ટાવર ચોક ખાતે ડૉ.બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા: વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
વેરાવળ શહેરમાં ભારતીય બંધારણના ઘડવૈયા,ભારત રત્ન,વિશ્વ વિભૂતિ ડો.બાબા સાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતિ ઉલ્લાસપૂર્વક ઉજવાઈ હતી.ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમાં ડો.બાબાસાહેબ આંબેડકર ની 135 મી જન્મજયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમા વેરાવળ સમસ્ત અનુસુચીત હાડી સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએથી ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગ પરથી ડો.બાબાસાહેબ આંબેડકર ની શોભાયાત્રા નીકળી હતી જે ટાવરચોક ખાતે પૂર્ણ થયેલ હતી. ટાવરચોક ખાતે બાબાસાહેબ ની પ્રતીમાને પુષ્પાંજલી આપવામા આવી હતી.. વિવિધ સમાજના આગેવાનો સહીત હજારોની જનમેદની શોભાયાત્રામાં ઉમટી હતી.. ઠેર ઠેર આ શોભાયાત્રાનું આગેવાનોએ પુષ્પગુચ્છ તેમજ ફૂલોના હાર પહેરાવી સમગ્ર સમાજને સન્માનિત કરવામાં આવ્યા હતાં.આ કાર્યક્રમમાં વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.



