લીન્ડસે ગ્રેહામ બિલ અમેરિકી સેનેટમાં પાસઃ હવે નીચલા ગૃહમાં કાલે મતદાન
અમેરિકી સંસદમાં ભારત-ચીન સહિતના દેશોને ટાર્ગેટ કરી રજૂ થયેલાં બિલ છતાં અડગ વલણ
- Advertisement -
દેશનાં 140 કરોડ લોકોના હિતમાં નિર્ણય લેવાશે : મોદી સરકારની જાહેરાત
અમેરિકા સાથે લાંબા સમયથી પેન્ડીંગ રહેલી વ્યાપાર સંધી વચ્ચે અમેરિકાએ રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદનાર ભારત સહિત પાંચ દેશો પર ૧૦૦% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ ઉપલા ગૃહ સેનેટમાં ૮૬-૧૧ મતોએ લિન્ડસે ગ્રેહામ સેકશનિંગ- રશિયા એન્ડ ઈરાન બિલ મંજુર થયા બાદ હવે આ ખરડો હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ પ્રતિનિધિ સભામાં પણ ૨૧૪ વિરુદ્ધ ૨૧૧ મતોએ દાખલ થયો છે. હવે તેના પર આવતીકાલે (અમેરિકી સમય મુજબ બુધવારે) આખરી મતદાન પર આવશે પણ ભારતે અત્યંત સ્પષ્ટ વલણ અપનાવતા જાહેર કર્યુ છે કે ૧૦૦% ટેરિફથી ભારત ડરશે નહી અને દેશના ૧૪૦ કરોડ લોકોના હિતમાં નિર્ણય લઈને રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી યથાવત રાખશે. વિદેશી વિભાગના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ઉર્જા જરૂરિયાતોમાં ભારતે જે નીતિ અપનાવી છે તેમાં ટેરિફના કારણે કોઈ ફેરફાર લાવશે નહી. અમેરિકી ખરડાની યાદીમાં ભારત-ચીક-તુર્કી-સિંગાપોર જેવા દેશોનો પણ સમાવેશ થાય છે અને આ ખરડો મંજુર થયા બાદ ૧૦૦% સુધી ટેરિફ લાદવાની સતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી જશે.
અમેરિકાનો દાવો છે કે, રશિયન ક્રુડતેલ ખરીદી ભારત સહિતના દેશો યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક મદદ કરી રહ્યા છે. કુલ ૧૦ દેશો પર આ પ્રકારના ટેરિફ આવી શકે છે અને અમેરિકી સંસદ આ ખરડો મંજુર કરે પછી ડોનાલ્ડ ટ્રમ્પની ગરીમા જશે. માનવામાં આવે છે કે, ટ્રમ્પ ભારતને વ્યાપાર સમજુતીમાં શરણે લાવવા આ ટેરીફ ઝીકવાના રશિયાનો ઉપયોગ કરશે પણ અગાઉની ધમકી છતા ભારત આજે પણ તેની ક્રુડ આવશ્યકતાના ૪૬% રશિયા પાસેથી ખરીદે છે. અમેરિકાએ અગાઉ ભારત પર ૫૦% ટેરિફ લાદયા જ હતા પણ તે સમયે પણ ભારતે નિશ્ચિત વલણ લીધુ હતું અને રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી યથાવત રાખી છે.




