રાજકોટમાં છાશવારે ગેરકાયદેસર મિલ્કતનો કબ્જો પડાવી લેનારા આવારા તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આવી વધુ એક ફરિયાદ સામે આવી છે.
એક વિધવાની મિલ્કત ખાલી કરી દેવા ધમકી આપી અને મિલ્કત બળજબરીપૂર્વક પચાવી પાડવાના ઈરાદે આરોપીઓએ મિલ્કતના તાળા તોડી કબ્જો કરી લીધી હોવાની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ કામની વિગત એવી છે કે નવાગામ આણંદપર સર્વે નં. 108 પૈકીની પ્લોટ નં. 21નો બાંધકામવાળી મિલ્કત ખાલી કરવાની ધમકી ફરિયાદી દિવ્યાબેન રજનીભાઈ ઉમરાણીયાએ (રહે. શીવધારા સોસાયટી શેરી નં. 10) આરોપી મનસુખ ઉમરાણીયા, જગદીશ ઉમરાણીયા, જયેશ ઉમરાણીયા, સુરેશ ઉમરાણીયાએ આપી હતી.
આ ચારેય આરોપીએ ફરિયાદી વિધવા હોવાનો લાભ ઉઠાવી મિલ્કત ખાલી કરી દેવા અવારનવાર મારી નાખવાની ધમકી આપી મોતનો ભય બતાવી મિલ્કતના તાળા તોડી જગ્યા પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે દિવ્યાબેન રજનીભાઈ ઉમરાણીયા પોતાના જ સાસરીયાઓવાળા આવો ત્રાસ ગુજારતો હોવાની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં કરતાં રાજકોટ શહેર પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના પોલીસ સહિતના સ્ટાફે આરોપીઓને શોધી મેડીકલ કરી અટક કરવાની તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
મિલકત પર ગેરકાયદે કબ્જો કરતાં સાસરિયાંઓનો વિડીયો જોવા ક્લિક કરો… https://www.youtube.com/watch?v=9mSjZn8fYCw&t=99s


