સામાજિક કાર્યકર અન્ના હજારેએ ગુરુવારે વિદ્યાર્થીઓના પ્રદર્શનના સમર્થનમાં મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં મૌન આંદોલન શરૂ કર્યું છે. તેમણે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. તેમનું કહેવું છે કે પીએમ સર્વોચ્ચ નેતા છે, તેથી જનતાના સવાલો તેમના સુધી પહોંચાડવા જરૂરી છે. બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે સુનાવણી થશે. એક જનહિત અરજીમાં અપીલ કરવામાં આવી છે કે પ્રદર્શનકારીઓએ દિલ્હીને બંધક બનાવી દીધું છે. ઘણા રસ્તાઓ બંધ છે અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન ચાલુ છે. ગુરુવારે સવારથી જ હજારો લોકો ત્યાં એકઠા થયા છે. પાર્ટી પ્રમુખ અભિજીત દીપકે આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા છે. સામાજિક કાર્યકર અન્ના હજારેએ વિદ્યાર્થીઓના પ્રદર્શનના સમર્થનમાં મૌન આંદોલન શરૂ કરી દીધું છે. આ પહેલાં તેમણે પ્રદર્શનને લઈને પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. તેમનું કહેવું હતું કે પીએમ સર્વોચ્ચ નેતા છે, તેથી જનતાના સવાલો તેમના સુધી પહોંચાડવા જરૂરી છે.
ધર્મેન્દ્ર પ્રધાનને બચાવવાના ચક્કરમાં મોદીએ મુસીબત વ્હોરી
NEET અને અન્ય મહત્વપૂર્ણ ભરતી પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓના ગંભીર આક્ષેપોને કારણે દેશભરમાં વાતાવરણ ગરમાયું છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, પેપર લીક ઘટના બાદ તુરંત જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું હોતું તો આ આંદોલન દેશવ્યાપી ન બનતું. જંતર મંતર પર અરાજકતા ન થતી. આફ્ટર ઓફ કોઈપણ ખાતા કે વિભાગની નિષ્ફળતા કે સફળતા પાછળ તેના મંત્રી જ જવાબદાર હોય છે. તેથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પદ પર જાળવી રાખીને અને તેમનો બયાન કરીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના માટે નવી વિરોધની મુસીબત વહોરી લીધી છે. વિરોધ પક્ષો અને આંદોલનકારી વિદ્યાર્થીઓ ઘર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંર્ગ પર અડગ છે. વિપક્ષનો આરોપ છે કે, શિક્ષણ મંત્રાલતી નિષ્ફળતા અને સજ્જડ તંત્રના અભાવને કારણે કરોડો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા શિક્ષણ મંત્રીનો બચાવ કરવો અને તેમને પદ પરથી ન હટાવવાને કારણે વિપક્ષને સરકાર ઘેરવાનો મજબૂત મુદ્દો મળી ગયો છે. આ આ સાથે ઈથેનોલ મામલે નીતિન ગડકરીનો બચાવ પણ મોદીને ભારે પડી શકે છે. વિરોધ પક્ષો આ મુદ્દાને માત્ર શિક્ષણ ક્ષેત્ર પૂરતો સીમિત ન રાખતા, સરકારની નૈતિકતા અને જવાબદેહી પર સવાલો ઉઠાવી રહ્યા છે. દેશની રાજધાનીથી લઈને રાજ્યસ્તર સુધી આ અસંતોષ વ્યાપી રહ્યો છે, જે સરકાર માટે મોટી વહીવટી અને રાજકીય મુસીબત બની ગયો છે. વિપક્ષ આ આખી ઘટનાને સરકારની નિષ્ફળતા તરીકે રજૂ કરી રહ્યો છે, જેનાથી સરકાર પર દબાણ સતત વધી રહ્યું છે.




