રાજકોટ મહાનગરપાલિકાએ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્લમ વિસ્તારોના રીડેવલપમેન્ટ માટે PPP પોલીસી ૨૦૧૩ અંતર્ગત શહેરમાં આવેલ ઝુપડપટ્ટી વિસ્તારોને PPP ધોરણે વિકસાવવા માટે નીતિ ઘડવામાં આવેલ છે. આ પોલીસી અંતર્ગત ભારતનગર સ્લમ વિસ્તારને રીડેવલપ કરી નવી અનેક સુવિધાઓથી સુસજ્જ એવી આવાસ યોજના તૈયાર કરવામાં આવેલી છે. આ આવાસ યોજના માટે રાજકોટ મહાનગરપાલિકાને ELETS HOUSING AWARD મળેલ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

તા. ૨૬ થી ૨૮ ઓગસ્ટ દરમ્યાન ઓનલાઈન યોજાયેલી ELETS NATIONAL HOUSING SUMMITમાં રાજકોટ મહાનગરપાલિકાને આ એવોર્ડ આપવામાં આવી રહેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના વિવિધ ઘટકો પૈકી AHP ઘટક અંતર્ગત હાલ સુધીમાં આશરે ૨૨,૦૦૦ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં સમાજના ઓછી આવક ધરાવતા તેમજ મધ્યમવર્ગીય સહીત દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત BLC અંતર્ગત ૧૨૦૦ અને CLSS અંતર્ગત આશરે ૧૪૦૦૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે. તેમજ ઝુપડપટ્ટી પુનઃવસન PPP યોજના અંતર્ગત હાલ સુધીમાં આશરે ૩૦૦૦ આવાસોનું પ્લાનિંગ કરવામાં આવેલ. જે પૈકી ૬૪૫ આવાસોનું લોકાર્પણ કરીને લાભાર્થીઓને આવાસોની સોપણી કરવામાં આવેલ છે.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્લમ વિસ્તારોના રીડેવલપમેન્ટ માટે PPP પોલીસી ૨૦૧૩ અંતર્ગત શહેરમાં આવેલ ઝુપડપટ્ટી વિસ્તારોને PPP ધોરણે વિકસાવવા માટે નીતિ ઘડવામાં આવેલ છે. આ પોલીસી અંતર્ગત ભારતનગર સ્લમ વિસ્તારને રીડેવલપ કરવા માટે નિયત સત્તામંડળ દ્વારા નિર્ણય લઈને ડેવલપરની નિમણુક કરી ડેવલપર દ્વારા ટી.પી.સ્કીમ નં ૨૮ (મવડી) ની સરકારશ્રી ની માલિકીના ફાઈનલ પ્લોટ નં ૪૯/૧ અને રાજકોટ મહાનગરપાલિકાના SEWS માટે આરક્ષિત પ્લોટ નં ૪૯/B તથા કોમર્શીયલ માટે આરક્ષિત ૪૯/C આમ કુલ ૩ પ્લોટમાં રહેલ ઝુપડપટ્ટીને દુર કરી તેનો સમાવેશ પ્લોટ નં ૪૯/૧ માં કરીને પ્લોટ નં ૪૯/B તથા ૪૯/C ને ફરતે કમ્પાઉન્ડ વોલ કરી રાજકોટ મહાનગરપાલિકાને પરત આપવામાં આવેલ છે.

આ ઉપરાંત ડેવલપર દ્વારા રૂ. ૩૮.૪૩ કરોડનુ માતબર પ્રીમીયમ રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવેલ છે. ભારતનગર સ્લમ વિસ્તાર માટે પી.પી.પી ધોરણે આવાસ યોજનાની કામગીરી પૂર્ણ થયેલ છે. આ યોજના અંતર્ગત રૂ. ૩૪.૫૫ કરોડના ખર્ચે ૩૧૪ આવાસો અને ૨૦ દુકાનોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ ઝુપડપટ્ટી વિસ્તાર માં રહેતા લાભાર્થીઓને તે જ જગ્યાએ પોતાની માલિકીનું, બે બેડરૂમ હોલ, કિચન સહિતનું માલિકી હક્ક સાથેનું ઘરનું ઘર વિનામૂલ્યે આપવામાં આવેલ છે અને જ્યાં સુધી બાંધકામની કામગીરી ચાલુ રહેલ ત્યાં સુધી દર માસ રૂ. ૩૫૦૦/- ઘરભાડું આપવામાં આવેલ. આ આવાસ યોજનામાં G+6 પ્રકારનું બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં સોસાયટીમાં કોમન પ્લોટ, ગાર્ડન, લીફ્ટ, પીવાના પાણી તેમજ ભૂગર્ભ ગટર, આંતરિક લાઈટો વિગેરે સુવિધાઓ આપવામાં આવેલ છે. આવાસ યોજનાની કામગીરી મ્યુનિ. કમિશનરના માર્ગદર્શન હેઠળ સિટી એન્જિનિયર (સ્પે.) અલ્પના મિત્રા અને તેમના હાઉસિંગ ડીપાર્ટમેન્ટના સ્ટાફ દ્વરા કરવામાં આવી હતી.