ઘરેલુ હિંસા રોકવાનો કાયદો હોવા છતાં મોટેભાગે આવા કેસોમાં રિપોર્ટ થતો નથી
દેશ ભલે ડિઝીટલ યુગમાં પ્રવેશી રહ્યો હોય પરંતુ મહિલાઓની સુરક્ષા માટે તમામ કાનૂન ખાસ કરીને સખ્ત ઘરેલુ હિંસા કાનૂન-2005 હોવા છતાં દેશમાં દર ત્રણ મહિલાએ એક મહિલા ઘરેલુ હિંસાનો શિકાર છે. ઘરોમાં થતી આ પ્રકારના હિંસાના મોટા ભાગના કિસ્સાનો રિપોર્ટ નથી થતો હોતો, તેનું કારણ મહિલાનું આર્થિક રીતે પતિ કે પરિવાર પર નિર્ભર હોવું તે છે. આ ઉપરાંત ઘરેલું હિંસામાં કાયદાનું અજ્ઞાન પણ મોટુ કારણ છે. આ વાત વિધિસ્પીકસના સર્વેમાં બહાર આવી છે.

- Advertisement -
જે એનસીઆરબી અને નેશનલ ફેમિલી હેલ્થ રિપોર્ટના આંકડાના આધારે તૈયાર કરાયો છે.જેનું કારણ મહિલાઓ સાથે સંકળાયેલા અપરાધોમાં દંડ ન મળવા તે પણ છે. આપરાધિક કાનૂનના વિશેષજ્ઞ ડો. શર્મા કહે છે કે ઘરેલુ હિંસાના મોટાભાગના કેસમાં રિપોર્ટ જ નથી થતો હોતા એવા મામલાના જ રિપોર્ટ થાય છે. જેમાં હિંસા ગંભીર કક્ષાની હોય છે.
પત્ની સાથે ઘરમાં મારપીટ, અત્યાચાર પણ ઘરેલું હિંસા છે પણ તેમાં રિપોર્ટ નથી કરાતો આવા કેસ મેટ્રો શહેરમાં બહાર આવે છે પણ નાના શહેરો-ગામોમાં આ પ્રકારનાં કેસોનાં રિપોર્ટ નથી થતા. એ પણ બહાર આવ્યું છે કે કાયદાની જાણકારી હોવા છતાં પણ મહિલાઓ ફરિયાદ નથી કરતી હોતી.
આવી ઘટનાઓ એવા કિસ્સામાં હોય છે જ્યાં મહિલાઓ આર્થિક રીતે પતિ કે પરિવાર પર નિર્ભર હોય છે.બીજુ સમાજનું આવા કિસ્સાઓ પ્રત્યેનું વલણ પણ જવાબદાર છે. પતિ કે પરિવારની ફરિયાદ લઇને જતી મહિલાઓને સાચી નજરે નથી જોવાતી, તેમ છતાં પણ જો તે ફરિયાદ કરે તો તેને સમર્થન નથી મળતું. તે એકલી પડી જાય છે. અને તેણે સમાધાન કરવું પડે છે. મહિલાઓ સામેના અપરાધમાં દંડ આપવાનો દર માત્ર 23.7 ટકા છે. આવા કેસોમાં વિલંબથવાનો દર 91.2ટકા છે. એનું કારણ એ છે કે વિશેષ અદાલતોની અછત, પોલીસ તપાસમાં ઢિલાશ, સાક્ષીઓ બહાર ન આવવા વગેરે છે.


