વધારાના સામાન માટે હવે પ્રતિ કિલો 800 ચૂકવવા પડશે
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સાથે મુસાફરી કરવી મોંધી બની ગઈ છે. ઇન્ડિગોએ તેની ઘણી અંડ ઓન સેવાઓના ચાર્જ વધારી દીધા છે. આમાં ૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું ભાડું, એકલા મુસાફરી કરતા બાળકો માટેની સર્વિસ ફી, વધારાના સામાનનો ચાર્જ અને પ્રાયોરિટી બોર્ડિંગની ફી સામેલ છે. બેઝિક હવાઈ ભાડા ઉપરાંત લેવામાં આવતી આ વધારાની સેવાઓ મોંઘી થવાથી હવે મુસાફરોનો કુલ મુસાફરી ખર્ચ વધી જશે. એરલાઇન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો લાગુ કરી દેવામાં આવ્યા છે. જો તમે ૨ વર્ષથી નાના બાળક સાથે ઈન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છો, તો હવે તમારે ૧,૦૦૦ વધુ ચૂકવવા પડશે. અગાઉ તેના માટે ૨,૦૦૦ લેવામાં આવતા હતા, જેને વધારીને હવે ૩,૦૦૦ કરવામાં આવ્યા છે. અલગથી કોઈ સોટ મળતી નથી, તેને સમેગ મુસાફરી દરમિયાન માતા-પિતાના ખોળામાં જ બેસવું છે. જો તમારા સામાનનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય, તો હવે દરેક ૧ કિલો વધારાના વજન માટે તમારે ૭૦૦ને બદલે ૮૦૦ ચૂકવવા પડશે. એટલે કે દરેક વધારાના કિલો પર તમારે ૧૦૦ વધુ ચૂકવવા પડશે. કોઈપણ પુખ્ત વ્યક્તિ વિના એકલા મુસાફરી કરતા બાળકો માટે લેવામાં આવતી અસિસ્ટન્સ ફીમાં ૯૯૯નો વધારો કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સઃ તેના માટે હવે ૪૯૯૯ને બદલે ૫૯૯૯ ચૂકવવા પડશે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર હવે આ સેવા ૧૨,૯૯૯માં મળશે.
- Advertisement -
પ્રાયોરિટી ચેક-ઇન અને બોર્ડિંગ સર્વિસ હવે 650ની થઈ
લાંબી લાઇનોમાંથી બચવા માટે મુસાફરો જે ફાસ્ટ ફોરવર્ડ એટલે કે પ્રાયોરિટી ચેક-ઇન અને બોર્ડિંગ સર્વિસનો ઉપયોગ કરે છે, તેની ફી પણ ૨૦૦ વધારી દેવામાં આવી છે. ડોમેસ્ટિક રૂટ્સ પર આ ફી ૪૫૦થી વધીને ૬૫૦ થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ રૂટ્સ પર પ્રતિ સેક્ટર આ ચાર્જ ૮૫૦ નક્કી કરવામાં આવ્યો છે. એરલાઇન પાસેથી ટ્રાવેલ સર્ટિફિકેટ બનાવડાવવાની ફી પણ ૨૦૦થી વધારીને ૩૦૦ કરવામાં આવી છે.




