ED એ મોબાઈલ એપ્સ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ તૈયાર કરવા માટે અને તેના ડિસ્ટ્રીબ્યુશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સહિત અન્ય ઘણા લોકોના ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા છે.
પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને અન્ય લોકોના રહેઠાણો અને ઓફિસો પર દરોડા પાડ્યા છે. ED દ્વારા કેસ નોંધ્યા બાદ હવે રહેણાંક જગ્યાઓ અને ઓફિસોની સર્ચ કરવામાં આવી રહી છે. કુન્દ્રાની જૂન 2021માં ‘અશ્લીલ’ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર 2021થી જામીન પર છે.
- Advertisement -
કેવી રીતે ખુલ્યું રાજના બિઝનેસનું રહસ્ય
પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રા અને તેની કંપની પોર્ન ફિલ્મો દ્વારા માત્ર મોટી કમાણી જ નથી કરતી પરંતુ તેમણે દેશના કાયદાથી બચવા માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી રાખી હતી. સૌથી પહેલા તો જણાવી દઈએ કે આ રહસ્ય કેવી રીતે ખુલ્યું? મુંબઈ પોલીસે 4 ફેબ્રુઆરી 2021ના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો. જ્યારે એક યુવતીએ મુંબઈના જ માલવાણી પોલીસ સ્ટેશનમાં આ રેકેટ અંગે એક ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે કેવી રીતે કેટલાક લોકો ફિલ્મો અને ઓટીટીમાં કામ અપાવવાના નામે છોકરીઓને અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા દબાણ કરી રહ્યા છે. આ સાથે જ અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ કરીને મુંબઈમાં ઘણા બિઝનેસમેન મોટી કમાણી કરી રહ્યા છે. આ પછી પોલીસે મલાડ વેસ્ટ વિસ્તારના એક બંગલામાં દરોડો પાડ્યો જેને ભાડે લઈને ત્યાં પોર્ન ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું. ત્યારે આ દરોડામાં બોલિવૂડ અભિનેત્રી સહિત 11 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
પોલીસને ત્યારે રાજ કુન્દ્રા અને તેમની કંપની વિશે સંકેતો મળી ગયા હતા, પરંતુ પોલીસ તેમના પર હાથ નાખતા પહેલા નક્કર પુરાવા એકત્ર કરવા માંગતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રાજ કુન્દ્રા સાથે જોડાયેલી ઘણી વધુ માહિતી તેમની પાસે ઉપલબ્ધ હતી. તેમાં પીડિત યુવતીઓના નિવેદનો, વોટ્સએપ ચેટ્સ, એપ પર ઉપલબ્ધ ફિલ્મો અને રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફિક ફિલ્મોના બિઝનેસનો સંપૂર્ણ હિસાબ હતો. આ પછી જ રાજની ધરપકડ કરવામાં આવી હતી.