્ફી લેવાના અને વીડિયો બનાવવાના ચક્કરમાં જીવ ન જાય તે જોજો.

વોર્ડ નં.2નાં કોર્પોરેટર જયમીન ઠાકરે ઘટનાની વિગતો આપી
લોહાણા પરિવારના ત્રણ સભ્યો ઋષિકેશમાં નદીમાં ડૂબી ગયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના અંગે ખાસ-ખબર સાથેની વાતચીતમાં ઘટનાની સંપૂર્ણ વિગતો આપતા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટના જામનગર રોડ પર સરકારી પ્રેસ કોલોનીમાં રહેતા દિલીપભાઈ કારિયા પુત્રી, જમાઈ, તેમજ દોહિત્રી અને જમાઈ સાથે ઋષિકેશ ગયા હતા. તે સમયે આ દૂર્ઘટના ઘટી હતી. દિલીપભાઈનો દીકરો ત્યાં જવા રવાના થઈ ગયો છે. રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકારમાંથી જે કઈ મદદ કરવાની થશે તે તમામ મદદની તૈયારી અમે હાલ બતાવી છે. મૃતકમાં હાલ તરુલતાબેન કારિયા, તેમની દોહિત્રી સોનલ ગોસ્વામી અને સોનલના પિતા અનિલ ભાઈ ગોસ્વામીનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું છે.

ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ ફરક્યા પણ નહીં!
વોર્ડ નંબર 2ની પત્રકાર કોલોનીમાં રહેતાં આ પરિવાર સાથે કરૂણ બનાવ બની જતાં જયમીન ઠાકર સહિતનાં અગ્રણીઓ આ પરિવારને સાંત્વના આપવા, મદદ કરવા રૂબરૂ પહોંચી ગયા હતાં. જો કે, આવી સ્થિતિમાં પણ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ પાસે આ પરિવારને સાંત્વના આપવાનો સમય નથી. ઉલ્લેખનીય છે કે, દર્શિતાબેન શાહ વોર્ડ નંબર 2માંથી જ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. પ્રેસનોટ મોકલવામાં હંમેશા સક્રિય રહેતાં ડેપ્યુટી મેયર લોકોને કામ પડે ત્યારે અદ્રશ્ય થઈ જાય એ મતદારોને અન્યાય સમાન જ ગણાય.




