By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    24 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    2 minutes ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    13 minutes ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    53 minutes ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    24 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 hour ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દ્રૌપદી મુર્મુએ શોષિતોના સશક્તિકરણમાં જીવન સર્મપિત કરી દીધું: ઙખ મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દ્રૌપદી મુર્મુએ શોષિતોના સશક્તિકરણમાં જીવન સર્મપિત કરી દીધું: ઙખ મોદી
રાષ્ટ્રીય

દ્રૌપદી મુર્મુએ શોષિતોના સશક્તિકરણમાં જીવન સર્મપિત કરી દીધું: ઙખ મોદી

Khaskhabar Editor
Last updated: 2022/06/22 at 6:13 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએના ઉમેદવાર બનાવવામાં આવ્યાં બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે મને વિશ્વાસ છે કે દ્રૌપદી મુર્મૂ આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ બનશે. તેમણે પોતાનું જીવન સમાજની સેવા ગરીબો, દલિતો તથા હાશિયા પર રહેલા લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત કર્યું છે.
પીએમ મોદીએ કહ્યુ,‘લાખો લોકો, જેણે ગરીબીનો અનુભવ કર્યો છે અને જીવનમાં મુશ્કેલીનો સામનો કર્યો છે, તે દ્રૌપદી મુર્મૂના જીવનથી શક્તિ પ્રાપ્ત કરે છે. નીતિગત મુદ્દા પર તેમની સમજ અને તેમની દયાળુ પ્રવૃતિથી દેશને ફાયદો થશે.’
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, ’દ્રૌપદી મુર્મૂએ સમાજની સેવા અને ગરીબો, વંચિતો અને શોષિતોના સશક્તિકરણમાં પોતાનુ જીવન આપી દીધુ. તેમની પાસે સમૃદ્ધ વહીવટી અનુભવ છે અને રાજ્યપાલના રૂપમાં તેમનો કાર્યકાળ પણ ઉત્કૃષ્ટ રહ્યો. મને વિશ્વાસ છે કે તે આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ સાબિત થશે.’ તો ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી કહ્યુ, ’આજે દેશ માટે એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ છે, જ્યારે નરેન્દ્રના નેતૃત્વ તથા જેપી નડ્ડાની અધ્યક્ષતામાં એનડીએના રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂની જાહેરાત કરી છે. આ નિર્ણય જનજાતીય ગૌરવને નવા શિખર પર લઈ જવાનું કામ કરશે. તેથી હું પીએમ મોદીને અભિનંદન આપુ છું.’

લાખો લોકો, જેણે ગરીબીનો અનુભવ કર્યો છે અને જીવનમાં મુશ્કેલીનો સામનો કર્યો છે, તે દ્રૌપદી મુર્મૂના જીવનથી શક્તિ પ્રાપ્ત કરે છે. નીતિગત મુદ્દા પર તેમની સમજ અને તેમની દયાળુ પ્રવૃતિથી દેશને
ફાયદો થશે. -વડાપ્રધાન મોદી

- Advertisement -

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુને તત્કાળ ઝેડ પ્લસ સુરક્ષા
જગન્નાથ મંદિરમાં ઝાડુ માર્યુ: પુજા-અર્ચના કરી
ખાસ-ખબર સંવાદદાતા
એનડીએના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર માટે દ્રોપદી મુર્મુની પસંદગી કરી છે. રાષ્ટ્રપતિપદની ઉમેદવારી જાહેર થયાના એક દિવસ બાદ દ્રોપદી મુર્મુએ રાયરંગપુરના જગન્નાથ મંદિરમાં પુજા-અર્ચના કરી અને ત્યાં જ પુજા કર્યા પહેલા મુર્મુ એ શિવમંદિર સાફ કર્યુ હતું. ઉમેદવારી જાહેર થયા બાદ કેન્દ્રએ દ્રોપદીને સીઆરપીએફ કમાંડોની ઝેડ પ્લસ સુરક્ષા આપી છે.
એનડીએના રાષ્ટ્રપતિ માટેની ઉમેદવાર દ્રોપદી મુર્મુની જીવન યાત્રા ખૂબ સંઘર્ષોથી ભરેલી છે. કાઉન્સેલર તરીકે રાજકીય સફર શરૂ કરનાર દ્રોપદી અનુસૂચિત જનજાતિ (એસટી) શ્રેણીમાંથી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને બીજી મહિલા રાષ્ટ્રપતિ બનવા માટે તૈયાર છે. આર્થિક સંકડામણના કારણે દ્રોપદી માત્ર સ્નાતક સુધી શિક્ષણ મેળવી શકયા. આ પહેલા તેઓ ઓડીશા સરકારમાં ફરજ બજાવતા હતા.
બાદમાં રાજકારણ માટે ભાજપને પસંદ કર્યુ. દ્રોપદી મુર્મુનું જીવન તેમના જીવન શક્તિને પ્રતિબિંબીત કરે છે. યુવાનીમાં વિધવા થયા ઉપરાંત બે પુત્રોના મૃત્યુથી તે ભાંગી પડયા ન હતા. આ દરમ્યાન તેણીએ તેની એક માત્ર પુત્ર ઈતિશ્રી સહિત સમગ્ર પરિવારને સંભાળીને રાખ્યા હતા. કેન્દ્રએ મુર્મુને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની જાહેરાત કર્યા બાદ બુધવારે વહેલી સવારે 64 વર્ષીય દ્રોપદી મુર્મુ પાસે સુરક્ષા કર્મીઓ પહોંચી ગયા હતા.

કોણ છે ? ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ

- Advertisement -

દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તેઓ ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા. દ્રૌપદી મુર્મૂ ઝારખંડના પહેલા મહિલા અને આદિવાસી રાજ્યપાલ હતા. અહીંથી સેવાનિવૃતિ બાદ તેઓ પોતાના ગૃહ રાજ્ય ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરમાં રહે છે. આ તેમના પૈતૃક ગામ બૈદાપોસીનુ પ્રખંડ મુખ્યાલય છે. તેઓ ઝારખંડમાં સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ રહ્યા. દ્રૌપદી મુર્મૂ ભારતના પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે. તેઓ એનડીએના ઉમેદવાર છે અને એનડીએ મતના મુદ્દે જીતની નજીક છે. વિપક્ષી પાર્ટીઓએ યશવંત સિન્હાને આ પદ માટે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આઈએએસના પૂર્વ અધિકારી યશવંત સિન્હા ઝારખંડના હજારીબાગ બેઠક પરથી ભાજપના લોકસભા સાંસદ રહી ચૂક્યા છે અને કેન્દ્ર સરકારના મંત્રી પણ. તેઓ લાંબા સમય સુધી ભાજપના જ નેતા રહ્યા પરંતુ આખરે ભાજપથી અલગ થવુ પડ્યુ. અત્યારે તેઓ મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સાથે જોડાયા હતા. તેમના પુત્ર અને હજારીબાગના વર્તમાન લોકસભા સાંસદ જયંત સિન્હા અત્યારે ભાજપમાં છે.

દ્રૌપદી મુર્મુ જાણીતા આદિવાસી નેતા
દ્રૌપદી મુર્મુ એક ભારતીય રાજકારણી છે અને 18 મે 2015 થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે. તેઓ તેઓ પ્રથમ ઓડિયા નેતા છે જેઓ ઝારખંડના ગવર્નર તરીકે રહ્યા છે. તેમણે 2000 થી 2004 સુધી ઓડિશા વિધાનસભામાં રાયરંગપુરથી ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવેલી છે.

You Might Also Like

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

TAGGED: DraupadiMurmu, narendramodi, PRESIDENTELECTION
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકીય મગરમચ્છોની હૂંફ હેઠળ જગજાહેર રેતીચોરીનું રેકેટ!
Next Article ખેડૂતો KYC નહીં કરે તો PM KISHANના પૈસા જમા નહીં થાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
રાજ્યભરના 12,000 રેવન્યુ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ : સરકારી કામગીરી ઠપ
કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ
ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો
BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાષ્ટ્રીય

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાષ્ટ્રીય

BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?