FSSA-2006 અન્વયે ખાદ્યચીજના લેવાયેલ ૩ નમુના
દિવાળીના તહેવારને અનુલક્ષીને જાહેર આરોગ્ય હિતાર્થે ગોંડલ રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૩૨ કિ.ગ્રા. ખાદ્યચીજ (પ્રિપેર્ડ ફુડ) નો સ્થળ પર નાશ. તેમજ ૩ ફુડ બિઝનેસ ઓપરેટરને નોટીસ આપેલ.

- Advertisement -
- નમુનાની કામગીરી:-
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) Jash Selected Dryfruits Cashew (250 gm pkd) સ્થળ: પ્રેસીયસ ઓર્નામેન્ટ, આનંદભુવન, પેડક રોડ (૨) “બદામ (ડ્રાયફ્રુટ,લુઝ) સ્થળ:- જતિપુરા એન્ટરપ્રાઇઝ, જુનુ માર્કેટીંગ યાર્ડ, શોપ નં F-4, આર.ટી.ઓ. પાસે (૩) તીખા ગાંઠીયા (ફરસાણ,લુઝ) સ્થળ: ખોડીયાર ફરસાણ, કોઠારીયા રોડ, હરિધવા રોડ, રાજકોટ લીધેલ છે.

- ચકાસણીની વિગત :-
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને જાહેર આરોગ્ય હિતાર્થે ગોંડલ રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૩૨ કિ.ગ્રા. ખાદ્યચીજ (પ્રિપેર્ડ ફુડ) નો સ્થળ પર નાશ કરવામાં આવેલ.તેમજ ૩ ફુડ બિઝનેસ ઓપરેટરને નોટીસ આપેલ.
- Advertisement -

| ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
| 1 | મહીરાજ કાઠીયાવાડી | ગોંડલ રોડ | વાસી મંચુરીયન ૩ કિ.ગ્રા. |
| 2 | પટેલ સમોસા | ગોંડલ રોડ | વાસી બાંધેલો લોટ ૨ કિ.ગ્રા. તેમજ ફુડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ |
| 3 | પટેલ વડાપાઉં | ગોંડલ રોડ | સોસ ૨૦ કિ.ગ્રા. તેમજ હાઇજીનીક કન્ડીશન બાબતે નોટીસ |
| 4 | ક્રિષ્ના પાણીપુરી | ગોંડલ રોડ | બટેટા મસાલો ૩ કિ.ગ્રા. |
| 5 | ખોડીયાર ફરસાણ | કોઠારીયા રોડ, હરિધવા રોડ | દાજીયુ તેલ ૪ કિ.ગ્રા. તેમજ દાજીયુ તેલ ન વાપરવા બાબતે અને ઉપયોગમાં લેવાતા તેલનું બોર્ડ લગાવવા બાબતે નોટીસ |
| 6 | ગીરીરાજ ઘુઘરા | ગોંડલ રોડ | – |
| 7 | પીડી પંજાબી ચાઇનીઝ | ગોંડલ રોડ | – |
| 8 | ભાઇજાન એગ્ઝ સેન્ટર | ગોંડલ રોડ | – |
| 9 | મટુકી રેસ્ટોરન્ટ | ગોંડલ રોડ | – |
| 10 | સંગીતા ફેમીલી રેસ્ટોરન્ટ | ગોંડલ રોડ | – |
| 11 | સંગીતા ગુજરાતી રેસ્ટોરન્ટ | ગોંડલ રોડ | – |
| 12 | અંકુર પાણીપુરી | ગોંડલ રોડ | – |
| 13 | ગણેશ પાણીપુરી | ગોંડલ રોડ | – |
| 14 | મહાકાળી પાણીપુરી | ગોંડલ રોડ | – |
| 15. | ખેતલાઆપા ફુડ પ્રોડક્ટ | ગોંડલ રોડ | – |


