ધોરાજી ના જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી પી.બી મોદી સાહેબે ફોજદારી કેસ નંબર 525 /2016 મા આરોપી વિજય કુમાર બાબુલાલ ભાયાણી ને ફરિયાદી શ્રી કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ ના ફરિયાદ ઉપરથી સજા ફરમાવી હતી આ સજા બાદ આરોપી જેલમાં ગયેલા અને તેમણે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ રૂબરૂ તારીખ 17 12 2020 ના રોજ સદર ચેક રિટર્નના કેસ સામે અપીલ દાખલ કરેલી હતી. આ અપીલ માત્ર બે દિવસમાં ચાલી ગઈ અને નીચેની કોર્ટનો ચુકાદો ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ રદ કરી અને આરોપીએ કોઈ રકમ નામદાર અદાલતમાં જમા કરાવેલી હોય તો તે પણ પરત આપી દેવાનો હૂકમ ફરમાવેલ છે.
- Advertisement -
શ્રી કેશવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના મેનેજર તરફથી એવી ફરિયાદ કરવામાં આવેલી હતી કે આરોપી વિજય કુમાર ભાયાણી અને જરૂરિયાત કરતાં રૂપિયા ૨૦ હજારની લોન આપેલી હતી અને આ લોન ઉપર તેમણે કોઈ રકમ ન ભરતા વ્યાજ સહિત ઉઘરાણી કરતા વિજય કુમાર ભાયાણીએ રૂપિયા 23212/- રૂપિયાનો ચેક આપેલો હતો આ ચેક તારીખ 16 5 2016ના રોજ વગર વસુલાત એ પરત ફરતાં તેમણે ફરિયાદ કરેલી હતી આ ફરિયાદમાં ધોરાજીના એડિશનલ judicial megistrate શ્રી પી.ડી મોદી સાહેબે આરોપીને રૂપિયા 46424/- દંડ ફટકારે લને એ રકમમાંથી રૂપિયા 30939/- ફરિયાદી શ્રી કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ને આપવાના અને આરોપીને ૩ મહિનાની સજા પણ ફરમાવેલી હતી. જે અન્વયે આરોપી તરફથી એડવોકેટ શ્રી શૈલેષ વી ગણાત્રા તથા એડવોકેટ શ્રી આર એલ ચાવડા તથા એડવોકેટ શ્રી યુવરાજસિંહ જાડેજા અને એડવોકેટ શ્રી ધવલ છતાં મારફતે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ અપીલ કરવામાં આવેલી હતી અને અપીલમાં દલીલ કરવામાં આવેલી હતી કે ફરિયાદી મંડળીના વ્યવહારો ગેરકાયદેસરના છે તેમણે પોતાની સિવિલ અને રિકવરી ઝડપથી કરવા માટે ક્રિમિનલ માં કન્વર્ટ કરેલી છે મંડળીએ કરેલા ઠરાવ પણ ખોટા છે અને આ ઠરાવને ચેકની રકમ અને ફરીયાદીની જુબાની સાથે કોઈ સમર્થન નથી સહકારી મંડળી તરફથી ખોટી રીતે ચેક નાખવામાં આવેલા છે. આ બાબતે ખુલાસો કરવાની ફરિયાદી મંડળીને તક આપવામાં આવેલ પરંતુ તેઓ સંતોષકારક ખુલાસો કરી શકે નહીં ફરિયાદીની નામદાર નીચેની અદાલત ની ઉલટ તપાસમાં કાયદાકીય મુદ્દાઓ પણ પૂછવામાં આવેલા હતા. સોસાયટીના શેરહોલ્ડર તે સોસાયટીના માલિક ગણાય અને તેમની સામે મેનેજર એટલે કે તે સોસાયટીના એજન્ટ ગણાય તે ફરિયાદ કરી શકે નહીં ફરિયાદ કરે તો તે ટકે નહીં આ તમામ કાયદેસરની પ્રક્રિયા કર્યા સિવાય લોન આપતી વખતે કોરા ચેક માં સહી કરાવી લીધેલી હતી તેનો દુરુપયોગ કરેલો છે આ તમામ હકીકત ની દલીલોને ગ્રાહ્ય રાખી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે સાહેબે આરોપીને નિર્દોષ ઠરાવી ને છોડી મુકેલા છે અને આરોપીએ દંડ પેટે કોઈ રકમ ભરપાઈ કરેલી હોય તો તે તાત્કાલિક આરોપીને પરત ચૂકવી આપવાનો હુકમ ફરમાવેલ છે


