કોમ્યુનિટી હોલ અને લાઈબ્રેરી વિશે માહિતી મેળવતા મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને આપવામાં રહેલી વિવિધ સુવિધાઓનું માળખું વધુ ને વધુ મજબુત બને ઉપરાંત શહેરમાં ભળેલા નવા વિસ્તારોમાં વસતા નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટે આવશ્યકતા અનુસાર અલગઅલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાન કમિશનર અમિત અરોરાએ આજે તા.૫-૭-૨૦૨૧ના રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી આ નિર્મલા રોડ પર બની રહેલા નવા ફાયર સ્ટેશન સાઈટની મુલાકાત કરી હતી. આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં સ્થિત બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીની તેમજ આ લાઈબ્રેરી સામેના રોડ પર વોર્ડ નંબર-૯માં પૂર્ણતાનાં આરે રહેલા નવા બની રહેલા કોમ્યુનિટી હોલની પણ મુલાકાત કરી હતી. આશરે રૂ.૮.૫૧ કરોડના આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર્ર પર પાર્કિંગ રહેશે. પ્રથમ માળ નોન એસી છે અને તેમાં ૧૫૨૮૦ ચો.ફૂટનો હોલ અને અન્ય સુવિધાઓ, જ્યારે બીજો માળ સેન્ટ્રલી એ.સી. છે અને ૧૫૨૮૦ ચો.ફૂટનો હોલ અને અન્ય સુવિધાઓ લોકોને મળશે.
મ્યુનિ. કમિશનરએ નવા ફાયર સ્ટેશનની સાઈટ્સની વિઝિટ દરમ્યાન કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી અને હવે પછી થનારી બાકીની કામગીરીનો શેડ્યુલ પણ માંગ્યો હતો. ઉપરાંત આ કાર્ય ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી. ૨૨૪૫ ચો.મી.ની જગ્યામાં આશરે રૂ. ૯.૫ કરોડના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ સાત માળની ઈમારત બનાવવામાં આવી રહી છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વાહનોના પાર્કિંગ, ફાયર કંટ્રોલ રૂમ, તેમજ ઉપરના ફ્લોર પર ફાયર બ્રિગેડના સ્ટાફ માટેના ક્વાર્ટર (૩૨ ટુ બી.એચ.કે. ફ્લેટ) બની રહયા છે.
- Advertisement -
મ્યુનિ. કમિશનર અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, સીટી એન્જી. કે.એસ. ગોહેલ, લાઈબ્રેરીય એન. એમ આરદેસણા, ડી. ઇ. ઇ. નિકેશ મકવાણા વગેરે ઉપસ્થિત રહયા હતાં.


