તા.૨/૧૧/૨૦૨૧નાં રોજ બપોર સુધીમાં જ ૪૦૬ એન્ટ્રીનું રજિસ્ટ્રેશન થયું
મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયાએ આપેલી માહિતી
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આપણા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં “વોકલ ફોર લોકલ” અનુસંધાને આર્ટિસ્ટ વર્ગને પ્રેરિત પ્રોત્સાહિત કરવા રેસકોર્સ રિંગ રોડ ખાતે તા. ૦૩-૧૧-૨૦૨૧ થી ૦૫-૧૧-૨૦૨૧ દરમ્યાન એક અનોખા પ્રયોગ સાથે “રંગોળી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવેલ છે, જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે સ્પર્ધકો માટે રંગોળીનાં બ્લોક બનાવવાની કામગીરી અને જરૂરિયાત મુજબ બેરીકેડીંગની કામગીરી પૂર્ણ થવામાં છે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું.
આવતીકાલે તા. ૦૩-૧૧-૨૦૨૧ નાં રોજ સાંજે ૬.૦૦ કલાકે બહુમાળી ભવન ચોક, રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સપર્ધાનું ઉદઘાટન ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ અવસરે સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરીયા, રાજકોટના ધારાસભ્ય અને રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ઓ ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા. રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયા, તેમજ શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષનાં દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.
- Advertisement -

વિશેષમાં આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે કલાકારોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા આગળ ધપી રહી છે. આજે તા.૨/૧૧/૨૦૨૧ નાં રોજ બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં કુલ ૪૦૬ એન્ટ્રીનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં વ્યક્તિગત કેટેગરીમાં ૩૪૨ એન્ટ્રી અને ગ્રુપ કેટેગરીમાં ૬૪ એન્ટ્રી નોંધાયેલ છે. આ રંગોળી સ્પર્ધામાં અમદાવાદ, બરોડા, સુરત, વેરાવળ, ધોરાજી, જસદણ, ગોંડલ, પારડી, ધ્રોલનાં ચિત્રકારોએ પણ એન્ટ્રી મેળવી છે.
આ સ્પર્ધામાં આર્ટિસ્ટને રંગોળી બનાવવા માટે ત્રણ થીમ આપવામાં આવેલ છે, જેમાં..
- Advertisement -
આઝાદીનો અમૃત મહોત્સવ = મેરે સાપનો કા ભારત
સ્વચ્છ ભારત મિશન = એક જનઆંદોલન
વેક્સિનેશન મહાભિયાન = જન સમુદાયનું સુરક્ષા કવચ
જનતા જનાર્દનને માન આપી શ્રેષ્ઠ રંગોળી લોકો જ જાતે પસંદ કરવાના છે ત્યારે આ આયોજન નિ:શંકપણે પારદર્શક બની રહેશે અને શ્રેષ્ઠ કલા કૃતિઓને યોગ્યરીતે ન્યાય પણ પ્રાપ્ત થાય તે પ્રકારની ઉમદા નવતર પહેલ રાજકોટ મહાનગરપાલિકાએ અપનાવી છે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ રંગોળી નક્કી કરવાનું જજમેન્ટ લોકોના હાથમાં રહેશે. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને QR Code આપવામાં આવશે જેના માધ્યમથી ઓનલાઈન વોટિંગ પણ થઇ શકશે. આ સ્પર્ધામાં ચિત્રકારો વ્યક્તિગતરીતે અને સમૂહમાં (ગ્રુપમાં) ભાગ લઈ શકશે. કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
પ્રિ-રજિસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ rmc.gov.in પર અથવા ફોન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ ઉપર અથવા રૂબરૂ સિવિક સેન્ટર ખાતે સંપર્ક કરી શકાશે. રજિસ્ટ્રેશન ફી : વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટે રૂ. ૫૦/- અને ગ્રુપનાં રજિસ્ટ્રેશન માટે રૂ.૧૦૦/- એન્ટ્રી ફી નક્કી કરવામાં આવેલ છે.
વિજેતા કૃતિઓ માટેનાં પુરષ્કાર :-
| વ્યક્તિગત સ્પર્ધક કેટેગરી | ગ્રુપ સ્પર્ધક કેટેગરી |
| પ્રથમ ઇનામ રૂ. ૨૧,૦૦૦/- | પ્રથમ ઇનામ રૂ. ૩૧,૦૦૦/- |
| બીજું ઇનામ રૂ. ૧૫,૦૦૦/- | બીજું ઇનામ રૂ. ૨૫,૦૦૦/- |
| ત્રીજું ઇનામ રૂ. ૧૧,૦૦૦/- | ત્રીજું ઇનામ રૂ. ૨૧,૦૦૦/- |
| ચોથું ઇનામ રૂ. ૫,૧૦૦/- | ચોથું ઇનામ રૂ. ૧૫,૦૦૦/- |
| પાંચમું ઇનામ રૂ. ૩,૧૦૦/- | પાંચમું ઇનામ રૂ. ૧૧,૦૦૦/- |
| પ્રોત્સાહન પુરસ્કાર: |
| રંગોળી સ્પર્ધામાં પ્રોત્સાહન પુરસ્કાર પણ આપવામાં આવશે. જેમાં વ્યક્તિગત કેટેગરીમાં ૪૦ આર્ટિસ્ટને એક એક હજાર રૂપિયા અને ગ્રુપ કેટેગરીમાં કુલ ૨૫ ગ્રુપને બબ્બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. |
આ સ્પર્ધામાં ચિત્રકારો વ્યક્તિગતરીતે અને સમૂહમાં (ગ્રુપમાં) ભાગ લઈ શકશે. કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
પ્રિ-રજિસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ rmc.gov.in પર અથવા ફોન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ ઉપર અથવા રૂબરૂ સિવિક સેન્ટર ખાતે સંપર્ક કરી શકાશે.
રજિસ્ટ્રેશન ફી : વ્યક્તિગત (Family allowed) રજિસ્ટ્રેશન માટે રૂ. ૫૦/- અને ગ્રુપનાં રજિસ્ટ્રેશન માટે રૂ.૧૦૦/- એન્ટ્રી ફી નક્કી કરવામાં આવેલ છે.
કોફી ટેબલ બૂક : આ રંગોળી સ્પર્ધાનાં આયોજન બાદ એક સમગ્રલક્ષી અહેવાલ અને આકર્ષક રંગોળીની તસવીરો સાથેની એક કોફી ટેબલ બૂક બનાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેમાં કલાકારોના પરિચય અને તેઓની કલા કૃતિઓ પ્રદર્શિત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.
હેલ્પ ડેસ્ક :- સ્પર્ધકોને મદદરૂપ થવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર જુદાજુદા સ્થળોએ આવશ્યકતા અનુસાર હેલ્પ ડેસ્ક પણ કાર્યરત્ત રહેશે.



