આ હુકમ તા.૧.૭.૨૦૨૧ થી ૩૧/૮/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા અને કોઇનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજીક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં ભાડેથી મકાન, એકમો ભાડે આપતા માલીકો ઉપર રાજકોટના પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે નીચે પ્રમાણે પ્રતિબંધ ફરમાવેલ છે.
- Advertisement -
કોઇ ઔદ્યોગિક માલિક અગર તો આ માટે આવા એકમ મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જયારે એકમ કે મકાન ભાડે આપે ત્યારે સંબંધિત પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત, અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય, તે અંગેની જરૂરી વિગતો નિયત પત્રકમાં જરુરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશને મોકલી આપવાનું રહેશે. અને સંબંધિત પોલિસ સ્ટેશનના ઓફિસરે રજિસ્ટર નિભાવવાનું રહેશે. આ હુકમ તા.૧.૭.૨૦૨૧ થી ૩૧/૮/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે


