તા . ૧૮/૦૮/૨૦૨૦ ના રોજ રાત્રી દરમ્યાન ગડુ ગામે ખોરાસા ગામના નાકેથી નંદનવન હોટલ તરફ જતા સર્વિસ રોડ ઉપર પાસે એક અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલ કરાયેલ લાશ મળી આવેલ જે અંગે ચોરવાડ પો.સ્ટે.માં આઇ.પી.સી. કલમ ૩૦૨ , તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો અજાણ્યા ઇસમ વિરુધ્ધ દાખલ થયેલ છે ઉપરોક્ત ગુન્હો અનડીટેક્ટ હોય અને આ કામે અજાણ્યા પુરૂષની ક્રૂર રીતે હત્યા કરાયેલ લાશ મળી આવેલ તથા હત્યા કરનાર અનડીટેક્ટ હોય જે પોલીસ માટે એક પડકારજનક બનાવ બનેલ જેથી આ કામે જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા જુનાગઢ જીલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી સાહેબની સીધી સુચના મુજબ માગરોળ ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.ડી.પુરોહીત સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ ક્રાઇમ બાન્ય તથા ચોરવાડ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો ભેદ ઉકેલવા અને મરણ જનાર તથા હત્યા કરનાર ઇસમો અંગે સચોટ માહીતી મેળવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતો . જેમાં આ કામે બનાવ બનેલ વિસ્તાર તથા આજુ – બાજુનાઅ વિસ્તાર ના સીસીટીવી ફુટેઝો તથા ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારોની મદદથી આરોપી શોધી કાઢવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ . જે દરમ્યાન બનાવ વિસ્તાર આજુ બાજુના આશરે ૧૫ કી.મી. જેટલા વિસ્તારના સીસીટીવી ફુટેઝ અલગ અલગ ટીમો બનાવી ચેક કરતા એક ઇસમ શકમંદ હાલતમાં જણાતા તેની ખરાઇ કરતા મજકુર ઇસમ ખોરાસા ગીર ગામનો જય રમેશભાઇ ચુડાસમાં હોવાની ખાનગી બાતમીદારો દ્વારા જાણવા મળેલ હોય અને તેની તપાસ કરતા મજકુર ઇસમ ગઇ તા .૧૭ / ૦૮ / ૨૦૨૦ થી ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ હોય અને ઘરે હાજર મળી આવેલ નહી જેથી તેના ઉપર શંકા વધુ પ્રબળ બનતા મજકુર ઇસમની તપાસ કરતા અને અંગત બાતમીદારોથી જાણવા મળેલ કે , મજકુર ઇસમ હાલ ગડુ ચેક પો.સ્ટે . નજીકમાં છે . તેવી ચોક્કસસ હકિકત મળતા મજકુરની તપાસ કરતા મળી આવેલ હોય જેથી તેને હસ્તગત કરી તેની પુછપરછ કરતા જણાવેલ છે કે તા .૧૭ / ૦૮ / ૨૦૨૦ ના રોજ તેના કાકી જયાબેન હરસુખભાઇ ચુડાસમાં સાથે માથાકુટ થયેલ હોય , જેથી ઘરે પોતાના મમ્મી – પપ્પા સાથે ઝગડો કરી ઘરેથી નિકળી ગયેલ હતો અને વાડીએ તેના કાકી જયાબેન હરસુખભાઇ ચુડાસમાને મારી નાખવા નિકળેલ હતો પરંતુ વાડીએ કુતરા અને પોતાને બીક લાગતા ખોરાસા વાડીએથી ચાલીને ગડુ ગામે આવેલ નંદનવન જવાના સર્વિસ રોડ ઉપર પંડીત પાન આગળ એક અજાણ્યો ભિક્ષુક જેવો ઇસમ બેસેલ હોય અને તેને મિત્રતા કરવાનું કહેતા મિત્રતા કરવાની ના પાડતા નજીકમાં પડેલ સોડા બોટલ તથા પથ્થર વડે માર મારેલ અને કાળા કલર જેવા રબ્બરના પટ્ટાથી તેનું ગળુ દબાવી મોત નિપજાવેલ.
પોલીસે આ ઇશમ- જય રમેશભાઇ કાનાભાઇ ચુડાસમાં ઉવ .૨૧ રહે . ખોરાસા ( ગીર ) તા.માળીયા હાટીના ની ધરપકડ કરી હતી.
આ કામગીરીમાં મોગરોળ ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.ડી.પુરોહીત તથા ક્રાઇમ બ્રાન્ચના ઇચા. , પો . ઇન્સ . આર.કે.ગોહિલ , તથા ચોરવાડ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ . શ્રી કે.બી.લાલકા તથા પો.સ.ઇ.શ્રી ડી .જી.બડવા તથા વા.પો.સ.ઇ. શ્રી ડી.એમ.જલુ તથા પો.હે.કો. ભરતભાઇ સોનારા , વિક્રમભાઇ ચાવડા , શબ્બીરખાન બેલીમ , ભરતભાઇ ઓડેદરા , તથા સાહીલ સમા , ડાયાભાઇ કરમટા , દિવ્યેશભાઇ ડાભી , જયદિપભાઇ કનેરીયા , ભરતભાઇ સોલંકી , ડા , પો.કો . માનસિંગભાઇ બારડ તથા ચોરવાડ પો.સ્ટે.ના પો.હે.કો. પ્રકાશ ડાભી , દિલીપભાઇ કાગડા , પાયાભાઇ કરમટા , તથા પો.કો. ભાવસિંહ , બાલુભાઇ , સુખદેવભાઇ , પ્રવિણભાઇ , તથા ડ્રા.પો.કો. ભરતભાઇ તથા જી.આર.ડી. સભ્ય સુરેશભાઇ વાળા , અજયભાઇ વાળા વિગેરે પો.સ્ટાફએ સાથે કામગીરીમાં જોડાયા હતા.

(ઇમરાન બાંગરા – માંગરોળ)