રાજકોટ સિવિલમાં ઈમર્જન્સી જ વેન્ટિલેટર પર! ડૉક્ટર્સે ખોલી વહીવટી અવ્યવસ્થાની પોલ
જવાબદારી અમારી અને સત્તા રેસિડેન્ટ્સની : મેડિકલ ઑફિસર
- Advertisement -
મેડિકલ ઑફિસરના ગંભીર આક્ષેપ સાથેના પત્રથી તંત્ર દોડતું થયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી વર્ષોથી ચાલતી વહીવટી ગેરવ્યવસ્થા અને આંતરિક સંકલનના અભાવે ઇમર્જન્સી વિભાગની સ્થિતિ બગડી રહી હોવાનો ગંભીર આક્ષેપ ખુદ મેડિકલ ઑફિસરે કર્યો છે. તેમણે લખેલા વિગતવાર પત્રમાં દર્દીઓની સારવાર દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓ, રેસિડેન્ટ ડોક્ટર્સ સાથેના મતભેદો અને ઈમર્જન્સી વિભાગમાં વધતી અવ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
પત્રમાં જણાવાયું છે કે, ઈમર્જન્સી વિભાગમાં દર્દીને પ્રાથમિક સારવાર અને જરૂરી તપાસ કર્યા બાદ મેડિકલ ઑફિસર દર્દીને સંબંધિત વોર્ડમાં દાખલ કરવાનો નિર્ણય લે છે, પરંતુ અનેક વખત રેસિડેન્ટ ડોક્ટર્સ દર્દીને સ્વીકારવામાં આનાકાની કરતા હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની જાય છે. દર્દી અને તેમના સગાંઓ વચ્ચે આ મુદ્દે ઉગ્ર બોલાચાલી સર્જાતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેડિકલ ઑફિસરોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ઈમર્જન્સી વોર્ડમાં બેડની સતત અછત રહેતી હોવાથી ગંભીર દર્દીઓને સમયસર સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ મુશ્કેલી પડે છે. દર્દીઓને વોર્ડમાં શિફ્ટ કરવામાં વિલંબ થતો હોવાથી ઇમર્જન્સી વિભાગ પર ભાર વધતો જાય છે. આવી સ્થિતિમાં દર્દીઓના સગાઓનો રોષ પણ મેડિકલ ઑફિસરને સહન કરવો પડે છે. પત્રમાં કેટલાક વિભાગોના રેસિડેન્ટ ડોક્ટર્સના અસહકાર અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
- Advertisement -
મેડિકલ ઑફિસરે વહીવટી તંત્ર સમક્ષ ઉઠાવેલા મુખ્ય પ્રશ્ર્નો
1 દર્દીને કયા વોર્ડમાં દાખલ કરવો રેસિડેન્ટ તે મુદ્દે મેડિકલ ઑફિસર અને રેસિડેન્ટ ડોકટર્સ વચ્ચે રોજના વિવાદ સર્જાય છે.
2 ઈમર્જન્સી વોર્ડ સતત ભરેલો રહેતા ગંભીર દર્દીઓને સમયસર બેડ મળતા નથી
3 કેટલાક વિભાગો દર્દીઓને સ્વીકારતા ન હોવાથી દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ફેરવવામાં આવે છે. દર્દીઓને સમયસર શિફ્ટ ન કરાતા ઇમર્જન્સી વિભાગ પર સતત ભાર વધતો જાય છે.
4 ઝઇઈઉ અને રેસિડેન્ટસ ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ્સ તરફથી પૂરતો સહકાર મળતો નથી તેવી ફરિયાદ
5 ઈમર્જન્સી સિસ્ટમ માટે સ્પષ્ટ જવાબદારી અને 24ડ્ઢ7 નોડલ ઑફિસર નિમવાની માંગ કરવામાં આવી.
6 રેટ્રો-ખકઈ જાહેર કર્યા બાદ સંબંધિત વિભાગો ખકઈ સર્ટિફિકેટ લખવામાં આનાકાની કરે છે
7 ડેપ્યુટેશનની ફરજમાં ચોક્કસ મેડિકલ ઑફિસર પર જ વધુ ભાર મુકાતો હોવાનો આક્ષેપ.
8 ફરજ ફાળવણી અને ઈછ માર્કિંગ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની માંગ ઉઠાવવામાં આવી.
9 દર્દીઓના સગાંઓના રોષ અને ઝઘડાનો સીધો સામનો મેડિકલ ઑફિસરને કરવો પડે છે.
‘મેડિકો લીગલ કેસ-ઇમર્જન્સી કામગીરી સોંપો, ઇન્ડોરનું કામ રેસિડેન્ટ્સને સોંપો’: મેડિકલ ઑફિસરનું પત્રમાં સૂચન
મેડિકલ ઑફિસરે સૂચવ્યું હતું કે, અન્ય જિલ્લા હોસ્પિટલની જેમ રાજકોટ સિવિલમાં પણ ખકઈ અને ઈમર્જન્સી કામગીરી ખઘ પાસે રાખી દર્દીઓને ઈન્ડોર કરવાની સંપૂર્ણ જવાબદારી રેસિડેન્ટ ડોક્ટર્સને સોંપવામાં આવે તો અનેક વિવાદો અને ગેરવ્યવસ્થાનો અંત આવી શકે. પત્રમાં કેટલાક વિભાગોના રેસિડેન્ટ ડોક્ટર્સના અસહકાર અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.



