By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    18 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    19 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    18 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    19 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓખામાં 11 KV લાઇન પર બાંધકામ ટ્રોલી ખાબકી, દુર્ઘટના સહેજમાં ટળી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ઓખામાં 11 KV લાઇન પર બાંધકામ ટ્રોલી ખાબકી, દુર્ઘટના સહેજમાં ટળી
ગુજરાત

ઓખામાં 11 KV લાઇન પર બાંધકામ ટ્રોલી ખાબકી, દુર્ઘટના સહેજમાં ટળી

Khaskhabar Editor
Last updated: 2026/04/15 at 4:12 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

મોતને આમંત્રણ આપતું બાંધકામ, ઊંઘતું તંત્ર અને લોકોના જીવ જોખમમાં 

9 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોને ભારે ગરમીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ઓખા

ઓખા નગરપાલિકાના સુરજકરાડી વિસ્તારમાં સોમવારે બપોરે એક ગંભીર અકસ્માત બનતા મોટી જાનહાની થવાથી સહેજમાં બચી ગઈ હતી. હાઇવે રોડ પાસે આવેલી સરકારી શાળાની નજીક ચાલી રહેલા પાંચ માળના કોમર્શિયલ બાંધકામ દરમિયાન ટ્રોલી અચાનક પાંચમા માળેથી નીચે ખાબકી અને સીધી ચાલુ 11ઊંટ હાઈ વોલ્ટેજ વીજ લાઈન પર પડી હતી. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારાઓ ચોંકી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ આ ઘટનાએ ઓખા નગરપાલિકાના વહીવટ અને બાંધકામ મંજૂરી પ્રક્રિયા સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અકસ્માત સ્થળ રહેણાંક વિસ્તારમાં આવેલું હોવા છતાં અહીં પાંચથી છ માળનું કોમર્શિયલ બિલ્ડીંગ ઊભું થઈ રહ્યું છે, જેનાથી સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
સ્થાનિકોના કહેવા મુજબ, અગાઉ અહીં માત્ર એક સામાન્ય શોપિંગ સેન્ટર હતું, જેને તોડી આ ભવ્ય કોમર્શિયલ બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. પ્રશ્ન એ ઉઠે છે કે સરકારી શાળાની નજીક અને ભરચક રહેણાંક વિસ્તારમાં આટલી ઊંચાઈનું બાંધકામ કરવાની પરમિશન કેવી રીતે આપવામાં આવી? ઉપરાંત, બિલ્ડીંગમાં ભવિષ્યમાં 60થી 70 દુકાનો શરૂ થવાની શક્યતા છે, ત્યારે પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ટ્રાફિક અને સુરક્ષા સમસ્યાઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. છેલ્લા બે વર્ષથી ચાલતા આ બાંધકામ સામે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી ન કરવામાં આવતાં રાજકીય દબાણ અથવા વહીવટી બેદરકારીની શંકા વ્યક્ત થઈ રહી છે. ઓખા નગરપાલિકામાં લાંબા સમયથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોવાને કારણે વહીવટ પર અસર પડી રહી હોવાનું પણ સામે આવ્યું છે. દ્વારકાના ચીફ ઓફિસર દ્વારા માત્ર સમયાંતરે મુલાકાત લેવામાં આવતી હોવાની માહિતી મળી છે.
અકસ્માત બાદ આખા વિસ્તારમાં આશરે 9 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો, જેના કારણે સ્થાનિકોને ભારે ગરમીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે ઘટનાસ્થળે કોઈ જવાબદાર અધિકારી કે પદાધિકારી પહોંચ્યા ન હતા, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે સવાલ એ ઉભો થયો છે કે આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ? ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડર, પરમિશન આપનાર નગરપાલિકા તંત્ર, કે પછી દેખરેખમાં નિષ્ફળ રહેલા અધિકારીઓ? લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

ગેરકાયદેસર બાંધકામ કે તંત્રની બેદરકારી?

- Advertisement -

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યાં હાલ આ પાંચ માળનું કોમર્શિયલ બિલ્ડિંગ બાંધવામાં આવી રહ્યું છે ત્યાં અગાઉ માત્ર એક જૂનું શોપિંગ સેન્ટર હતું. તેને તોડી નવી ભવ્ય ઈમારત ઊભી કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે રહેણાંક વિસ્તાર અને શાળાની નજીક આટલી ઊંચી કોમર્શિયલ ઈમારત માટે મંજૂરી કેવી રીતે અપાઈ? વધુમાં, બિલ્ડિંગમાં અંદાજે 60થી 70 દુકાનો શરૂ થવાની શક્યતા છે, પરંતુ પાર્કિંગ માટે કોઈ જ વ્યવસ્થા દેખાતી નથી. બિલ્ડરે જમીનનો 100 ટકા ઉપયોગ કરીને બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ છે, જે શહેરી આયોજનના નિયમોનો ભંગ દર્શાવે છે.

નગરપાલિકા તંત્ર પર ઉઠતા પ્રશ્ર્નો

આ બનાવે ઓખા નગરપાલિકા તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોવાને કારણે વહીવટ પર અસર પડી રહી હોવાનો આક્ષેપ છે. દ્વારકાના ચીફ ઓફિસર સમયાંતરે આવી કામગીરી સંભાળે છે, પરંતુ સતત દેખરેખનો અભાવ સ્પષ્ટ દેખાય છે. આ સાથે, નગરપાલિકાની હાલની બોડીની મુદત પૂર્ણ થવાને આરે હોવાને કારણે વિકાસ અને નિયંત્રણની કામગીરીમાં ઢીલાશ હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે. ઘટના બાદ પણ કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચી ન હોવાનું સ્થાનિકોમાં નારાજગીનું કારણ બન્યું છે.

You Might Also Like

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ
Next Article ‘સત્ય સનાતન દેશ હૈ મેરા’ – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનો સાગર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?