એક સર્વેમાં 88% ગ્રાહકોએ પેકેટ પર સરળતાથી વંચાય તેવું મોટું લેબલ લગાવવાનો મત
પેકેટ પર લાલ હેક્સાગોનલ નિશાન સાથે ચેતવણી અપાશે
- Advertisement -
પેકેટ બંધ ખાદ્ય અને પેય પદાર્થોમાં ખાંડ, નમક અને ફેટ (ચરબી)ની માત્રા વધુ છે તો તેની જાણકારી ગ્રાહકોને પેકેટ પર સ્પષ્ટરૂપે મળવી જોઇએ. લોકલ સર્કલ્સના એક સર્વેમાં મોટી સંખ્યામાં ગ્રાહકોએ જણાવ્યું છે કે કોઇપણ ઉત્પાદનમાં આમાંથી એક પણ વસ્તુની નિશ્ચિત સીમાથી વધુ માત્રા હોય તો પેકેટ પર તેની સ્પષ્ટ ચેતવણી હોવી જોઇએ.
ગ્રાહકોએ એમ પણ જણાવ્યું કે આના માટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માન્ય ઓથોરીટી (FSSI)ના પ્રસ્તાવિત નિયમોના બીજા તબકકાની રાહ ન જોવી જોઇએ. એફએસએસએઆઇએ ૨૮ ઓગસ્ટે સુપ્રિમ કોર્ટમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં પેકેટ બંધ ખાદ્ય પદાર્થોના સામેના ભાગમાં મેળવવામાં આવેલી ખાંડ, નમક અને સેચ્યુરેટેડ ફેટની વધુ માત્રા હોવા પર તસ્વીરથી ચેતવણી આપવાનો પ્રયાસ છે. પ્રસ્તાવ અંતર્ગત પેકેટ પર લાલ રંગના હેકસાગોનલ આકારના નિશાનમાં વધુ ખાંડ, વધુ નમક, વધુ ચરબી કે ખૂબ જ વધુ મીઠુ પીણુ જેવી ચેતવણી આપવામાં આવશે. જેને બે તબકકામાં લાગુ કરવાનો પ્રસ્તાવ પહેલા તબકકામાં ચેતવણી એ ઉત્પાદનો પર લાગુ છે, જેમાં મેળવવામાં આવેલ ખાંડ, નમક અને સેચ્યુરેટેડ ફેટમાં ઓછામાં ઓછી બે વસ્તુ નિશ્ચિત સીમાથી વધુ માત્રામાં હોય, કેટલાક મીઠા પીણા પણ આ ક્ષેત્રમાં આવશે. ઉલ્લેખનીય છે કે સર્વેમાં ૨૩૫૧૬ પ્રતિક્રિયા મળી હતી, જેમાં ૮૮ ટકા લોકોએ કહ્યું હતું કે ચેતવણીનું લેબલ એટલું મોટું અને સ્પષ્ટ હોવું જોઇએ, જેથી સરળતાથી વાંચી શકાય.




