નિતીન ભારદવાજ, કમલેશ મીરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતનાં સાથે તમામ વોર્ડમાં ભાજપ અગ્રણીઓ જોડાયા.
શહેરભરની સસ્તા અનાજની દુકાનોમા થેલી વિતરણ કરાયુ.
શહેર ભાજપ પ્રમુખો કમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ શહેરભરમાં સસ્તા અનાજની દુકાનો પર ભારતીય જનતા પાર્ટી દવારા ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’નાં લાભાર્થીઓને થેલી વિતરણનો કાર્યક્રમ છેલ્લા બે દિવસથી ચાલી રહયો છે ત્યારે આ કાર્યક્રમમાં શહેર ભાજપનાં આગેવાનો અને વિવિધ શ્રેણીનાં કાર્યકર્તાઓ જોડાઈ રહયા છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદવાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, અરવિંદ રૈયાણી, બીનાબેન આચાર્ય, પ્રદીપ ડવ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળિયા, દર્શિતાબેન શાહ, પુષ્કર પટેલ, વિનુ થવા, સુરેન્દ્રસિંહ વાળા, અનિલભાઈ પારેખ, સહિતનાં આગેવાનો આ કાર્યક્રમમાં જોડાઈ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દવારા રાજ્યનાં જરૂરીયાતમંદ પરિવારોને વિનામૂલ્યે રાશન આપવાનાં આ નિર્ણયને આવકાર્યો હતો.
આ તકે ઉપરોક્ત અગ્રણીઓ જણાવ્યુ હતુ કે છેલ્લા દોઢ વર્ષથી દેશ ભરમાં કોરોનાની મહામારી ફેલાય રહી છે ત્યારે કોરોનાને કાબુમા રાખવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ વાળી ભાજપા સરકાર દ્વારા લોકડાઉનની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી ત્યારે આ કપરાકાળમાં ગરીબ અને મધ્યવર્ગી લોકોને ઘર ચલાવામા મુશ્કેલી ન થાય તે માટે ભાજપા સરકાર દ્વારા કિટ વિતરણ, ભોજન સહાય, ટીફિન યોજના જેવા અનેકવિધ સેવાકિય કાર્યો હાથ ઘરવામા આવેલ હતા ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ વાળી ભાજપા સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંર્તગર્ત આ યોજનામા સમાવિષ્ટ રાજયના રાશનકાર્ડ ઘારકોને નવેમ્બર-૨૧ સુધી મફત અનાજ આપવાનો જે નિર્ણય કરેલ અને ગરીબોને મળતુ રાશન ગરીબોના ઘર સુધી પહોંચે તે માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરભરની ૧૭૪/- થી વઘુ રાશનકાર્ડની દુકાનો પરથી 50,000 થી વધુ પરીવારોને મફત રાશન મળે તે માટે બેગનુ વિતરણ શહેર ભરમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામા આવ્યુ હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં હિતેશ મારૂ રાજનેન્દ્રસિંહ ગોહિલ, હેમુભાઈ પરમાર, સી.ટી. પટેલ, દિનેશ ઘીયાડ, ઘનશ્યામ કુગશીયા, રમેશ દોમડીયા, તેજશ જોષી, પ્રદીપ નિર્મળ, રજની ગોલ, સંજય પીપળીયા, રસિક કાવઠીયા, કેતન વાછાણી, હિર રાતડીયા, સોમાભાઈ ભાલીયા, ભાર્ગવભાઈ મિયાત્રા, જેન્તી નોંઘણવદરા, શૈલેષ બુસા સહિતનાં સાથે વોર્ડનાં પ્રભારીઓ, મહામંત્રીઓ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિનાં સભ્યો, મોરચાનાં પ્રમુખ મહામંત્રીઓ સાથે તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓ જોડાયા હતા.


