By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    31 minutes ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    1 day ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    26 minutes ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    49 minutes ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    53 minutes ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    1 day ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતમાં પર્યાવરણ અને વિકાસ: કાયદાકીય ફેરફારો થકી થતી અદ્રશ્ય લૂંટની વાર્તા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભારતમાં પર્યાવરણ અને વિકાસ: કાયદાકીય ફેરફારો થકી થતી અદ્રશ્ય લૂંટની વાર્તા
Author

ભારતમાં પર્યાવરણ અને વિકાસ: કાયદાકીય ફેરફારો થકી થતી અદ્રશ્ય લૂંટની વાર્તા

Khaskhabar Editor
Last updated: 2026/01/03 at 5:58 PM
Khaskhabar Editor 9 months ago
Share
10 Min Read
SHARE

ભારતની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લી રેન્જના મુદ્દે તાજેતરમાં એક અગત્યની ઘટના બની. નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે સરકારી નિષ્ણાત સમિતિની ભલામણને માન્યતા આપીને અરવલ્લી પહાડોની વ્યાખ્યા 100 મીટરથી વધુ ઊંચાઈના ભૂમિસ્વરૂપ તરીકે સ્વીકારી હતી, જેનાથી રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હીમાં મોટા ભાગના નીચા ટેકરા/પહાડો અરવલ્લી રેન્જમાંથી બહાર થઈ જતા અને ખનન માટેના દરવાજા ખુલ્લા થઈ જવાની શક્યતા ઊભી થઈ હતી. આ નિર્ણયથી પર્યાવરણવાદીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો. જાહેર વિરોધ અને પર્યાવરણીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2025માં સ્વયંભૂ (suo motu) કાર્યવાહી કરીને તે નિર્ણયને અટકાવી દીધો છે. આથી હાલમાં તે વ્યાખ્યા-આધારિત “ચાલાકી” અમલમાં આવી નથી શકી.

ભારતમાં સરકાર અથવા કેન્દ્ર/રાજ્ય સરકારો દ્વારા કેટલીક વખત આવી જ નીતિ રીતિ અપનાવવામાં આવે છે – એટલે કે, કાયદા, નિયમો કે વ્યાખ્યાઓમાં ફેરફાર કરીને અગાઉ ગેરકાયદેસર અથવા પ્રતિબંધિત પ્રવૃત્તિઓને સીધી રીતે કાયદેસર બનાવી દેવામાં આવે છે. આવા પગલાંને સામાન્ય રીતે “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ”, “આર્થિક વિકાસ”, “સ્પષ્ટતા” કે “ઔદ્યોગિક પ્રોત્સાહન” જેવા નામે રજૂ કરવામાં આવે છે, જ્યારે પર્યાવરણવાદીઓ તેને “environmental deregulation” અથવા “legal loopholes” તરીકે જુએ છે. આ પેટર્ન અનેક ક્ષેત્રોમાં જોવા મળે છે.

- Advertisement -

જંગલ (Forest)ં વ્યાખ્યા અને Godavarman કેસ: 1996ના T.N. Godavarman નિર્ણયમાં “deemed forests” (રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલ ન હોય પણ વાસ્તવિક જંગલ જેવા વિસ્તારો)ને પણ સુરક્ષા મળી. પરંતુ Forest (Conservation) Amendment Act, 2023એ માત્ર recorded forestsને સુરક્ષિત રાખીને deemed forestsને મોટા ભાગે બહાર કાઢી દીધા. આનાથી વાસ્તવિક જંગલો ખનન/ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખુલ્લા થયા. સુપ્રીમ કોર્ટે 2024-2025માં અંતરિમ આદેશોમાં Godavarman વ્યાખ્યાને જાળવી રાખી અને રાજ્યોને deemed forests ઓળખવા કમિટી બનાવવા કહ્યું, પરંતુ 2025માં પણ અમલમાં વિલંબ અને 8,500+ હેક્ટર જંગલ ક્લિયરન્સ આપવામાં આવ્યા છે. કોર્ટમાં પડકાર ચાલુ છે.

Biological Diversity Act, 2002નો મૂળ આશય માત્ર કાયદાકીય નિયંત્રણ લાદવાનો નહોતો, પરંતુ ભારતની વિશાળ જૈવ વિવિધતા – વનસ્પતિ, ઔષધીય છોડ અને પેઢીદરપેઢી વિકસેલું પરંપરાગત જ્ઞાન -ને સંરક્ષિત રાખવાનો અને તેના પરથી ઊભા થતા લાભોનું ન્યાયસંગત વહેંચણો સુનિશ્ચિત કરવાનો હતો. આ કાયદો એ માન્યતામાંથી ઊભો થયો હતો કે જૈવ સંસાધનો કોઈ નિર્જીવ કાચો માલ નથી, પરંતુ સ્થાનિક સમુદાયોની જીવનપદ્ધતિ, જ્ઞાન અને સંભાળ સાથે જોડાયેલી જીવંત સંપત્તિ છે. તેથી જ, વિદેશી કંપનીઓ અને મોટા ઉદ્યોગો માટે ભારતીય જૈવ સંસાધનોનો ઉપયોગ કરતાં પહેલાં સરકારી મંજૂરી લેવી ફરજિયાત રાખવામાં આવી હતી અને લાભવહેંચણી (benefit sharing) દ્વારા એ સુનિશ્ચિત કરાયું હતું કે નફાનો એક ભાગ એ જ સમુદાય સુધી પહોંચે જે વર્ષોથી આ સંસાધનોને સાચવી રાખે છે.

પરંતુ Biological Diversity (Amendment) Act, 2023 દ્વારા આ સુરક્ષા-કેન્દ્રિત અભિગમમાં નોંધપાત્ર ઢીલ આપવામાં આવી છે. AYUSH સંબંધિત પ્રવૃત્તિઓ(AYUSH એટલે ભારતની પરંપરાગત આરોગ્ય પ્રણાલીઓ – આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી -નું સંયુક્ત સ્વરૂપ. AYUSH સંબંધિત પ્રવૃત્તિઓમાં આ પદ્ધતિઓ આધારિત દવાઓ અને ઉત્પાદનોનું ઉત્પાદન, ઉપયોગ, સંશોધન તથા તેમનો વ્યવસાયિક ઉપયોગ આવરી લેવાય છે. આ ક્ષેત્ર પરંપરાગત જ્ઞાનને આધુનિક ઉદ્યોગ સાથે જોડે છે અને આરોગ્ય ક્ષેત્રમાં વૈકલ્પિક સારવાર પદ્ધતિ તરીકે મહત્વ ધરાવે છે.) નાના અને મધ્યમ વ્યવસાયો તથા ચોક્કસ પ્રકારના ઉપયોગોમાં પૂર્વ મંજૂરીની ફરજ દૂર કરવામાં આવી છે અને ઔષધીય વનસ્પતિઓના કલ્ટિવેશનને ઉદ્યોગ વિકાસના નામે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સરકાર આ ફેરફારોને ‘ease of doing business’ અને ઉદ્યોગ અનુકૂળતા તરીકે રજૂ કરે છે, પરંતુ આ પ્રક્રિયામાં કાયદાની મૂળ ભાવના – જૈવ સંરક્ષણ અને લાભવહેંચણી – ધીમે ધીમે પાશ્વભાગે ધકેલાઈ રહી છે. પરિણામે, જૈવિક સંસાધનો અને પરંપરાગત જ્ઞાનના વાણિજ્યિક ઉપયોગમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા નબળી પડવાની અને બાયોપાઈરસી, એટલે કે કાયદેસર દેખાતી જૈવિક ચોરીનું જોખમ વધવાની વાસ્તવિક શક્યતા ઊભી થઈ છે.

- Advertisement -

COVID સમયગાળા દરમિયાન, 2020-21માં પર્યાવરણ મંત્રાલયે એવી વ્યવસ્થા અમલમાં મૂકી કે પર્યાવરણીય મંજૂરી લીધા વિના પહેલેથી શરૂ થઈ ગયેલા ખનન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રોજેક્ટ્સને પછીથી દંડ ભરીને કાયદેસર બનાવી શકાય, જેને post-facto અથવા retrospective environmental clearance કહેવાયું. આ પગલાંએ પર્યાવરણ કાયદાની મૂળ ભાવના – પહેલા મૂલ્યાંકન, પછી મંજૂરી -ને ઉલટી દિશામાં ફેરવી નાખી. મે 2025માં ’વનશક્તિ’ કરેલ અપીલમાં કેસમાં સર્વોચ્ચ અદાલતે આ પ્રથાને ગેરકાયદેસર જાહેર કરીને બંધ કરી હતી, પરંતુ નવેમ્બર 2025માં કોર્ટે પોતાના જ નિર્ણયને મર્યાદિત રીતે પાછો ખેંચીને દલીલ કરી કે જૂના પ્રોજેક્ટ્સને બંધ કરવાથી ગંભીર પરિણામો આવી શકે. પરિણામે, post-facto clearance સંપૂર્ણપણે ખતમ થઈ નથી અને અમુક કિસ્સાઓમાં આજે પણ ચાલુ રહી શકે છે!

Mines and Minerals (Development and Regulation) Amendment Act, 2015 દ્વારા ખનન ક્ષેત્રમાં પણ એ જ નવો અભિગમ અપનાવવામાં આવ્યો. અગાઉ ઘણી ખનન લીઝમાં સમય પૂરું થયા પછી નવી મંજૂરી અને તાજી સમીક્ષા ફરજિયાત હતી, પરંતુ 2015ના સુધારાએ ઘણી જૂની લીઝને આપમેળે એક્સટેન્શન આપી દીધું

અતિરિક્ત ખનન જે કાયદાની નજરે ખોટું હતું, તે કાયદેસર બની જવાની શક્યતા ઊભી થઈ

અને એ પણ પાછલી તારીખથી લાગુ પડે એવા retrospective અસર સાથે. પરિણામે, અમુક કિસ્સાઓમાં અનિયમિત અથવા અતિરિક્ત ખનન જે કાયદાની નજરે ખોટું હતું, તે કાયદેસર બની જવાની શક્યતા ઊભી થઈ. ગોવા અને ઓડિશા જેવા રાજ્યોમાં સર્વોચ્ચ અદાલતે ખનન ગેરરીતિઓને કારણે અનેક લીઝ રદ કરી હતી, પરંતુ કાયદાકીય સુધારાઓએ આ કડક ન્યાયિક અભિગમને નરમ પાડ્યો. વધુમાં, 2025માં થયેલા તાજેતરના MMDR સુધારાઓ દ્વારા ભશિશિંભફહ ળશક્ષયફિહતના નામે જૂની લીઝમાં નવા ખનિજ ઉમેરવાની છૂટ આપવામાં આવી છે, જેના કારણે ખનનનો વિસ્તાર અને ઊંડાણ બંને વધે છે.
Wetlands (Conservation and Management) Rules, 2017 દ્વારા વેટલેન્ડની વ્યાખ્યામાં એવો ફેરફાર કરવામાં આવ્યો કે નાનાં અને મોસમી તળાવો, નદીના પ્રવાહો, પેડી ફીલ્ડ્સ અને માનવસર્જિત ટાંકા જેવા અનેક જળાશયો કાયદાકીય સુરક્ષાની બહાર રહી ગયા. બે હેક્ટરથી નાના અથવા વર્ષભર પાણી ન ધરાવતા વેટલેન્ડને વ્યાખ્યામાંથી કાઢી નાખવાથી દેશના લગભગ 65 ટકા વેટલેન્ડ કાયદેસર રીતે બિનસુરક્ષિત બની ગયા. પરિણામે, અનેક નાનાં અને મોસમી તળાવો માટી અને બાંધકામના મલબાથી ભરાઈને જમીનમાં ફેરવાઈ ગયા, જળપ્રવાહ તૂટી ગયો અને સ્થાનિક પર્યાવરણ પર ગંભીર અસર પડી. 2024-25માં આ બાબતે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ થઈ છે, જેમાં નાના અને સીઝનલ વેટલેન્ડને પણ સુરક્ષા આપવાની માગ કરવામાં આવી છે અને અદાલતે કેટલાક રાજ્યોને વેટલેન્ડની ઓળખ, નિશ્ચિતીકરણ અને ‘રામાસર સાઇટ્સ’ પર મોનિટરિંગ માટે આદેશો પણ આપ્યા છે. છફળતફિ જશયિંત પર મોનિટરિંગની વાત કરીને રાજ્યોએ થોડી પસંદગીની જગ્યાઓ બચાવવાનો દેખાવ કર્યો, પરંતુ હજારો સ્થાનિક તળાવો અને જળાશયો કાયદેસર રીતે બિનસુરક્ષિત રહી ગયા.
ઈજ્ઞફતફિંહ છયલીહફશિંજ્ઞક્ષ ણજ્ઞક્ષય (ઈછણ) અંગે 2018-19માં કરવામાં આવેલા ફેરફારોએ દરિયાકાંઠાના સંરક્ષણના મૂળ સિદ્ધાંતને જ નરમ બનાવી દીધો. ઈછણ ગજ્ઞશિંરશભફશિંજ્ઞક્ષ, 2011 હેઠળ દરિયાકાંઠેથી 200 મીટર સુધીનો ગજ્ઞ ઉયદયહજ્ઞાળયક્ષિં ણજ્ઞક્ષય (ગઉણ) વિસ્તાર વિકાસથી સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, પરંતુ નવા નિયમો હેઠળ ઊંચી વસતિ ધરાવતા વિસ્તારો (ઈછણ-ઈંઈંઈંઅ)માં આ મર્યાદા ઘટાડીને માત્ર 50 મીટર કરી દેવામાં આવી. સાથે જ ઋજઈં અનફ્રોઝન થતાં હાઈ-રાઈઝ બિલ્ડિંગ્સ, ટુરિઝમ પ્રોજેક્ટ્સ અને કોમર્શિયલ વિકાસને ખુલ્લી છૂટ મળી. સરકાર દ્વારા આ બદલાવોને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યા, પરંતુ વાસ્તવમાં દરિયાકાંઠાની પર્યાવરણીય નાજુકતા વધતી ગઈ, કોસ્ટલ ઇકોસિસ્ટમ પર દબાણ આવ્યું અને કુદરતી રક્ષણાત્મક પટ્ટો સંકોચાઈ ગયો. 2025 સુધીમાં આ જ નિયમો અમલમાં છે અને પર્યાવરણને પ્રાથમિકતા આપે એવો કોઈ મોટો સુધારો હજુ જોવા મળતો નથી.
જમીન અધિગ્રહણના મુદ્દે છશલવિં જ્ઞિં ઋફશિ ઈજ્ઞળાયક્ષતફશિંજ્ઞક્ષ ફક્ષમ ઝફિક્ષતાફયિક્ષભુ શક્ષ કફક્ષમ અભિીશતશશિંજ્ઞક્ષ અભિ,ં 2013નો મૂળ હેતુ 1894ના વસાહતી જમીન અધિગ્રહણ કાયદાને બદલીને જમીનમાલિકો, ખેડૂતો અને અસરગ્રસ્ત લોકોના હકોને કેન્દ્રમાં લાવવાનો હતો.ાીબહશભ ાીિાજ્ઞતયની વ્યાખ્યા એટલી વ્યાપક રાખવામાં આવી કે તેમાં ઙઙઙ (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ), પ્રોજેક્ટ્સ, ખાનગી ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ જેવા અનેક ખાનગી હિતો પણ જાહેર હિતના નામે સામેલ થઈ ગયા. મૂળ કાયદાનો હેતુ ખેડૂત અને જમીનમાલિકોના હકોને સુરક્ષા આપવાનો હતો, પરંતુ 2015ના ઓર્ડિનન્સ અને બાદના ફેરફારોએ અમુક કેટેગરીના પ્રોજેક્ટ્સને તજ્ઞભશફહ શળાફભિં ફતતયતતળયક્ષિં અને જમીનમાલિકોની સંમતિ જેવી મહત્વની પ્રક્રિયાઓમાંથી મુક્ત કરી દીધી. પરિણામે, જાહેર હિતનો અર્થ લોકહિતમાંથી સરકીને વિકાસના નામે ખાનગી નફાની સુવિધા તરફ વળી ગયો અને જમીન અધિગ્રહણ કાયદાકીય રીતે સરળ પરંતુ સામાજિક રીતે વધુ વિવાદાસ્પદ બની ગયું.
શહેરોમાં વર્ટિકલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે અનેક રાજ્યો અને મ્યુનિસિપલિટીઓએ ઋજઈં/ઋઅછમાં વધારો કર્યો છે – ખાસ કરીને મુંબઈ અને દિલ્હીની જેમ ઘનતા વાળા શહેરોમાં. આ પ્રક્રિયા કાયદેસર છે અને આર્થિક વિકાસ અને હાઉસિંગની જરૂરિયાતના નામે કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તેનાથી પાણીની અછત, રસ્તાઓ પર ભીડ અને હવા પ્રદૂષણ વધે છે. વધુ ઋજઈં/ઋઅછનો અર્થ એ પણ થાય છે કે હાઉસિંગની સંખ્યા અને વસ્તી વધારે છે, પરંતુ લાઇટ, પાણી, વીજળી, વાહનવ્યવહાર અને રોડ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર એના અનુરૂપ ઝડપથી વિકસતું નથી. પરિણામે, શહેરની ક્ષમતા પર દબાણ વધે છે અને જીવનની ગુણવત્તા ઘટી જાય છે. આ વિવાદ આજે પણ ચાલી રહ્યો છે અને નિષ્ણાતો આ સમસ્યાને નિયંત્રિત કરવા અને સુધારવા માટે નિશ્ચિત આયોજનની સલાહ આપી રહ્યા છે.
આ બધા કિસ્સાઓમાં સામાન્ય પેટર્ન છે: વ્યાખ્યા બદલવી. નિયમો નરમ કરવા અથવા નવી છટકબારી શોધવી તેમજ તેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ” અથવા આર્થિક વિકાસના નામે જાહેર કરવું!

You Might Also Like

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Ultra Processed Food : માસૂમ દેખાતો વિલન
Next Article ઝીંદગી આ રહા હૂં મેં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?