CIDમાં ઈન્સ્પેક્ટર ‘ફ્રેડરિક’ની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા.
ટીવી ઇન્ડસ્ટ્રીથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીવી શો CID માં ઇન્સપેટર’ફ્રેડરિક’નો રોલ નિભાવનાર એક્ટર દિનેશ ફડનીસનું નિધન થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. દિનેશ ફડનીસના નિધનના સમાચારની પુષ્ટિ તેમના કો-સ્ટાર અને મિત્ર દયાનંદ શેટ્ટીએ કરી છે.
- Advertisement -
હાલમાં જ દિનેશના હોસ્પિટલમાં હોવાના સમાચાર સામે આવ્યા હતા. અભિનેતા ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો અને ગઈકાલે રાત્રે તેણે 57 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. છેલ્લા ઘણા દિવસોથી એમની તબિયત ખરાબ ચાલી રહી હતી અને એ કારણે તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Popular actor #DineshPhadnis who is known for his role of Freddy in the crime drama #CID, has passed away at the age of 57 due to liver damage. pic.twitter.com/RYXHsYWmVs
— Filmfare (@filmfare) December 5, 2023
- Advertisement -
અભિનેતાની ખરાબ તબિયતના સમાચાર હેડલાઇન્સમાં હતા. દિનેશની હાલત નાજુક હતી અને તેઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ મોત થયું હતું. અભિનેતાના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે અને અભિનેતાના અચાનક દુનિયામાંથી વિદાય થવાથી ચાહકો અને સાથી કલાકારો ખૂબ જ દુઃખી છે.
કાર્ડિયાક અરેસ્ટના સમાચાર આવ્યા હતા
અગાઉ સમાચાર આવ્યા હતા કે દિનેશ ફડનીસને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, દયા શેટ્ટીએ પાછળથી પુષ્ટિ કરી કે તે કાર્ડિયાક અરેસ્ટ નથી પરંતુ લીવર ફેલિયર છે. દિનેશ ફડનીસના લિવર પર અસર થઈ હતી.
દયા શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે, “દિનેશ અન્ય કોઈ રોગની સારવાર લઈ રહ્યો હતો, પરંતુ દવાની તેના લિવર પર વિપરીત અસર થઈ હતી. તેથી, હંમેશા દવાઓ ખૂબ જ સાવધાનીપૂર્વક લેવાની સલાહ આપવામાં આવે છે. તમને ખબર નથી કે ક્યારે તમે કોઈ વસ્તુની સારવાર માટે જે દવા લઈ રહ્યા છો તે અન્ય કોઈ મોટા રોગનું કારણ બની શકે છે. એલોપેથિક દવાઓ પ્રત્યે ખૂબ કાળજી રાખવી જોઈએ.”