જય હો કાઠિયાવાડી રેસ્ટોરેન્ટમાંથી 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: 16 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે ખાણી પીણીના ધંધાર્થીને તવાઈ બોલાવી હતી. ત્યારે ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિરની સામે પ્રખ્યાત રઘુવંશી વડાપાંઉને ત્યાં ચેકિંગ કરતા 60 કિલો વાસી સોસનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો.લેબલ પર ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ એક્સપાયરી ડેટ વગેરેની વિગતો દર્શાવેલ ન હોવાથી વાસી સોસનો નાશ કરાયો તથા પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે
“જય હો કાઠિયાવાડી રેસ્ટોરેન્ટ”, માયાણી ચોકની તપાસ કરતાં વાસી પ્રિપેર્ડ ફૂડ, મન્ચુરિયનનો કુલ મળી 8 કિ.ગ્રા. સ્થળ પર નાશ કર્યો હતો.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન (1)”વરુડી ડેરી ફાર્મ” સ્થળ:- ચિત્રકૂટ એપાર્ટમેન્ટ ઈ-2, ઘનશ્યામ નગર મે. રોડ, સરદાર ચોક, કાલાવડ રોડની તપાસ કરતાં પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (2)”પીઝા ક્ધટ્રી” સ્થળ:- યુનિવર્સિટી રોડ, રાજકોટની તપાસ કરતાં પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ, ઓમ કાલી પાણીપૂરી” સ્થળ:- શાસ્ત્રીનગર ગેટ પાસે, નાનામવા રોડ સહિતનાઓને નોટિસ અપાઈ હતી.
ફૂડ વિભાગની ટીમ તથા ફૂડ સેફ્ટી વાન સાથે શહેરના સંતકબીર રોડ, રણછોડનગર તથા સદગુરુનગર વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં 16 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ 37 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
અમૂલ ગોલ્ડ દૂધ અને કેસર શિખંડના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ 5 નમૂના લેવામાં આવ્યા હતા. વરૂડી ડેરી ફાર્મ, સરદાર ચોકમાંથી અમૂલ ગોલ્ડના 500 એમએલના દૂધના નમૂના લેવાયા હતા. ગોંડલ રોડના ડી માર્ટમાંથી દૂધના તથા પટેલ સ્વીટ્સ, એસ્ટ્રોન સિનેમાની બાજુમાંથી કેસર શિખંડ, મીઠો માવો તથા મલાઈ પનીરના નમૂના લેવાયા હતા.