ટાયકૂન બર્નાર્ડ આર્નોલ્ટનું સ્થાન બીજા સ્થાને સરક્યું : બ્લુમબર્ગની નવી યાદી જાહેર
વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. સંપત્તિની રેસમાં તેણે બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે જે અત્યાર સુધી નંબર-1નું સ્થાન ધરાવતા હતા.. ભૂતકાળમાં એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે મસ્ક ટૂંક સમયમાં આ અદ્ભુત કામ કરી શકે છે. છેલ્લા 24 કલાકમાં એલોન મસ્કની નેટવર્થમાં 1.98 બિલિયનનો વધારો થયો છે, જ્યારે ફ્રેન્ચ બિઝનેસમેન આર્નોલ્ટને 5.35 બિલિયનનું મોટું નુકસાન થયું છે.
- Advertisement -
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ઈલોન મસ્કની સંપતિમાં 1.98 બિલિયનના વધારો થતા હવે તે સૌથી અમીર વ્યક્તિ બનીગયા છે. રીપોર્ટ અનુસાર સૌથી અમીર વ્યક્તિમાં ટાયકૂન બર્નાર્ડ આર્નોલ્ટનું નામ પ્રથમ સ્થાને હતું પરંતુ ઈ લોન મસ્કની સંપતિમાં વધરો થતા તેઓનું સ્થાન સરકીને બીજા નંબરે આવી ગયું છે. ઈલોન મસ્કની સંપતિમાં 192 બિલિયન થઈ છે જયારે ટાયકૂન બર્નાર્ડ આર્નોલ્ટની સંપતિ 187 બિલિયન છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ઈલોન મસ્કની નેટવર્થમાં 1.98 બિલિયનનો વધારો થતા તેમની કુલ નેટવર્થ 192 બિલિયન થઈ ગઈ છે. તેમને બ્રાન્ડ ટાયકૂન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ઈલોન મસ્કે આ વર્ષે તેમની સંપત્તિમાં લગભગ 53 બિલિયનનો વધારો કર્યો છે. મસ્કની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો એટલે કે 71 ટકા ટેસ્લા પાસે છે. ઈલોન મસ્કની વર્તમાન સંપત્તિ 192 બિલિયન છે. બર્નાર્ડ આર્નોલ્ટની કંપની કટખઇંના શેરમાં 2.6 ટકાનો ઘટાડો થયો હતો.જેના કારણે આર્નોલ્ટને નુકસાન થયું હતું અને તે સૌથી અમીર ઉદ્યોગપતિઓની યાદીમાં બીજા નંબરે સરકી ગયા છે.બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં 5.25 બિલિયનના ઘટાડા પછી કુલ નેટવર્થ ઘટીને 187 બિલિયન થઈ ગઈ છે.
આ ઉપરાંત બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં ઘટાડો થતા 24 કલાકની અંદર 11.2 બિલિયન અથવા લગભગ 92,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કારણે તેમની નેટવર્થ 200 બિલિયન ડોલરની નીચે પહોંચી ગઈ હતી. હવે ફરી એકવાર એક દિવસમાં 5.25 અબજ ડોલરની સંપત્તિમાં ઘટાડો થયો હતો.જો કે આ વર્ષે આર્નોલ્ટને વધતી જતી મોંઘવારીનો ફટકો પડ્યો છે. વધતી જતી મોંઘવારીને કારણે લક્ઝરી બ્રાન્ડના વેચાણમાં પણ ઘટાડો થયો છે. ખાસ કરીને ચીન, જે વિશ્વના સૌથી મોટા બજારોમાંનું એક છે. ત્યાં પણ કટખઇં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે એપ્રિલથી કટખઇં શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.